બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Mosham Mehta beat in UPSC exam

સિદ્ધિ / મહેનતની 'મોસમ' : UPSCની પરીક્ષામાં અમદાવાદની મોસમ મહેતા ઝળકી, પરિવારે કહ્યું દીકરીઓ ઘરની શાન

Dinesh

Last Updated: 05:01 PM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UPSCની પરીક્ષામાં અમદાવાદની મોસમ મહેતાએ બાજી મારી છે, 10 કલાક મહેનત કરી UPSC પરીક્ષામાં 814મો રેન્ક મેળવ્યો છે

  • મોસમ મહેતાએ UPSCમાં મારી બાજી
  • UPSC પરીક્ષામાં મેળવ્યો 814મો રેન્ક
  • મોસમ દરરોજ 10 કલાક કરતી હતી મહેનત


યુનિયન પબ્લિક સર્વિસ કમિશનએ સિવિલ સર્વિસીસ 2022 પરીક્ષાનું પરિણામ ગઈકાલે જાહેર થયું છે. UPSCની પરીક્ષામાં અમદાવાદની મોસમ મહેતાએ બાજી મારી છે, મોસમ મહેતાએ UPSC પરીક્ષામાં 814મો રેન્ક મેળવ્યો છે

UPSC પરીક્ષામાં 814મો રેન્ક મેળવ્યો
UPSCની પરીક્ષામાં અમદાવાદની મોસમ મહેતા અભિનંદ પાત્ર સફળતા હાંસલ કરી છે. મોસમ મહેતાએ UPSC પરીક્ષામાં 814મો રેન્ક મેળવ્યો છે. જે બાબતે દીકરીએ પરિવારને સફળતાનો શ્રેય આપ્યો છે. તેણે કહ્યું કે, રોજ 10 કલાકની મહેનતે સફળતા અપાવી છે અને મારા પરિવારનું સ્વપ્ન સાકાર થયું છે. અત્રે તમને જણાવી દઈએ કે, મોસમના પિતા બેન્ક ઑફ ઈન્ડિયાના ચીફ મેનેજર છે તેમજ મોસમની માતા GPCBમાં સાયન્ટિફિક ઓફિસર છે.

હંમેશા પોતાના પર ભરોશો રાખો: મોસમ
મોસમે કહ્યું કે, મારો લક્ષ્ય હતો કે, જેટલો સારો રેન્ક લાવી શકું તેટલો સારૂ લઈ આવું તેમજ રોજની 10 કલાક મહેનત કરી હતી. વધુમાં જણાવ્યું કે, હંમેશા પોતાના પર ભરોશો રાખો તેમજ હાર્ડવર્ક અને રિવિઝન ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે, આ સપનુ તો હું 2 વર્ષની હતી ત્યારે મને મારા દાદીએ આપ્યું હતું. 

માતા-પિતાએ શું કહ્યું
તેમના પિતાએ કહ્યું કે, મારે આઈએએસ બનવાનું સપનું હતું પણ હું બની શક્યો નહી પરંતુ મારી દીકરી એસએસસીમાં  હતી ત્યારથી મને લાગ્યું કે, તેનામાં સ્કીલ છે કે, યુપીએસસી પરીક્ષા પાસ કરી શકશે. તેમના પિતાએ કહ્યું કે, મેં મારી દીકરીને વિદેશ જવા માટે પણ છૂટ આપી હતી અને દીકરીએ આજે ઘરની શાન વધારી છે પરંતુ તેણે ના કહ્યું હતું કે, ના ઈન્ડિયાના ગ્રોથ માટે કામ કરવું છે. તેમની માતાએ કહ્યું કે, મોસમ જ્યારે બે વર્ષની હતી ત્યારે તેની દાદીએ કહ્યું હતું કે, મારો દીકરો આઈએસ ન બની શક્યો પણ તું થજે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ