બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Ajay Bhadoo appointed as Deputy Election Commissioner of Election Commission of India

નિયુક્તી / ગુજરાત ચૂંટણી પહેલા મોટી નિયુક્તી, IAS અજય ભાદૂ બન્યાં દેશના ડેપ્યુટી ઈલેક્શન કમિશનર

Hiralal

Last Updated: 06:10 PM, 2 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના 1999ની બેચના IAS અજય ભાદૂને કેન્દ્રીય ચૂંટણી પંચમાં ડેપ્યુટી ઈલેક્શન કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે.

  • 1999ની બેચના IAS અજય ભાદૂ બન્યાં દેશના ડેપ્યુટી ઈલેક્શન કમિશનર
  • કેન્દ્રીય ચૂંટણી પંચમા ડેપ્યુટી ઈલેક્શન કમિશનર નિયુક્ત 
  • ગુજરાતમાં ઘણા મહત્વના હોદ્દા પર સેવા આપી ચૂક્યા છે 

ગુજરાત ચૂંટણી પહેલા એક મહત્વના આઈએએસ અધિકારી અજય ભાદૂને કેન્દ્રમાં મોટી જવાબદારી મળી છે. ગુજરાતના આઈએએસ અજય ભાદુને ભારતના ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ગુજરાતના ઘણ મહત્વના હોદ્દા પર કામ કરી ચૂક્યા છે. 20 જુલાઈ 2019ના રોજ અજય ભાદુ (1999 બેચ)ને રાષ્ટ્રપતિના જોઈન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનો કાર્યકાળ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના કાર્યકાળ સાથે પૂરો થવાનો હતો જોકે તેમને બે મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. 

ગુજરાતમાં વિવિધ હોદ્દા પર કામ કરી ચૂક્યા છે
અજય ભાદૂએ સુરત અને જુનાગઢમાં સહાયક કલેક્ટર તરીકે તેમની સિવિલ સેવા કરિયરની શરુઆત કરી હતી. 19 વર્ષની કરિયરમાં તેમણે વિવિધ હોદ્દાઓ પર કામ કર્યું છે. તેઓ કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને ગુજરાતના સીએમના સચિવ જેવા હોદ્દા પર કામ કર્યું છે. 2008 અને 2010માં તેમને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે બે વાર શ્રેષ્ઠ કલેક્ટરનો પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતા. 

બે વખત મળ્યો સર્વશ્રેષ્ઠ કલેક્ટરનો પુરસ્કાર 
વિવિધ હોદ્દા પર રહેતી વખતે અજય ભાદૂએ એટલું સારુ કામ કરી દેખાડ્યું કે તેમને બે વાર સર્વશ્રેષ્ઠ કલેક્ટરના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતા. 

ગુજરાત ચૂંટણી પહેલા કરાઈ મોટી નિયુક્તી

ગુજરાતમાં ડિસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે તે પહેલા ચૂંટણી પંચમાં અજય ભાદૂની નિયુક્તીને મહત્વની માનવામાં આવી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ