બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad cyber crime arrested the accused of the gang who extorted money by hacking WhatsApp

અમદાવાદ / વોટ્સએપમાં આવા મેસેજ સાથે લિંક આવે તો લૉગ આઉટ કરી દેજો, હેક થયાના ઈશારો, અમદાવાદ પોલીસે એકને ઝડપ્યો

Dinesh

Last Updated: 11:36 PM, 23 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ahmedabad news: આરોપી એમ. ડી  રિઝવાન ઉર્ફે મોહમંદ દાનીસની વોટ્સએપ હેક કરીને છેતરપિંડી કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે

  • વોટ્સએપ હેક કરીને પૈસા પડાવતો આરોપી ઝડપાયો
  • આરોપી ઝારખંડ રાજ્યના જમશેદપુરનો રહેવાસી
  • લિંક ઓપન થતાં તમામ ઍક્સેસ મેળવી લેતો હતો આરોપી


વોટ્સએપ હેક કરીને પૈસા પડાવતી ગેંગના એક આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. ફેસબુક બાદ હવે વોટ્સએપ હેક કરીને મિત્રોને મેસેજ કરીને પૈસા મંગાવીને છેતરપિંડી આચરવામાં આવી હતી. ઝારખંડથી આરોપીની ધરપકડ કરીને સાયબર ક્રાઇમે વધુ પૂછપરછ હાથ ધરી છે

છેતરપિંડી કરવાના કેસમાં ધરપકડ 
આરોપી એમ. ડી  રિઝવાન ઉર્ફે મોહમંદ દાનીસની વોટ્સએપ હેક કરીને છેતરપિંડી કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપી ઝારખંડ રાજ્યના જમશેદપુરનો રહેવાસી છે. આરોપી  રિઝવાનએ અમદાવાદના એક યુવકનું વોટ્સએપ હેક કરી તેનો એક્સેસ મેળવી તેના મિત્રો પાસેથી પૈસા માંગી છેતરપિંડી આચરી હતી. સાયબર ક્રાઇમે ટેક્નિકલ એનાલિસિસ દ્વારા આરોપીને ઝારખંડથી ધરપકડ કરવામાં આવી છે. 

વોટ્સએપ હેક કરવાની મોડ્સ ઓપરેન્ડી
આરોપી રિઝવાનએ ફરિયાદીને  ફોન કરી પોતે કુરિયર બોયની ઓળખ આપી હતી. કુરિયર મેળવવા માટે ફરીયાદીને વોટ્સએપ પર લિંક મોકલી હતી. જે લિંક ઓપન કરતા આરોપીએ વોટ્સએપ હેક કરીને તમામ ઍક્સેસ મેળવી લીધા હતા. આરોપી 10 પાસ છે અને ઝારખંડમાં ઠગાઈ કરતી ગેંગ પાસેથી છેતરપિંડીની તાલીમ મેળવીને ઠગાઈના ધંધામાં આવ્યો હતો. આ ઠગ ગેંગ પાસેથી હેક કરવાની લિંક 5 હજારમાં ખરીદી હતી અને વોટ્સએપ હેક કરવાની મોડ્સ ઓપરેન્ડીથી ઠગાઈ શરૂ કરી હતી.

 વાંચવા જેવું: 'મને મારી કાજલ વગર ગમતું નથી, પત્ની અને મારા અસ્થિ સાથે પધરાવજો' રાજકોટના યુવાનનો આપઘાત પહેલા વીડિયો કંપાવી મૂકશે

20થી 25 લોકોને મેસેજ કર્યા હતા
આરોપીએ 20થી 25 લોકોને મેસેજ કર્યા હતા. તેમની પાસેથી 25 હજાર અને 9 હજારની રોકડ મંગાવીને છેતરપીંડી આચરી હતી.  આ ઠગ આરોપીએ 3થી 4 લોકોને ટાર્ગેટ કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હાલમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે આરોપીના મોબાઈલ કબજે લઈ વધુ તપાસ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ