બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / air india likely to order for 500 new aircraft stay ahead competition

ઓર્ડર / ટાટાના હાથ પડતાં જ ચેતનવંતી બની એર ઈન્ડીયા, એકઝાટકે ખરીદશે 500 વિમાન, સસ્તી સફરના એંધાણ

Kishor

Last Updated: 11:17 PM, 16 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાકાળ બાદ હવાઈ મુસાફરોની માંગને લઈ એર ઈન્ડિયા દ્વારા 500 નવા વિમાનના ઓર્ડર કરવામાં આવી શકે છે.

  • કોરોનાકાળ બાદ ઉડ્ડયન ક્ષેત્રે ચેતનવંતા પ્રાણ પુરાયા 
  • એર ઈન્ડિયા આપી શકે છે 500 નવા વિમાનના  ઓર્ડર 
  • મુસાફરોની સંખ્યામાં ઉછાળોને લઈ નિર્ણય

કોરોના કાળ બાદ હવાઈ ​​મુસાફરોની સંખ્યામાં જોરદાર ઉછાળો આવ્યો હોવાથી ઉડ્ડયન ક્ષેત્રે ચેતનવંતા પ્રાણ પુરાયા છે. ત્યારે હવાઈ મુસાફરીની વધતી સંખ્યાને પગલે એર ઈન્ડિયા દ્વારા એકી સાથે 500 નવા વિમાન ઓર્ડર કરવાની દિશામાં કાર્યવાહી ચાલી રહી છે. જેને લઈને ટાટા જૂથ અન્ય એરલાઇન્સના દબદબાને પડકારી શકે છે.

ભારત તરફથી 500 એરક્રાફ્ટનો ઓર્ડર આવી રહ્યો છે

એરલીઝ કોર્પના ચેરમેન સ્ટીવન ઉદ્વાર હેજીએ એરલાઈન્સ ઈકોનોમિક્સ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું હતું કે રિકવરી બાદ એરલાઈન્સ તરફથી મોટા ઓર્ડર આવી રહ્યા છે જે બેકફૂટ પર હતી. પરંતુ હવે પોઝીટીવ ટ્રેન્ડ નજર આવી રહ્યો છે. વધુમાં તેમણે ઉમેર્યું કે ભારત તરફથી 500 એરક્રાફ્ટનો ઓર્ડર આવી રહ્યો છે, જેમાંથી 400 નેરો બોડી એરક્રાફ્ટ હશે જેમાં A320neos, A321neos and (Boeing) 737 MAXs નો સમાવેશ થઈ શકે છે આ ઉપરાંત, 100 વાઈડ-બોડી એરક્રાફ્ટનો ઓર્ડર અપાશે, જેમાં (boeing) 787s, 777X, (air bus A350s અને 777 freighters સમાવેશ થઈ શકે છે. જો કે, આ ડીલ અંગે હાલ ચર્ચા ચાલી રહી છે.

ચાર એરલાઈન્સને એર ઈન્ડિયા લિમિટેડમાં મર્જ કરવાની દિશામાં કાર્ય

મહત્વનું છે તે ટાટા ગ્રુપએ એર ઈન્ડિયાનું શુકણ સંભળ્યાને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. અને ટાટા જૂથ ઉડ્ડયન ક્ષેત્રમાં સતત વધારાને લઈને કામ કરી રહ્યું છે. તાજેતરમાં ટાટાએ એર ઈન્ડિયા અને વિસ્તારા એરલાઈન્સને મર્જ કરવાનો નિર્ણય લીધો છે. હવે ટાટા કંપની તેની ચાર એરલાઈન્સને એર ઈન્ડિયા લિમિટેડમાં મર્જ કરવાની દિશામાં કાર્ય કરી રહી છે. એર ઈન્ડિયામાં ટાટા સન્સ સાથે વિસ્તારાના સંયુક્ત સાહસના બાદ સિંગાપોર એરલાઈન્સ એર ઈન્ડિયાના નવા સ્વરૂપમાં 25.1 ટકા હિસ્સો ધરાવશે. હાલ સિંગાપોર એરલાઇન્સ ટાટા સિંગાપોર એરલાઇન્સમાં 49 ટકા હિસ્સો ધરાવે છે. મહત્વનું છે કે ટાટા સન્સ એર ઈન્ડિયા સાથે વિસ્તારાના મર્જર દ્વારા ઉડ્ડયન ક્ષેત્રમાં મોટું સામ્રાજ્ય જમાવવા માંગે છે. વિલીનીકરણના  બાદ એર ઈન્ડિયા એરક્રાફ્ટની સંખ્યા અને હિસ્સાની દ્રષ્ટિએ બીજી નંબરની એરલાઈન બની જશે. મહત્વનું છે કે જાન્યુઆરી 2022માં ટાટાએ ભારત સરકાર પાસેથી એર ઈન્ડિયાને હસ્તગત કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ