બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / According to health experts, painkillers should be consumed once in 12 hours
Sanjay Vibhakar
Last Updated: 12:56 PM, 27 February 2024
જ્યારે કોઈ મહિલા કે છોકરી પીરિયડ્સમાં થાય છે ત્યારે તેને પેટમાં દુ:ખાવો, કમરમાં દુ:ખાવો અને શરીરમાં નબળાઈ આવી જાય છે. કેટલાક કેસમાં તો ઊલટી અને ઊબકા પણ થવા લાગે છે. ક્યારેક આ દુ:ખાવો એટલી હદે વધી જાય છે કે તેમણે ડોક્ટરની પાસે જવું પડે છે. આ દુ:ખાવાથી રાહત મેળવવા માટે ક્યારેક તે હર્બલ ટીનું સેવન કરે છે અને આવા અન્ય ઉપાય પણ કરે છે. તે છતાં પણ જો દુ:ખાવો ઓછો ન થાય તો તે પેનકીલરનું સેવન કરે છે.
ADVERTISEMENT
શું પીરિયડ્સમાં પેનકીલર લેવી જોઈએ કે નહીં
સામાન્ય રીતે મહિલાઓને પીરિયડ્સના શરૂઆતના બે દિવસોમાં દુ:ખાવો વધુ થતો હોય છે. પેટમાં ખેચ આવે છે અને ક્યારેક તાવ પણ આવી જાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે મહિલાઓ પીરિયડ્સમાં પેનકીલરનું સેવન કરે છે. જો આ દવાનું સેવન વારંવાર કરવામાં આવે અથવા થોડા જ સમયમાં ફરી આ જ દવાનું સેવન કરવામાં આવે તો આ તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
ADVERTISEMENT
પીરિયડ્સમાં કેમ એટલો દુ:ખાવો થાય છે
પીરિયડ્સ સમયે ગર્ભાશયમાં હાજર એન્ડોમેટ્રીયમ મેમ્બ્રેન નીકળી જાય છે. આ એક પ્રોસ્ટાગ્લાન્ડિન્સ નામના હોર્મોન્સના કારણે થાય છે. તેના કારણે ગર્ભાશય સંકોચાય જાય છે. જેના કારણે સોજો આવી જાય છે અને દુ:ખાવો થાય છે.
પેનકીલર
પીરિયડ્સમાં થતાં દુ:ખાવાથી છુટકારો મેળવવા માટે તમે પેનકીલર લઈ શકો છો. સામાન્ય દુ:ખાવાથી રાહત મેળવવા માટે તમે નોનસ્ટીરોઇડ બળતરા વિરોધી દવાઓ લઈ શકો છો. આ દવા પ્રોસ્ટાગ્લાન્ડિનના સ્તરને વધતાં અટકાવે છે. જેના કારણે ગર્ભાશય ઓછું સંકુચાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતનાં જણાવ્યા મુજબ 12 કલાકમાં એક જ વાર પેનકીલરનું સેવન કરવું જોઈએ.
વાંચવા જેવું: કેવી રીતે નખને મજબૂત અને સુંદર બનાવવા? ચાવવાની આદત સહિત આ રીતો છે ખતરનાક, 10 ટ્રિક અજમાવો
પીરિયડ્સ સમયે દુ:ખાવાથી રાહત મેળવવા આ ઉપાય કરવા
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT