બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 03:00 PM, 10 February 2024
ADVERTISEMENT
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એક એવો રૂમાલનો ઉપાય છે જેને કરવાથી વ્યક્તિના દરેક બગડેલા કામ બની જાય છે. હકીકતે રાશિ અનુસાર વ્યક્તિ પોતાના રંગના રૂમાલનો ઉપયોગ કરે તો તેને ઈન્ટરવ્યૂમાં સફળતા મળે છે.
ADVERTISEMENT
મેષ
આ રાશિનો સ્વામી મંગળ છે આજ કારણ છે કે તેના માટે લાલ પીળા, ગુલાબી અને ગેરૂ રંગના રૂમાલ શુભ છે. તેના કારણે તેમને દરેક કાર્યમાં સફળતા મળશે.
વૃષભ
આ રાશિનો સ્વામી શુક્ર છે. જેના કારણે તેના માટે સફેદ, લીલા, ફિરોઝી અને સિલ્વર રંગનો રૂમાલ શૂભ રહેશે. આ રંગ તેમના માટે શુભ સમાચાર લાવવામાં મદદ કરશે.
ADVERTISEMENT
મિથુન
આ રાશિનો સ્વામી બુધ છે માટે તેમના માટે લીલો, વાગળી, જાંબલી કે સી ગ્રીન રંગનો રૂમાલ શુભ હોય છે. તેનાથી વ્યક્તિના કોન્ફિડન્સ લેવલમાં વધારો થાય છે.
ADVERTISEMENT
કર્ક
આ રાશિનો સ્વામી ચંદ્રમા છે માટે તેના માટે સફેદ, ગુલાબી, ક્રીમ કે ગેરૂ રેગનો રૂમાલ શુભ છે. આ રૂમાલ સાથે રાખવાથી સોસાયટીમાં વ્યક્તિની ઈજ્જત વધે છે.
સિંહ
આ રાશિનો સ્વામી સૂર્ય છે જેના કારણે તેમના માટે લાલ, ગેરૂ, ગુલાબી, પીળો અને સફેદ રંગના રૂમાલ રાખવા શુભ માનવામાં આવે છે. આમ કરવાથી વ્યક્તિના મનમાં પોઝિટિવિટી વધે છે.
ADVERTISEMENT
કન્યા
આ રાશિના લોકો માટે ગ્રીન, બ્લૂ, જાંબલી અને પીળા રંગના રૂમાલ ખૂબ જ શુભ છે. તેનાથી બુદ્ધિમાં તેજી આવે છે.
તુલા
આ રાશિના લોકો સફેદ અને ગુલાબી રંગનો રૂમાલ સાથે રાખે. આમ કરવાથી કરિયરમાં પ્રગતિ મળશે અને ધનનો લાભ પણ થશે.
ADVERTISEMENT
વૃશ્ચિક
આ રાશિના લોકોએ લાલ, ગુલાબી, સફેદ અને ગેરૂઆ રંગના રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ. જે શુભ હશે.
ધન
આ રાશિના લોકોએ પીળા, ગુલાબી અને ગેરૂઆ રંગના રૂમાલ રાખવા શુભ હોય છે. આમ કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે.
મકર
મકર રાશિ આ રાશિના લોકો બ્લૂ, કાળા અને જાંબલી રંગના રૂમાલ રાખે તે શુભ છે. તેનાથી કરિયરને પ્રોત્સાહન મળે છે.
કુંભ
આ રાશિ માટે લીલો, બ્લૂ અને કાળા રંગનો રૂમાલ રાખવો શુભ છે. તેનાથી લાઈફમાં આગળ વધવામાં મદદ મળે છે.
વધુ વાંચો: શનિની સાડાસાતીથી મળી જશે છૂટકારો, આજે જ કરો આ ઉપાય, તમામ ઈચ્છાઓ પણ થશે પૂર્ણ
મીન
આ રાશિ માટે પીળા, ગેરૂ, લાલ અને સફેદ રંગના રૂમાલને રાખવા શુભ માનવામાં આવે છે. તેનાથી આત્મવિશ્વાસ અને સકારાત્મક ઉર્જાને વધવામાં મદદ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.