બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / After the threat of resignation, Congress leaders united on MLA Kirit Patel issue, and said, 'We will not respond'

પ્રતિક્રિયા / રાજીનામાંની ચીમકી બાદ MLA કિરીટ પટેલ મુદ્દે કોંગ્રેસ નેતાઓ એક થયા, તમામે કહ્યું 'અમે કોઈ પ્રતિક્રિયા નહીં આપીએ'

Vishal Khamar

Last Updated: 11:30 PM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણનાં ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા કિરીટ પટેલે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સામે વ્યક્ત કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જે બાદ પક્ષનાં વરિષ્ઠ નેતાઓ સાથે વાત કરી હતી. આ બાબતે અમિત ચાવડાએ કહ્યું હતું કે કિરીટ પટેલના મુદ્દાનું સમાધાન આવી ગયું છે.

  • કિરીટ પટેલનાં નિવેદન બાબતે કોંગ્રેસનાં નેતાઓએ મૌન સેવ્યું
  • અમિત ચાવડાએ આ બાબતે કિરીટ પટેલ સાથે વાતચીત થઈ હોવાનું જણાવ્યું
  • તેમના મુદ્દાનું સમાધાન આવી ગયું છેઃ અમિત ચાવડા

 તાજેતરમાં જ આપ અને કોંગ્રેસનાં ધારાસભ્યો દ્વારા રાજીનામાં આપી દેતા હડકંપ મચી જવા પામ્યો હતો. કોંગ્રેસ દ્વારા વધુ ધારાસભ્યો રાજીનામાં આપે તે પહેલા તેઓને મનાવવાનાં પ્રયત્નો હાથ ધર્યા છે. કિરીટ પટેલ મુદ્દે VTV NEWS એ પક્ષનાં વરિષ્ઠ નેતાઓ સાથે વાત કરી કોંગ્રેસનાં નેતાઓ પાસેથી પ્રતિક્રિયા મેળવવાનો પ્રયાસ કર્યો હતો. 

તેમના મુદ્દાનું સમાધાન આવી ગયું છેઃ અમિત ચાવડા
આ બાબતે અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, મારે આમાં કોઈ પ્રતિક્રિયા આપવાની થતી નથી. આ અંગે અમિત ચાવડા કે અન્ય પ્રવક્તા પ્રતિક્રિયા આપશે. જે બાદ અમિત ચાવડા સાથે વાત કરતા તેઓએ પણ આ અંગે મારે કોઈ પ્રતિક્રિયા આપવી નથી. પરંતું એટલું જણાવ્યું હતું કે, મારે કિરીટ પટેલ સાથે વાત થઈ ગઈ છે. તેમનાં મુદ્દાનું સમાધાન આવી ગયું છે. 

કોંગ્રેસનાં કાર્યકરો કંઈ પણ બોલવા તૈયાર ન હતા
આ બાબતે પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને ફોન કરતા તેમનો ફોન સ્વીચ આવતો હતો. જે બાદ ભરતસિંહ સોલંકીએ પણ આ અંગે કંઈ કહેવાનું ટાળ્યું હતું.  તો સિદ્ધાર્થ પટેલે પણ તમામ ટોચનાં કાર્યકરોની જેમ કંઈ પણ પ્રતિક્રિયા આપવા તૈયાર ન હતા.

કિરીટ પટેલે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સામે વ્યક્ત કરી પોતાની નારાજગી 

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. ચર્ચાઓ મુજબ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોંગ્રેસનો હાથ છોડી શકે છે. રાજ્યમાં પક્ષ પલટાની મૌસમ વચ્ચે કોંગ્રસમાં ઉઢલપાથલના એંધાણ વર્તાઈ રહ્યાં છે. પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી છે.. નારાજગી અંગે સ્પષ્ટતા કરતા કિરીટ પટેલે કહ્યું કે, કોંગ્રેસ પક્ષે મને બે વાર ધારાસભ્ય બનાવ્યો છે એટલે પક્ષ સામે નારાજગીનો કોઇ પ્રશ્ન નથી. પરંતુ પક્ષના કેટલાક હોદ્દેદારોથી નારાજ છું.

અમને હરાવવાના પ્રયત્ન કરનારને પક્ષમાં હોદ્દા અપાયા: કિરીટ પટેલ 
પાટણના કોંગ્રેસી ધારાસભ્યએ આરોપ મૂક્યો કે, અમને હરાવવાના પ્રયત્ન કરનારને પક્ષમાં હોદ્દા અપાયા છે. ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃતિ રૂપિયા લઈને કરવામાં આવી છે અને આવા પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર વિરૂદ્ધ અમે પ્રદેશકક્ષાએ અનેક રજૂઆત કરી છે, છતાં કોઇ પગલા લેવામાં આવ્યાં નથી. આ સાથે કિરીટ પટેલે ચીમકી ઉચ્ચારી છે કે, જો ટુંક સમયમાં અમારી માગ પૂરી કરવામાં નહીં આવે તોચોક્કસ રાજીનામું આપીશું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ