બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad and Gandhinagar Metro was trialled between

વિકાસની વાત / VIDEO: અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાનું કામ પૂર્ણ, મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 વચ્ચે થયું ટ્રાયલ રન

Dinesh

Last Updated: 11:13 PM, 10 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Metro News: અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રોનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું. GNLU અને ગિફ્ટી સિટી વચ્ચે તથા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 વચ્ચે આ ટ્રાયલ કરવામાં આવ્યું હતું

અમદાવાદને ગાંધીનગર સાથે જોડવાનો મેટ્રોના બીજા તબક્કાનો પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. જેથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રોનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું. GNLU અને ગિફ્ટી સિટી વચ્ચે તથા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 વચ્ચે આ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. 

મેટ્રોના બીજા તબક્કાનું કામ પૂર્ણ
મેટ્રોનું ટ્રાયલ પૂર્ણ થયા બાદ મેટ્રો રેલ સેફ્ટીની ચકાસણી માટે વિનંતી કરવામાં આવશે. જેની મંજૂરી મળ્યા બાદ મે અથવા જૂન મહિનામાં મેટ્રો સેવા શરૂ થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેકટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી મહાત્મા મંદિર અને ગિફ્ટ સિટી લીંક સુધીનો છે. જે 28 કિલોમીટરનો છે. આ પ્રોજેક્ટમાં કુલ 22 સ્ટેશનને આવરી લેવામાં આવ્યા છે.

GNLU અને ગિફ્ટી સિટી વચ્ચે ટ્રાયલ
ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેકટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી મહાત્મા મંદિર તથા ગિફ્ટ સિટી લીંક સુધીનો છે. જે 28 કિમી અને 22 સ્ટેશનનો છે. જે પૈકી પ્રાયોરિટીના ભાગમાં 21 કિમીમાં મોટેરા સ્ટેડિયમ થી સેક્ટર-1 તથા GNLUથી ગિફ્ટ સીટી સુધી તબક્કાવાર ટ્રાઇલનું આયોજન કરાયું છે. જે પૂર્ણ થયા બાદ કમિશનર મેટ્રો રેલ સેફટીને ચકાસણી માટે વિનંતી કરશે અને તે મંજૂરી આવ્યા બાદ મે-જૂનમાં મેટ્રો રેલ સેવાઓ શરૂ કરવાનું આયોજન કરાયું છે.

વાંચવા જેવું: 'પાટીદાર સંસ્થાઓમાં રૂપિયાનું મહત્વ, સેવા ઘટી' પૂર્વ ગૃહ રાજ્યમંત્રી જુઓ કેમ આવું બોલ્યા?

આ સ્ટેશનો હશે
ગાંધીનગર મેટ્રો રૂટમાં સ્ટેશનની વાત કરીએ તો કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જુના કોબા, કોબા ગામ, જીએલએલયુ, પીડીઈયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોળાકૂવા સર્કલ, ઈન્ફોસિટી જેવા અન્ય સ્ટેશનનો સમાવેશ થઈ શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ