ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય ગતિવિધી તેજ બની છે ત્યારે અખિલેશ સરકારે સત્તામાં આવવા માટે ફ્રીમાં વીજળી આપવાની જાહેરાત કરી છે.. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે નવા વર્ષે સપા કાર્યકર્તાઓને સંબોધન કરતા જાહેરાત કરી કે જો સપાની સરકાર બનશે તો ઘરેલુ વપરાશકર્તાઓને 300 યુનિટ વીજળી ફ્રીમાં આપવામાં આવશે.સાથે જ ખેડૂતોને સિંચાઇ માટે પણ વીજળી ફ્રીમાં આપવામાં આવશે.
સપાએ AAPના ચૂંટણી વચનને અપનાવ્યું
ADVERTISEMENT
સપાની આ મહત્વપૂર્ણ જાહેરાત એટલા માટે ખાસ છે કારણ કે આમઆદમી પાર્ટીએ પણ ઉત્તરપ્રદેશમાં સરકાર બનવા પર 300 યુનિટ વીજળી ફ્રી આપવાનું વચન આપ્યુ હતું. અખિલેશ યાદવે એલાન કર્યુ કે નવા વર્ષે દરેક લોકો કોઇ સંકલ્પ લે છે. ત્યારે અમારો સંકલ્પ એ છે કે જો સપાની સરકાર બનશે તો ઘરેલું વપરાશકર્તાઓને 300 યુનિટ ફ્રીમાં વીજળી આપીશું. તેમણે વધુમાં એમ પણ જણાવ્યુ કે સપાના કહેવામાં અને કાર્ય કરવામાં કોઇ ફરક નથી હોતો. ભાજપ સૌથી વધુ જુઠ્ઠી પાર્ટી છે.
उत्तर प्रदेश में समाजवादी पार्टी की सरकार बनने पर 300 यूनिट घरेलू बिजली मुफ़्त देंगे और इसके साथ में किसानों की पूरी सिंचाई मुफ़्त होगी: सपा प्रमुख अखिलेश यादव, लखनऊ, उत्तर प्रदेश pic.twitter.com/pXQTrdKcl9
— ANI_HindiNews (@AHindinews) January 1, 2022
ADVERTISEMENT
ભાજપ પર સાધ્યુ નિશાન
ADVERTISEMENT
સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધતા ભાજપ પર નિશાન તાક્યુ હતું. તેઓએ જણાવ્યુ કે તેઓએ સપાના કારોબારી પર રેડ પાડવાની હતી પરંતુ પોતાનો ઉદ્યોગપતિ માર્યો ગયો. આ ડિઝિટલ ઇન્ડિયાની સૌથી મોટી ભૂલ છે.
ચૂંટણીની તૈયારી કરવા આહ્વાન
ADVERTISEMENT
અખિલેશ યાદવે કાર્યકર્તાઓને ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત થવા માટે આહવાન કર્યુ છે. તેમણે જણાવ્યુ કે જનતાનું જે પ્રમાણે સપાને સમર્થન મળી રહ્યુ છે તે જોતા ઉત્તર પ્રદેશમાં સપાની સરકાર બનશે તે નક્કી છે. તેમજ જે કાર્યકર્તાઓએ પુષ્પગુચ્છ લઇને આવ્યા હતા તેઓ પાર્ટીને પોતાના બૂથ પર જીતાડવાની જવાબદારી લે તેમ પણ જણાવ્યુ. સાથે જ 2022 ઉત્તર પ્રદેશ માટે પરિવર્તનનું વર્ષ સાબિત થશે તેમ વાત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ