બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / After Patan, now spying of mineral mafia in Mehsana: After GPS tracker, now Reiki than through WhatsApp, whose involvement?

ધરપકડ / પાટણ બાદ હવે મહેસાણામાં ખનીજ માફિયાઓનો જાસૂસીકાંડ: GPS ટ્રેકર બાદ હવે વોટ્સએપ દ્વારા કરતાં રેકી, કોની સંડોવણી?

Vishal Khamar

Last Updated: 07:08 PM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ખાણ ખનીજ વિભાગની જાસૂસીનાં અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે. ત્યારે પાટણમાં પણ સરકારી વાહનમાં જીપીએસ લગાવનાર શખ્શની પોલીસે ધરપકડ કરી છે. તો સુરેન્દ્ર નગરમાં ખનીજ માફીયાઓએ ભૂસ્તર વિભાગ અને પોલીસની હાજરીમાં જ પથ્થરમારો કર્યો. તો હવે મહેસાણામાં ખનીજ માફીયાઓ દ્વારા અધિકારીઓની જાસૂસી કરાતી હોવાનો પર્દાફાશ થયો હતો.

  • પાટણમાં સરકારી વાહનમાં GPS લગાવનાર શખ્શની ધરપકડ
  • સુરેન્દ્રનગરમાં ખનીજ માફીયાઓ બન્યા બેફામ
  • કોન્ટ્રાકરો પર ભૂસ્તર વિભાગ અને પોલીસની હાજરીમાં જ પથ્થરમારો કર્યો
  • મહેસાણામાં પણ  અધિકારીઓની રેકીનો થયો પર્દાફાશ

 પાટણમાં ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડીમાં જીપીએસ ટ્રેક્ટર લગાવવા મામલે બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા કેસની ગંભીરતાને લઈ તપાસ હાથ ધરી હતી. જેમાં ખાણ ખનીજ વિભાગની ટીમમાં જીપીએસ ટ્રેકર લગાવનાર સરસ્વતી તાલુકાનાં સાંપ્રાનાં મહાદેવપુરા ગામનાં વિક્રમ ઠાકોર નામનાં શખ્શને પોલીસે ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે જીપીએસ મશીન લગાવનાર શખ્શ પકડાતાની સાથે જ આરોપીને મશીન આપનાર લાલા ભરવાડ નામનો શખ્શ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. 

કોન્ટ્રાકરો પર ભૂસ્તર વિભાગ અને પોલીસની હાજરીમાં જ પથ્થરમારો કર્યો

સુરેન્દ્રનગરમાં કાયદો વ્યવસ્થાનું નહીં, પણ છે ખનીજ માફિયાનું રાજ. ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરતા પોલીસના પગ પણ કાંપે છે થરથર. આવું એટલા માટે કહેવું પડે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયા એટલા બેફામ બન્યાં છે કે પોલીસની હાજરીમાં જ હુમલો કરી રહ્યાં છે. સરકારી કામમાં પણ બાંધા ઉભી કરી રહ્યાં છે. ખનીજ માફિયાઓએ ખોદેલી ખાણો પુરવા માટે સરકારે ગ્રાન્ટ મંજૂર કરી છે. જેથી વહીવટી તંત્રે ખાણો પૂરવાનું શરૂ કર્યું છે. પરંતુ કોન્ટ્રાક્ટરો ખાણ પુરે તે પહેલા ખનીજ માફિયાઓ કામ અટકાવ્યું અને કોન્ટ્રાકરો પર ભૂસ્તર વિભાગ અને પોલીસની હાજરીમાં જ પથ્થરમારો કર્યો. એટલું જ નહીં કોન્ટ્રાક્ટરો પર પથ્થરમારો કર્યો હોવા છતાં પોલીસ મૂકપ્રેક્ષક બનીને જોઈ રહી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસ ખનીજ માફિયાઓ પાસેથી હપ્તો લેતી હોવાથી કોઈ કાર્યવાહી કરતી નથી..પોલીસ હપ્તારાજને કારણે ખનીજ માફિયાઓને બચાવતી હોવાનો પણ આક્ષેપ છે.. ત્યારે અહીં સવાલ થાય કે શું ખરેખર તંત્ર ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરશે કે પછી કાર્યવાહીના નામે માત્ર દેખાડો કરશે.

મહેસાણા જીલ્લામાં પણ અધિકારીઓની જાસૂસી થતી હોવાનો પર્દાફાશ થયો

મહેસાણા જિલ્લામાં પણ અન્ય જિલ્લા ની જેમ ખાણ ખનીજ, RTO, મામલતદાર સહિત ના અધિકારી ઓની રેકી કરવાનો મોટો પર્દાફાશ થયો છે. કડી માં થોડા દિવસો અગાઉ બાતમી ના આધારે ખાણખનીજ વિભાગે રેડ કરી હતી.ખાણ ખનીજ વિભાગે ડમ્પર અને જીસીબી જપ્ત કર્યું હતું ત્યારે આરોપીઓ તેમના વાહનો છોડાવવા આવતા ખાણ ખનીજ અધિકારીઓએ તેમની પૂછપરછ કરી આરોપીઓના મોબાઈલ ચેક કરતા અકલ્પનિય માહિતીઓ નો પર્દાફાશ થયો. આ બંને આરોપીના મોબાઈલ માં બે થી વધુ વોટ્સઅપ ગ્રુપ એવા હતા જેમાં અંદાજે 1000 લોકો જોડાયેલા હતા તેમને માહિતી મળી જતી હતી કે અધિકારી ની ગાડી અહીં થી નીકળી છે અને આ તરફ જઈ રહી છે. અધિકારીઓ ના ઘર ની આસપાસ ની ગતિવિધિઓની પણ આ માફિયા અને તેમના મળતીયા બનાવેલ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી સચેત કરી દેતા હતા જેથી તેમનું ગેરકાયદેસર કાર્ય ઝડપાય નહિ. ખાણ ખનીજ અધિકારીના જણાવ્યા મુજબ જો આ ગ્રૂપ ના સભ્યોની તાપસ ઝીણવટ ભરી કરવામાં આવે તો ગુજરાતમાં પણ આ પ્રકાર ની સ્થિતિ નો પર્દાફાશ થઈ શકે છે.

મહેસાણા પોલીસ દ્વારા બે વ્યક્તિઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
ખાણ ખનીજ વિભાગ દ્વારા મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાલમાં આ સમગ્ર બાબતે ફરિયાદ નોંધાવી છે. મહેસાણા પોલીસે પણ સમગ્ર બાબતે તપાસ કરતા જાણવા મળ્યું કે આવા ખનીજ માફિયા બે થી વધુ ગ્રુપ બનાવી અધિકારીની ગાડી નીકળે છે , ક્યાં ઉભી રહી , હવે કઈ તરફ જવા નીકળી વગેરે માહિતી શાતીર ખનીજ માફિયાઓ એ બે થી વધુ વોટ્સઅપ ગ્રુપ બનવી અધિકારીઓ સાથે આસપાસ માણસો ગોઠવી રેકી કરાવી વોટસપ ગૃપમાં  મેસેજ મેળવી પોતાનો કાળો કારોબાર ચલાવવા નો મહેસાણા ખાણ ખનીજ વિભાગ અને પોલીસે પર્દાફાશ કર્યો છે. હાલ માં આ ગ્રૂપ માં કોણ કોણ એડ છે અને આ ગ્રુપો કોને બનાવ્યા અને ખાસ કયા લોકોની સીધી સંડોવણી છે તે દિશામાં પકડાયેલ બે આરોપી ના રિમાન્ડ મેળવી FSL ની મદદ લઇ હજુ મોટો પર્દાફાશ થશે તેવા સંકેત પણ આપી રહ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ