બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:22 PM, 29 March 2024
બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટાર કિડ છે જે પોતાના ડેબ્યૂની રાહ જોઈ રહ્યા છે. તેમાંથી એક છે શોલેના સૂરમા ભોપાલી એટલે કે એક્ટર જગદીપની પૌત્રી અને બોલિવુડ એક્ટર અને કોમેડિયન જાવેદ જાફરીની દિકરી અલાવિયા જાફરી, જે બોલિવુડ ડેબ્યૂ પહેલા ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. અને હવે તેના ફોટો શાહરૂખ ખાનની સાથે વાયરલ થઈ રહ્યા છે. જેમાં શાહરૂખ ખાન તેને ફોરહેડ પર કિસ કરતા પોતાના આશીર્વાદ આપતા જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
શાહરૂખ સાથે જોવા મળી જાવેદ જાફરીની દિકરી
ઈન્સ્ટાગ્રામ પર ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જેમાં શાહરૂખ ખાનની સાથે જાવેદ જાફરીની દિકરી જોવા મળી રહી છે. એક તસવીરમાં શાહરૂખ ખાન અલાવિયા જાફરીને ભેટતા જોવા મળી રહ્યા છે તો બીજા ફોટોમાં શાહરૂખ તેમના માથા પર કિસ કરતા અને તેમને આશીર્વાદ આપતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર જાવેદ જાફરીની દિકરી અલાવિયા અને શાહરૂખ ખાનના ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને હજારો લોકો તેને અત્યાર સુધી લાઈક કરી ચુક્યા છે.
સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અલાવિયા
અલાવિયા જાફરી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેમના 2.7 લાખથી વધારે ફોલોએર્સ છે. જેના માટે તે પોતાના સુંદર ફોટો શેર પણ કરે છે. અમુક સમય પહેલા જાવેદ જાફરીની દિકરીએ પોતાની ફેસ સર્જરી કરાવી હતી જેના કારણે તે ચર્ચામાં રહી. જ્યારે તેમણે હોઠ અને આંખો માટે ફિલર્સનો સહારો લીધો હતો અને આ સર્જરીના કારણે તેમને ઘણી તકલીફનો સામનો કરવો પડ્યો હતો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT