બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Air show of fighter jets will be held at Sabarmati Riverfront

એર શો / લડાકુ વિમાનોની ગર્જનાથી ગૂંજી ઉઠશે અમદાવાદનું આકાશ: રિવરફ્રન્ટ પર સુખોઈનું શક્તિપ્રદર્શન, તૈયારી પૂરજોશમાં

Malay

Last Updated: 11:09 AM, 6 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી 18થી 22 ઓક્ટોબર સુધી ગુજરાતમાં એશિયાના સૌથી મોટા રક્ષા પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ડિફેન્સ એક્સપોની સાથે-સાથે રિવરફ્રન્ટ ખાતે એર શો પણ યોજાશે, જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

  • ગાંધીનગરમાં 18 થી 22 ઓક્ટોબર દરમિયાન ડિફેન્સ એક્સપો યોજાશે
  • સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફાઈટર જેટનો યોજાશે એર શો
  • એર શોને લઈ રિવરફ્રન્ટના ઈવેન્ટ સેન્ટર ખાતે તૈયારીઓ શરૂ

ગાંધીનગરમાં 18થી 22 ઓક્ટોબર દરમિયાન ડિફ્ન્સ એક્સપો યોજાશે. ડિફેન્સ એક્સપોની સાથે-સાથે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે એર શો યોજાશે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફાઈટર જેટનો એર શો યોજાશે. જેને લઈને અત્યારથી રિવરફ્રન્ટના ઈવેન્ટ સેન્ટર ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અહીં એર શો માટે કંટ્રોલ સેન્ટર અને સ્ટેજ બનાવવામાં આવી રહ્યું છે.  આર્મીના ટ્રકો અને જવાનો પણ રિવરફ્રન્ટ ખાતે પહોંચી ગયા છે. આપને જણાવી દઈએ કે, આ કાર્યક્રમમાં એર માર્શલ, રક્ષા મંત્રી સહિત ત્રણેય પાંખોના વડાઓ હાજરી આપશે. 

સુખોઈ સહિતના લડાકુ વિમાનો જોડાશે એર શોમાં
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા ફાઈટર જેટના એર શોમાં તિરંગાના રંગોનું ફોર્મેશન બનાવીને દેશભક્તિનો સંદેશ આપવામાં આવશે. સાથે જ આ એર શોમાં સુખોઈ સહિતના લડાકુ વિમાનો જોડાશે. એર શોમાં વિવિધ પ્રકારના કરતબો દરમિયાન આકાશમાં ત્રણ-ત્રણની જોડીમાં 9 કે 12 ફાઈટર વિમાનો એક સાથે જોડાશે. 

સુખોઈ વિમાને અમદાવાદ એરપોર્ટ પર કર્યું હતું લેન્ડિંગ
રિવરફ્રન્ટ પર યોજાનારા એર શોમાં ભાગ લેવા ફાઇટર જેટનું અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ થઈ ગયું છે. શુક્રવારે ઇન્ડિય એરફોર્સનું એક સુખોઈ વિમાન એરપોર્ટ પર ઊતર્યું હતું. આ ઉપરાંત પ્રદર્શનમાં મુકવા માટે યુદ્ધમાં વપરાતી વિવિધ સાધન સામગ્રી પણ ડિફેન્સના વિશેષ કાર્ગો વિમાનમાં અમદાવાદ આવી પહોંચી હતી.

આકાશમાં ગર્જના કરતા જોવા મળશે ફાઈટર જેટ
આ એર શોના કારણે એરફોર્સના ફાઈટર જેટ અને અન્ય ફાઈટર એરક્રાફ્ટ આકાશમાં ગર્જના કરતા જોવા મળશે. લોકોને એર શો દરમિયાન આ ફાઈટર જેટ્સના પરાક્રમ જોવા મળશે. જે દરેક માટે રોમાંસથી ભરપૂર હશે.

માત્ર ભારતીય કંપનીઓ જ લેશે ડિફેન્સ એક્સપોમાં ભાગ
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી 18થી 22 તારીખ દરમિયાન ગાંધીનગરમાં યોજાનારા એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સપો (Defence Expo)માં આ વખતે ઘણી નવી વસ્તુઓ જોવા મળશે. આ વખતે આ સંરક્ષણ પ્રદર્શનમાં માત્ર સ્વદેશી કંપનીઓ જ ભાગ લેશે. આવું પહેલીવાર થવા જઈ રહ્યું છે જ્યારે માત્ર ભારતીય કંપનીઓ જ ડિફેન્સ એક્સપોમાં ભાગ લેવા જઈ રહી છે. સ્વદેશી કંપનીઓ ઉપરાંત આ ડિફેન્સ એક્સપોમાં એ જ વિદેશી OEM (ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ) કંપનીઓ ભાગ લઈ શકે છે, જેમનું કોઈ ભારતીય કંપની સાથે જોઈન્ટ વેંચર હોય અથવા તેમની સહાયક (સબસિડિયરી) કંપની ભારતમાં હોય.

ગત શનિવારે યોજાઈ હતી બેઠક
ગત સનિવારે રક્ષા સચિવ અજય કુમારે દેશમાં યોજાનારી 'ડેફ-એક્સપો 2022'ની 12મી આવૃત્તિની તૈયારીઓની સમીક્ષા કરી. આ બેઠકમાં રક્ષા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સહિત ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમારે પણ હાજર રહ્યા હતા. બેઠક પૂર્ણ થયા બાદ રક્ષા મંત્રાલયે એક સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું હતું કે, 12મું રક્ષા પ્રદર્શન ફક્ત ભારતીય કંપનીઓ માટેનું પ્રથમ સંસ્કરણ છે. આ માટે અત્યાર સુધીમાં 1,000થી વધુ કંપનીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને હજુ રજીસ્ટ્રેશન ચાલુ છે. આવી સ્થિતિમાં આ ડિફેન્સ-એક્સપો અત્યાર સુધીનો સૌથી મોટો એક્સ્પો બનવા જઈ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ