બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Vipul Chowdhury controversial statement on Patidar community

નિવેદન / 'પાટીદાર સંસ્થાઓમાં રૂપિયાનું મહત્વ, સેવા ઘટી' પૂર્વ ગૃહ રાજ્યમંત્રી જુઓ કેમ આવું બોલ્યા?

Dinesh

Last Updated: 07:18 PM, 10 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vipul Chaudhary Statement: વિપુલ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, કડવા અને લેઉઆ પાટીદાર સમાજ વેપારી થઈ ગયો હોવાનુ જણાવી પશુપાલન કરતા કોઈપણ પાટીદાર વ્યક્તિ પાટીદાર સંસ્થામાં રહ્યા નથી

મહેસાણા ખાતે પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં અર્બુદા સેનાની બેઠક મળી હતી. આ બેઠકમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ અંગે નિવેદન આપતા મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. વિપુલ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, કડવા અને લેઉઆ પાટીદાર સમાજ વેપારી થઈ ગયો હોવાનુ જણાવી પશુપાલન કરતા કોઈપણ પાટીદાર વ્યક્તિ પાટીદાર સંસ્થામાં રહ્યા નથી. 

 

'કડવા અને લેઉવા પાટીદાર સમાજ વેપારી થઈ ગયો'
તેમણે કહ્યું હતું કે, પાટીદાર સંસ્થાઓમાં રૂપિયાનું મહત્વ છે અને સેવાનું મહત્વ ઘટી રહ્યું છે. અર્બુદા સેના હવે અર્બુદા સેવા સમિતિ તરીકે કામ કરીને આંજણા ચૌધરી સમાજના સવા લાખ સભ્યોની નોંધણી કરશે. આ ઉપરાંત તેમણે ભાજપને સમર્થન કરતા ઉમેર્યુ હતુ કે, પ્રજાનો મત ભૂતકાળ કરતા ભાજપ જોડે વધુ છે. તેથી અર્બુદા સેવા સમિતિ સરકારને પૂરે પૂરૂ સમર્થન આપશે.

વાંચવા જેવું: સુરતના વકીલની બદસૂરત કરતૂત, છૂટાછેડા કરાવવા આવેલી મહિલાનો કર્યો રેપ, જણાવી 3 વખતની હકીકત

'પાટીદાર સંસ્થાઓમાં સેવાનું મહત્વ ઘટી રહ્યું છે'
વિપુલ ચૌધરીએ કહ્યું હતું કે, પાટીદાર સમાજની શૈક્ષણિક સંસ્થાઓનો કોઈ એવો સભ્ય બચ્યો નથી કે, જે કોઈ એસટી બસમાં જાય કે, પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલો હોય એવો કોઈ કાર્યકર તેમની કારોબારીમાં બચ્યો નથી. વિપુલ ચૌધરીએ ઉમેર્યું હતું કે, તેમને ત્યાં પૈસાનો મહત્વ વધતું હોય તેમજ સેવાનો મહત્વ ઘટતું જતું હોય તેવું દેખાઈ રહ્યું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ