બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / actor naresh babu got married fourth time without divorcing third wife rules of marriage in Hindu law
Last Updated: 11:05 PM, 10 March 2023
ADVERTISEMENT
સાઉથના અભિનેતા અને મહેશ બાબુના કઝીન નરેશ બાબુએ અભિનેત્રી પવિત્રા લોકેશ સાથે લગ્ન કરી લીધા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આ તેના ચોથા લગ્ન છે અને તેના કારણે તે ચર્ચામાં છે. લગ્ન દરમિયાનના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અને ચાહકો તેમને આ ખાસ અવસર પર અભિનંદન આપી રહ્યા છે. પરંતુ નવાઈની વાત એ છે કે નરેશ બાબુએ પોતાની ત્રીજી પત્નીને છૂટાછેડા લીધા વગર ચોથી વાર લગ્ન કરી લીધા છે. આ હિંદુ લગ્ન કાયદાની વિરુદ્ધ છે. જેના પગલે નરેશ બાબુ પણ મુશ્કેલીમાં ફસાઈ શકે છે. ચાલો જાણીએ હિંદુ કાયદો શું કહે છે અને લગ્નના નિયમો શું છે...

કાયદાના નિયમો શું છે?
હિંદુ કાયદા મુજબ એવું માનવામાં આવે છે કે જે દંપતી પહેલાથી જ પરિણીત છે તેમાંથી કોઈપણ ફરીથી લગ્ન કરવા માંગે છે તો તેણે તેમના જીવનસાથીને છૂટાછેડા આપવા પડશે. હિંદુ મેરેજ એક્ટ મુજબ વ્યક્તિ કાયદેસર રીતે અલગ થયા પછી જ ફરીથી લગ્ન કરી શકે છે. જો કોઈ વ્યક્તિ તેના જીવનસાથી સાથે છૂટાછેડા લીધા વિના બીજા લગ્ન કરે છે તો તે હિન્દુ મેરેજ એક્ટ મુજબ અમાન્ય ગણવામાં આવશે. આ મુજબ કહી શકાય કે નરેશ બાબુના મામલામાં તેમની ત્રીજી પત્ની રામ્યા એકમાત્ર એવી વ્યક્તિ છે જેને નરેશ બાબુના આ લગ્ન વિરૂદ્ધ કેસ દાખલ કરવાનો અધિકાર છે. જો કે, રામ્યાના પક્ષ તરફથી હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
ADVERTISEMENT
Seeking your blessings for a life time of peace & joy in this new journey of us🤗
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 10, 2023
ఒక పవిత్ర బంధం
రెండు మనసులు
మూడు ముళ్ళు
ఏడు అడుగులు 🙏
మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు
- మీ #PavitraNaresh ❤️ pic.twitter.com/f26dgXXl6g
ADVERTISEMENT
રામ્યાએ છૂટાછેડા લેવાની ના પાડી દીધી છે
જણાવી દઈએ કે રામ્યા પહેલા જ કહી ચૂકી છે કે તે નરેશને ડિવોર્સ નહીં આપે. નરેશ અને રામ્યા પ્રેમમાં પડ્યા અને બંનેએ લગ્ન કરી લીધા. આ લગ્નથી દંપતીને એક પુત્ર પણ છે. થોડા સમય પહેલા રામ્યાએ આ બાબતે કહ્યું હતું કે- મેં મારા પુત્ર માટે ઘણું સહન કર્યું છે. હું મારા પતિ સાથે રહીશ. ભલે ગમે તે થાય, હું તેને ક્યારેય છૂટાછેડા આપીશ નહીં.
ચોથા લગ્ન પર નરેશે શું કહ્યું?
નરેશ તેના ચોથા લગ્નને લઈને ખૂબ જ ખુશ છે. આ ખાસ પ્રસંગે ટ્વિટર પર વીડિયો શેર કરતા તેણે કહ્યું- નવી શરૂઆત, ભગવાન કરે તમારા બધાના આશીર્વાદ મળે અને હું શાંતિપૂર્ણ દાંપત્ય જીવન જીવું. એક પવિત્ર સંબંધ. બે મગજ, સાત પગલાં અને તમારા બધા પાસેથી આશીર્વાદની અપેક્ષા. તમારા પવિત્રા નરેશ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.