બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad became a pothole: not one or two, more than 22 landslides disturbed people

હાલાકી / અમદાવાદ બન્યું ખાડાવાદ: એક-બે નહીં 22થી વધુ મસમોટા ભૂવાઓથી લોકો પરેશાન, ચક્કાજામના દ્રશ્યો

Priyakant

Last Updated: 11:49 AM, 16 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં વરસાદને કારણે કુલ 22 સ્થળો પર ભુવા પડ્યા, રોડની કામગીરી પર સવાલ ઉઠ્યા, આખરે અમદાવાદમાં પડેલા મસમોટા ભૂવાઓ ક્યારે પુરાશે ?

  • અમદાવાદમાં વરસાદને કારણે કુલ 22 સ્થળો પર ભુવા પડ્યા
  • આજે ઈસ્કોન મોલ ચાર રસ્તા,આશ્રમ રોડના વલ્લભસદન નજીક ભૂવો પડ્યો  
  • નિકોલના સુકન ચાર રસ્તાના રોડ પર મોટા-મોટા ખાડા પડ્યા
  • આખરે અમદાવાદમાં પડેલા મસમોટા ભૂવાઓ ક્યારે પુરાશે ? 

અમદાવાદમાં આવેલા ધોધમાર વરસાદમાં મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂમ કામગીરીની પોલ ખુલી છે. વરસાદના કારણે અમદાવાદમાં અનેક સ્થળોએ ભુવા પડ્યા છે. અમદાવાદમાં વરસાદને કારણે કુલ 22 સ્થળો પર ભુવા પડ્યા છે. જેથી રોડની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. જેમાં અમદાવાદના ઈસ્કોન મોલ ચાર રસ્તા પાસે ભુવો પડ્યો છે. જેને AMC દ્વારા કોર્ડન કરવામાં આવ્યો છે. આ સાથે નિકોલના સુકન ચાર રસ્તાના રોડની હાલત પણ કફોડી બની છે. અહીં રોડ પર મોટા-મોટા ખાડા પડ્યા છે. જેથી વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 

અમદાવાદમાં વરસાદને કારણે કુલ 22 સ્થળો પર ભુવા પડ્યા
 
અમદાવાદમાં ભારે વરસાદ બાદ અનેક મુશ્કેલીઓ ઊભી થઈ છે. જો તમે અમદાવાદ આવવાનું વિચારી રહ્યા હોય તો ખાડાનગરીમાં તમારું સ્વાગત છે. ખાડાનગરી શબ્દ સાંભળીને વિચારમાં ન પડતા. કેમ કે સ્માર્ટ સિટી અમદાવાદની સ્થિતિ હાલ કંઈક આવી જ છે. અમદાવાદમાં પ્રિ-મોન્સૂન પ્લાન પાછળ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યા બાદ પણ અમદાવાદવાસીઓને મળ્યા છે માત્ર ખાડા. ગત રવિવારે અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદે AMCના સત્તાધિશો અને કોન્ટ્રાક્ટરોની મિલિભગત ખુલ્લી પાડી દીધી. 12 ઈંચ વરસાદમાં અમદાવાદ પાણી-પાણી થઈ ગયું. પાણીનો સમયસર નિકાલ તો ન થયો પણ શહેરના માર્ગો પર અનેક ભૂવા પડી ગયા. અને આ ભૂવા પડયાને 6 દિવસ પણ પૂર્ણ થયા છે છતાં AMC હજુ સુધી ખાડા પુરવાની કામગીરી પૂર્ણ નથી કરી શક્યું.

ઈસ્કોન મોલ ચાર રસ્તા અને આશ્રમ રોડના વલ્લભસદન નજીક ભૂવો પડ્યો  

અમદાવાદમાં ભારે વરસાદ બાદ ઈસ્કોન મોલ ચાર રસ્તા પાસે ભુવો પડ્યો છે. જેને AMC દ્વારા કોર્ડન કરવામાં આવ્યો છે. અમદાવાદ વરસાદ બાદ ભુવા નગરી બન્યું હોવાનું ચિત્ર ઊભું થયું છે.  ઈસ્કોન મોલ ચાર રસ્તા પાસે ભુવો પડતા રોડની કામગીરી પર સવાલ ઉઠયા છે. જોકે હાલતો AMC દ્વારા કરવામાં ભુવાને કોર્ડન આવ્યો છે. પરંતુ આવા ભૂવાઓને કારણે કોઈનો જીવ જે તો જવાબદાર કોણ ?  આ તરફ અમદાવાદ શહેરમાં વધુ એક મસમોટો ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. આશ્રમ રોડના વલ્લભસદન નજીક પર ભૂવો પડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

નિકોલના સુકન ચાર રસ્તાના રોડ પર મોટા-મોટા ખાડા પડ્યા

અમદાવાદમાં આવેલા ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારમાં રોડ બિસ્માર બન્યા છે, ત્યારે નિકોલના સુકન ચાર રસ્તાના રોડની હાલત પણ કફોડી બની છે. અહીં રોડ પર મોટા-મોટા ખાડા પડ્યા છે. જેથી વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સાથે જ નિકોલ પોલીસ ચોકી ફરતે વરસાદી પાણી પણ હજુ ઓસર્યા નથી. જેથી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. આ રોડ ખરાબ થતાં સ્થાનિકોએ કોર્પેરેટરને આડેહાથ લીધા છે. સ્થાનિકોએ જણાવ્યું કે, કોર્પોરેટરની બેદરકારીને કારણે રોડ બિસ્માર થયો છે. કોર્પોરેટર માત્ર વોટ માંગવા સમયે જ લોકોની વચ્ચે આવે છે. જે બાદ ક્યારેય આવતા નથી.

કોન્ટ્રાક્ટરોની નબળી કામગીરી 

પ્રજા ટેક્સ તો ભરે પણ છે પણ તંત્ર સારી સુવિધા આપવામાં નિષ્ફળ રહ્યું છે. ક્યાંક રોડના કામ અધૂરા પડયા છે. ક્યાંક ખાડાનું કામ બાકી છે. તો ક્યાંક ખાડાનું રિપેશરગ કામ પણ હાથ ધરાયું નથી આ સ્થિતિ આખા અમદાવાદની છે. સ્થિતિ એ છે કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવાસસ્થાન પાસે જ મસમોટો ભૂવો પડયો છે. 11 તારીખથી પડેલા ભૂવાનું કામ હજુ સુધી પૂર્ણ થયું નથી. જે AMCની ઢીલી કામગીરીને દર્શાવે છે. ત્યારે સવાલ એ છે કે આખરે અમદાવાદમાં પડેલા મસમોટા ભૂવાઓ ક્યારે પુરાશે? 

 

નોંધનીય છે કે, અમદાવાદમાં વરસાદી પરિસ્થિતિને લઇને તંત્ર દ્વારા કંટ્રોલરૂમ તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કંટ્રોલરૂમ તૈયાર કરવામાં આવ્યો છે. જેના માટે તંત્રએ 1077 હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. જેમાં અત્યાર સુધી 100થી વધુ કોલ આવી ચુક્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ