બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / Adaptability in household life, stay away from vain rush, Happy Saturday to the people of this zodiac sign, see today's horoscope
Dinesh
Last Updated: 07:30 AM, 11 February 2024
આજનું પંચાંગ
11 02 2024 રવિવાર
માસ મહા
પક્ષ સુદ
તિથિ બીજ
નક્ષત્ર શતતારા
યોગ પરિઘ સવારે 10:37 પછી શિવ
કરણ બાલવ સવારે 10:56 કૌલવ
રાશિ કુંભ (ગ.સ.શ.ષ.)
ADVERTISEMENT
મેષ (અ.લ.ઈ)
આ રાશિના જાતકોને કામકાજમાં પરિસ્થિતિ સુધરતી જણાશે તેમજ નોકરી-ધંધામાં સારી તકો મળશે અને કોઈપણ જાતના વ્યસનોથી દૂર રહેવું તેમજ સંતાનો બાબતે સામાન્ય ચિંતા રહેશે
વૃષભ-(બ.વ.ઉ)
મકાન-વાહનને લગતા સુખમાં વધારો થશે અને બચત કરી નાણાકીય વ્યય રોકશો તેમજ કુટુંબમાં સામાન્ય સ્વાર્થનો ભાવ જણાશે,કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી
ADVERTISEMENT
મિથુન (ક.છ.ઘ)
શારીરિક અને માનસિક થાક અનુભવશો અને આર્થિક પરિસ્થિતિ સમતોલ કરી શકશો તેમજ નકારાત્મક વિચારોને મનથી દૂર રાખો, ખાવાપીવામાં કાળજી રાખવી
કર્ક (ડ.હ)
અસંતોષની લાગણી રહ્યા કરશે અને આર્થિક પાસુ મજબૂત બનશે તેમજ સ્નેહી સ્વજનોની મુલાકાત પ્રસન્નતા આપશે તેમજ ગૃહસ્થજીવનમાં સાનુકૂળતા જણાશે
સિંહ (મ.ટ)
સિંહ રાશિના જાતકોને સારા અને સાચા ખર્ચામાં ધન વ્યય થાય તેમજ વિદેશથી મોટા લાભની સંભાવના અને ભાગીદારો સાથે મતભેદ જણાય તેમજ ક્રોધ,ચંચળતા ઉપર સંયમ રાખવો
કન્યા (પ.ઠ.ણ)
આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે અને દામ્પત્ય જીવનમાં શાંતિ જણાશે તેમજ આપના પ્રભાવ અને વર્ચસ્વમાં વધારો થશે અને તણાવ અને ટેન્શનથી દૂર રહેવું
તુલા (ર.ત)
તુલા રાશિના જાતકોને હરિફાઈવાળા કામમાં વિજય થશે તેમજ કરેલી મહેનત ફળદાયી બનશે અને સાસરાપક્ષથી લાભ મળશે, વ્યર્થ દોડાદોડીથી દૂર રહેવું
વૃશ્ર્વિક (ન.ય)
પારિવારિક જીવન સુખમય રહેશે અને સંતાનોના પ્રશ્નોમાં હળવાશ અનુભવશો તેમજ કામકાજમાં વૃદ્ધિ થશે, આવકના નવા સાધનો પ્રાપ્ત થશે
ધન (ભ.ધ.ફ.ઢ)
ધન રાશિના જાતકોને રોજગારીની નવી તકો મળશે તેમજ કામમાં આનંદની અનુભૂતિ થશે, ધાર્મિક કામમાં મન લાગશે અને મોસાળ પક્ષે લાભ મળશે
મકર (ખ.જ)
મકર રાશિના જાતકોને ધંધાકીય યોજનાઓ સફળ બનશે તેમજ મોટા ભાઈથી સહયોગ મળશે અને કારણ વગરના વાદ-વિવાદથી બચવું તેમજ આર્થિક લાભ સામાન્ય જણાશે
કુંભ (ગ.શ.ષ.સ)
માનસિક સાધારણ પરેશાની રહેશે અને કામકાજમાં નિષ્ફળતાથી બચવું તેમજ ધંધાકીય સફળતામાં અવરોધ જણાશે, આર્થિક બાબતે સામાન્ય પરેશાની રહેશે
મીન (દ.ચ.ઝ.થ)
વ્યક્તિગત ઓળખાણ લાભ કરાવશે તેમજ નાના-મોટા રોકાણ કરવામાં સમય શુભ છે અને નોકરી-ધંધામાં ઉન્નતિ જણાશે, તબિયત બાબતે અનુકૂળતા જણાશે
વાંચવા જેવું: કયા રંગનો રૂમાલ અપાવે છે સફળતા? તમારી રાશિ અનુસાર જાણો તમારો લકી કલર
શુભાંક - આજનો શુભ અંક છે 2
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
શુભ સમય - આજે શુભ સમય સવારે 9:06 થી 12:28 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 4:30 થી 6:00 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર - નૈઋત્ય
રાશિ ઘાત - મેષ રાશિ (અ.લ.ઈ.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.