બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / According to the Sun's transit, Makar Sankranti is on Monday

Makar Sankranti 2024 / સૂર્યના ગોચર પ્રમાણે તો સોમવારે છે મકરસંક્રાંતિ: આ વસ્તુઓનું દાન કરવાથી મળશે અનેક ગણો લાભ

Pooja Khunti

Last Updated: 03:24 PM, 14 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વખતે સૂર્ય 14 જાન્યુઆરી 2024ના રોજ રાત્રે 2:44 મિનિટે રાશિ પરિભ્રમણ કરી મકર રાશિમાં પ્રવેશ કરતો હોવાથી ઉદીયાત તિથી પ્રમાણે 15મી તારીખે સોમવારે સવારે 9:24થી સાંજે 6:14 કલાક સુધી મકરસંક્રાંતિ ઉજવવામાં આવશે. જાણો વિશેષમાં ડૉ. મહેન્દ્ર પંડ્યા શું કહે છે.

  • પ્રાચીનકાળથી સૂર્ય ઉપાસનાનું મહત્વ રહેલું છે
  • સૂર્ય મકરમાં પ્રવેશતાં કમુરતા પૂર્ણ થાય છે 
  • ઉત્તરાયણ એટલે દેવતાઓનો દિવસ 

ડૉ. મહેન્દ્ર પંડ્યાએ જણાવ્યું કે, સમગ્ર ભારત વર્ષમાં મકરસંક્રાંતિ પર્વ વિવિધ રીતે ઉજવાય છે. ગુજરાતમાં મકરસંક્રાંતિને ઉતરાયણ કહેવાય છે. મહારાષ્ટ્રમાં મકરસંક્રાંતિ, પંજાબ-હરિયાણામાં લોરી, તમિલનાડુમાં પોંગલ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં સંક્રાંતિ તરીકે ઓળખાય છે. જ્યોતિષશાસ્ત્રના નિયમ પ્રમાણે મંકર સંક્રાંતિ 14 જાન્યુઆરીના દિવસે થતી હોવાથી આ તહેવાર 14 જાન્યુઆરીએ ભારતભરમાં ઉજવાય છે. પરતું આ વખતે સૂર્ય 14 જાન્યુઆરી 2024ના રોજ રાત્રે 2:44 મિનિટે રાશિ પરિભ્રમણ કરી મકર રાશિમાં પ્રવેશ કરતો હોવાથી ઉદીયાત તિથી પ્રમાણે 15મી તારીખે સોમવારે સવારે 9:24થી સાંજે 6:14 કલાક સુધી મકરસંક્રાંતિ ઉજવવામાં આવશે. 

સૂર્ય ઉપાસના
પ્રાચીનકાળથી સૂર્ય ઉપાસનાનું મહત્વ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં આર્યો સૂર્ય તત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા. વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાપ્ત થાય છે. પ્રાચીન ગ્રંથો મુજબ, સૂર્ય પાસે કલ્યાણ થાય તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય તેવી માંગણી કરવામાં આવી છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકરસંક્રાંતિ કહે છે. જયોતિષશાસ્ત્ર મુજબ આ સંક્રાંતિમાં સૂર્ય પૂજા-ઉપાસનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. સૂર્ય મકરમાં પ્રવેશતાં કમુરતા પૂર્ણ થાય છે અને લગ્નાદિ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે. મકરસંક્રાંતિનું વિશેષ મહત્ત્વ હોવાથી મહાભારત કાળમાં ભીષ્મએ મકરસંક્રાંતિમાં જ દેહ છોડવાનું પસંદ કર્યું હતું.

ઉત્તરાયણ એટલે દેવતાઓનો દિવસ 
સંક્રાંતિ એટલે ગતિ. એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં પ્રવેશ કરવું તે. આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી વિદાય લઈ મકર રાશિમાં પ્રવેશ કરે છે. એટલે મકરસંક્રાંતિ તરીકે ઓળખાય છે. આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ સહેજ ગતિ કરે છે. ઉત્તર તરફ નમે છે. એટલે ઉત્તરાયણ પણ કહેવાય છે. મકરસંક્રાંતિ એટલે કે 14 જાન્યુઆરીથી 6 માસ સુધીનો સમય એટલે ઉત્તરાયણ. ઉત્તરાયણ એટલે દેવતાઓનો દિવસ. ઉત્તરાયણના 6 માસ દરમિયાન મૃત્યુ થાય તો જીવ વૈકુઠમાં સ્થાન પામે છે. ઉત્તરાયણના 6 માસ પૂરા થાય એટલે દક્ષિણાયનના 6 માસ શરૂ થાય છે. છ માસ સુધી દક્ષિણાયન એટલે દેવતાઓની રાત્રિ કહેવાય છે. દક્ષિણાયનમાં મૃત્યુ પામનાર જીવ ચંદ્રનો પ્રકાશ મેળવી ફરીથી સંસારમાં જન્મ લે છે. વિવિધ પ્રકારની સંક્રાંતિ એટલે પહોંચવું, સ્થાન બદલવું, દાખલ થવું વગેરે તેનો અર્થ થાય છે. વર્ષમાં કુલ 12 સંક્રાંતિ થાય છે. 

ખાસ કરીને સંક્રાંતિના ચાર વિભાગ છે.

  • અયનસંક્રાંતિ- મકરસંક્રાંતિ અને કર્કસંક્રાંતિ (દક્ષિણાયન) (ઉત્તરાયણ)
  • વિષુવસંક્રાંતિ- મેષસંક્રાંતિ અને તૂલાસંક્રાંતિ (રાત-દિવસ સરખા હોય છે)
  • ષડશીત સંક્રાંતિ- જેમાં મિથુન કન્યા ધન અને મીનસંક્રાંતિ
  • વિષ્ણુપદી સંક્રાંતિ- જેમાં વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુંભસંક્રાંતિ

વિશેષમાં વાર અને નક્ષત્ર સાથે સંકળાયેલી સંક્રાંતિમાં મન્દા, મંદાકીની, ધ્વંશી, હોરા, મહોદરી, રાક્ષસી તથા વિશ્રીતા આ તમામે તમામ પ્રકારની સંક્રાંતી અતિપૂણ્યદાયક ગણાય છે. સંક્રાંતિ કાળમાં કરેલા દાન-પૂણ્ય-વ્રત અક્ષયપુણ્ય આપનારા બને છે. તેથી જ મકર સંક્રાંતિએ તલ, ગોળ, શેરડી , અનાજ, સોનું, ચાંદી, કંબલ વગેરે દાનમાં આપવાની પ્રણાલી છે. 

વાંચવા જેવું: ઉત્તરાયણના દિવસે અવશ્ય દાન કરો આ 7 ચીજ, પૂર્ણ થશે તમામ મનોકામના, નહીં પડે પૈસાની તંગી

ઉત્તરાયણે સૂર્ય ઉપાસના

જળ અર્પણ કરવું 
ઉત્તરાયણે સવારમાં વ્હેલાં ઠંડા પાણીમાં તલ ઉમેરીને તલસ્નાન કરવાનું મહાત્મ્ય છે. ત્યારબાદ તાંબાનાં પાત્રમાં જળ ભરી તેમાં ચંદન, પુષ્પ અને અક્ષત ઉમેરી સૂર્યનારાયણને અર્ધ્ય આપવાથી સૂર્યનારાયણ ભગવાન ઉપાસકના જીવનમાં તેજ અને નીરોગીતા પ્રદાન કરે છે.

આદિત્ય હ્રદય સ્તોત્રના પાઠ 
વિશેષમાં શ્રીવિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ અતિ ઉત્તમ ફળ પ્રદાન કરે છે. આદિત્ય હ્રદય સ્તોત્રના પાઠ કરવાથી તમામ ગ્રહ પીડામાંથી મુક્તિ મળે છે. 

પિતૃ ઉપાસના 
આ દિવસે પિતૃ ઉપાસના પણ ઉત્તમ ફળદાયી છે. આ દિવસે સૂર્યોદય પહેલા તાંબાનાં પાત્રમાં સાકર મીશ્રીત જળ ભરીને પીપળે જળ ચડાવવાથી પિતૃઓ ખૂબ પ્રસન્ન થાય છે. 

બલરામનું ચીત્ર અંકિત કરવાની પ્રથા
આ દિવસે વામન ભગવાન બલરામ પાસે વરદાન માગવા આવ્યા હતા. બલરામ ત્રણ ડગલા પૃથ્વી આપે છે. બલરામ કહે છે કે દર મકર સંક્રાંતિએ હું પૃથ્વી ઉપર આવીશ. લોકોને ભેટ સોગાદ આપીશ. દાન-ધર્માદા કરીશ. આ રીતે વામન ભગવાને તેમની ઈચ્છા મુજબનું વરદાન આપ્યું. તે યાદમાં આંધ્રપ્રદેશ અને દક્ષિણ પ્રાંતમાં આ દિવસે આંગણામાં રથ ઉપર સવાર બલરામનું ચીત્ર અંકિત કરવાની પ્રથા છે.

ઘઉં, બાજરી કે જુવારનો ખીચડો બનાવવામાં આવે 
મકરસંક્રાંતિનો મહત્વપુર્ણ સમય પરિવર્તનનો સમય છે. જુનું તજી અને નવું અપનાવવાનો સમય છે. ગુજરાતમાં આ સમયે ધાન્યની અને તલની મિઠાઇઓ, ખાધ પદાર્થો બનાવી દાન કરવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારનો ખીચડો બનાવવામાં આવે છે. બહેન-દિકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે. આવી માન્યતાઓ ગુજરાતીઓમાં પ્રવર્તે છે. આ ઉપરાંત ઘઉંની ઘૂઘરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે.

આ દિવસે યાત્રા-પ્રવાસ કરવા અનુચિત માનવામાં આવે છે
ભારતનાં અન્ય પ્રાંતોમાં આજનાં દિવસે માલિક પોતાનાં નોકરોને અન્ન,વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન-ભેટ સ્વરૂપે આપે છે. નાની બાળાઓનાં હસ્તે પશુ,પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે. આ દિવસે યાત્રા-પ્રવાસ કરવા અનુચિત માનવામાં આવે છે. કારણકે આ દિવસ કુટુંબ-પરિવારનાં મિલન અને પરિવાર માટે સમર્પણનો છે.આ દિવસે ગુરુજનો પોતાનાં શિષ્યોને આશિષ આપે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ