બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Akshay Kumar got tensed after listening to PM Modi's garba songs, said 'Sir, if you come to our field..'

મનોરંજન / પીએમ મોદીના ગરબા ગીતો સાંભળીને અક્ષય કુમાર ટેન્શનમાં આવી ગયા, કહ્યું 'સર, તમે અમારા ફિલ્ડમાં આવી ગયા તો..'

Megha

Last Updated: 05:02 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર દેશને નવરાત્રીની શુભકામનાઓ પાઠવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરબા સ્પેશિયલ ગીત 'માડી' રિલીઝ કર્યું હતું, એવામાં  PMનું આ ટેલેન્ટ જોઈને એક્ટર અક્ષય કુમાર ટેન્શનમાં આવી ગયા છે

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લખેલ બીજું ગીત 'માડી' ગઈકાલે રિલીઝ થયું 
  • આ ગરબા ગીતના લિરિક્સ ખુદ પીએમ મોદીએ લખ્યા છે
  • પ્રધાનમંત્રીનું આ ટેલેન્ટ જોઈને અક્ષય કુમાર ટેન્શનમાં આવી ગયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લખવામાં આવેલ ગરબો ગીત આધારિત મ્યુઝિક વિડીયો રિલીઝ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ધામધૂમથી નવરાત્રી ઊજવવામાં આવે છે અને દુર્ગા પંડાલમાં માઁ દુર્ગાની પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષો પહેલા આ ગરબા ગીત લખેલ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. 

આ બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશને નવરાત્રીની શુભકામનાઓ પાઠવતા તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ X (Twitter) પર તેનું ગરબા સ્પેશિયલ ગીત 'માડી' રિલીઝ કર્યું હતું. મીત બ્રધર્સે તેને કમ્પોઝ કર્યું છે. સૌથી ખાસ વાત એ છે કે આ ગરબા ગીતના લિરિક્સ ખુદ પીએમ મોદીએ લખ્યા છે. હવે પ્રધાનમંત્રીનું આ ટેલેન્ટ જોઈને બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર ટેન્શનમાં આવી ગયા છે.

નવરાત્રી પર ગરબા ગીત આવ્યું
આ અંગે અક્ષય કુમારની પ્રતિક્રિયા સામે આવી છે. અભિનેતાને હવે લાગે છે કે તેની કારકિર્દી જોખમમાં છે. જણાવી દઈએ કે, 15 ઓક્ટોબરે મોદીજીએ ટ્વીટ કર્યું હતું કે, 'જેમ કે શુભ નવરાત્રિ અમારી નજીક આવી રહી છે, હું છેલ્લા અઠવાડિયા દરમિયાન મારા દ્વારા લખાયેલ ગરબા શેર કરીને ખુશ છું. આ ગરબાને અવાજ અને સંગીત આપવા બદલ હું મીત બ્રધર્સ, દિવ્ય કુમારનો આભાર માનું છું.'

અક્ષયની પ્રતિક્રિયા
હવે અક્ષય કુમારે આ અંગે મજાકિયા અંદાજમાં પ્રતિક્રિયા આપી છે. અક્ષય કુમારે લખ્યું, 'આ અદ્ભુત છે નરેન્દ્ર મોદીજી! સાહેબ, હવે તમે પણ અમારા ફિલ્ડમાં આવી ગયા છો… તો હવે અમે ક્યાં જઈએ? તમને અને બધાને નવરાત્રીની શુભકામનાઓ. ' હાલ અક્ષય કુમારની આ  પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અભિનેતાના આ ટ્વીટને રીટ્વીટ કરીને દરેક લોકો મસ્તી કરતા જોવા મળે છે. તે જ સમયે, જો આપણે આ ગીત વિશે વાત કરીએ તો તે પણ ભારે ટ્રેન્ડ કરી રહ્યું છે. અત્યાર સુધી ઘણા દેશવાસીઓ આ ગીત સાંભળી ચૂક્યા છે.

કંગનાએ પણ પ્રતિક્રિયા આપી હતી
હાલમાં આ ગીત ધૂમ મચાવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની નવી પ્રતિભાથી બધાને પ્રભાવિત કર્યા છે. હવે આખો દેશ નવરાત્રિ પર તેને સાંભળવાનો આનંદ માણી રહ્યો છે. અક્ષય સિવાય બોલિવૂડના બીજા ઘણા સેલેબ્સે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. જેમાં કંગના રનૌત જેવા સ્ટાર્સના નામ સામેલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ