બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / about Classiso rumours

ગાંધીનગર / સરકારી નોકરીમાં ભરતીની અફવાઓ સામે હસમુખ પટેલે પરીક્ષાર્થીઓને ચેતવ્યા, કોચિંગ કલાસીસ પર આપ્યું મોટું નિવેદન

Dinesh

Last Updated: 08:36 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હસમુખ પટેલે ટ્વીટ કરી લખ્યું છે કે, આ કે તે ભરતી આવવાની છે તેવી અફવાઓના આધારે વિદ્યાર્થીઓ કોચિંગના ખર્ચા ન કરે, આધિકૃત જાહેરાતની રાહ જુએ

  • ક્લાસિસોની અફવાભરી વાતોને લઈ હસમુખ પટેલનું ટ્વીટ
  • 'અફવાઓના આધારે વિદ્યાર્થીઓ કોચિંગના ખર્ચા ન કરે'
  • 'ભરતીઓમાં જાત મહેનત કરનાર વિદ્યાર્થીઓ જ વધુ સફળ થતાં હોય છે'

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા ક્લાસિસો અનેક લોભામણી જાહેરાત કરે છે અને તેમના ધંધાઓ ધમધમતા રહે જેને લઈ તેઓ ભરતી બોર્ડ પહેલા જ કેટલી ભરતી કરાશે તે પોતાની ઈચ્છા અનુસાર આંકડો નક્કી કરી લે છે અને વિદ્યાર્થીઓને આકર્ષ છે.  ક્લાસિસ સંચાલકો ટૂંક સમયમાં ભરતી આવશે તેવી અફવાભરી વાતો કરી વિદ્યાર્થીઓ પાસેથી તગડી ફી વસુલે છે.  તેઓ એમની ઈચ્છા અનુસાર કહી દેતા હોય છે કે, આ ભરતીમાં એટલી જગ્યા છે અને ટૂંક સમયમાં આવવાની છે.  જે સમગ્ર બાબતને લઈ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરી પ્રકાશ પાડ્યો છે તો બીજી તરફ વિદ્યાર્થીઓએ પણ તે ટ્વીટની કોમન્ટ બોક્ષમાં પ્રતિક્રિયા આપી છે. 

ખરેખર તો કોચિંગની આવશ્યકતા જ નથી: હસમુખ પટેલ
હસમુખ પટેલે ટ્વીટ કરી લખ્યું છે કે,  આ કે તે ભરતી આવવાની છે તેવી અફવાઓના આધારે વિદ્યાર્થીઓ કોચિંગના ખર્ચા ન કરે, આદિકૃત જાહેરાતની રાહ જુએ. આમ પણ ભરતીઓમાં જાત મહેનત કરનાર વિદ્યાર્થીઓ જ વધુ સફળ થતાં હોય છે. પૂર્વ તૈયારી રૂપે એનસીઆરટી જીસીઆરટીના પુસ્તકો વાંચતા રહે. ખરેખર તો કોચિંગની આવશ્યકતા જ નથી.  

  • વિદ્યાર્થીઓ શુ પ્રતિક્રિયા આપી...

જે ટ્વીટની કોમેન્ટ બોક્ષમાં એક ભરત જોષી બી કે નામના વિદ્યાર્થીએ લખ્યું છે કે, Good sir આ કોચિંગ વાળા તો અવળા માર્ગે દોરે છે,મે હમણાં ગાંધીનગરના કેટલાક ફેમસ ક્લાસિસના  ડેમો જોયા તો મને લાગ્યું કે આલોકો તૈયારી કરાવા કરતાં વિદ્યાર્થી ડિપ્રેશન માં આવી જાય એવી સ્ટાઈલ માં  શીખવતા હોય છે, અને કે શીખવે એ સિલેબસ થી ખુબ દૂર હોય છે.

પિંકી બારીયા નામના યુઝરે લખ્યું છે કે, ગોણ સેવા પસંદગી મંડળએ ભરતીનો કોઈ એવો ચોક્કસ કાયઁક્મ  આજ સુધી જાહેર કર્યો નથી.   જાહેરાતના  આટલા મહિના બાદ પરિક્ષા યોજશે. તાત્કાલિક ભરતી પરિક્ષા યોજવાથી કોચિંગવાળા, ફાસ્ટ બેચ, છેલ્લા ડોઝ, આખરી પ્રહાર, આરપાર, છેલ્લો અધ્યાય, 45 દિ મા તલાટી, કેપસૂલ બેચ, અંતિમ ઘા 

મયુરસિંહ વાય સોઢાએ લખ્યું છે કે, સાહેબ આ લખાણ ગુજરાતના વિદ્યાર્થીઓને એક સંદેશો આપે છે કે તમે એક ગોલ તૈયાર કરો અને એ ગોલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો... કોઈ વિષય નથી આવડતો તો તે વિષયની પાછળ પડો, ના કેમ આવડે ! કર્મનિષ્ઠ કર્ણની જેમ મહેનત કરો સફળતા તમારા દરવાજા સુધી આવીને ઉભી રહેશે.

ચિરાગ કટારીયાએ કોમન્ટ બોક્ષમાં લખ્યું કે, ખાનગી ક્લાસ વાળાનો ધંધો ભાંગી જશે આવી પોસ્ટ કરતા રહેશો તો

કેવિને પ્રતિક્રિયા આપતા લખ્યું કે, સાહેબ તમારી આ વાતથી ઘણા ટ્યુશન ક્લા ને માઠું લાગી આવશે, બાકી તમારી વાત એકદમ સચોટ છે

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ