બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Aadhaar now at home for the elderly, disabled, patients and newborns

પ્રશંસનીય કામગીરી / હવે ઘરે બેઠાં આધારકાર્ડ! અમદાવાદની આ 14 હોસ્પિટલમાં દાખલ દર્દીઓને AMC આપી રહી છે સ્પેશ્યલ સુવિધા

Malay

Last Updated: 04:02 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ કોર્પોરેશન દ્વારા સિનિયર સિટીઝનો, દિવ્યાંગો અને દર્દીઓને ઘર આંગણે આધારકાર્ડ કાઢી આપવાની કરાઈ રહી છે પ્રશંસનીય કામગીરી. છેલ્લાં 4 વર્ષમાં તંત્રએ ઘરે જઈને કુલ 958 આધારકાર્ડ કાં તો નવાં કાઢ્યાં છે અથવા તેમાં ફેરફાર કર્યા છે.

 

  • વૃદ્ધો, દિવ્યાંગો, દર્દીઓ અને નવજાત શિશુઓ માટે હવે ‘ઘરઆંગણે’ આધાર
  • કોર્પોરેશનના સિટી સેન્સસ વિભાગે 45 આધાર કેન્દ્ર કર્યા કાર્યરત
  • અત્યાર સુધીમાં કુલ 958 આધારકાર્ડ નીકળ્યાં 

લાંબા સમયથી જે તે વ્યક્તિની ઓળખ માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલાં આધારકાર્ડ ખૂબ મહત્ત્વના બન્યાં છે. આધારકાર્ડ વગર ક્યાંય પણ મુસાફરી કરવી પડકારરૂપ બને છે, કેમ કે કોઈ પણ હોટલ, ગેસ્ટ હાઉસ કે ધર્મશાળામાં પ્રવેશ મેળવવા માટે પહેલાં સંચાલકો દ્વારા આધારકાર્ડની માગણી કરાય છે. રેલવેમાં યાત્રા કરતી વખતે પણ પેસેન્જરની ઓળખ આધારકાર્ડથી થાય છે. આ ઉપરાંત આધારકાર્ડ અન્ય સરકારી સેવા મેળવવા માટેનો પણ આધારભૂત પુરાવો છે એટલે તમામે તમામ નાગરિકો પાસે પોતાનું આધારકાર્ડ હોવું જરૂરી બન્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા નાગરિકો સરળતાથી આધારકાર્ડ કઢાવી શકે કે જૂના આધારકાર્ડમાં યોગ્ય ફેરફાર કરાવી શકે તે માટે ખાસ નોંધણી કેન્દ્ર કાર્યરત કરાયાં છે, જોકે ત્યાં અરજદારે રૂબરૂ જવું પડે છે, પરંતુ મ્યુનિ. તંત્ર દ્વારા સિનિયર સિટીઝનો, દિવ્યાંગો તેમજ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ માટે રૂબરૂમાં આધારકાર્ડ કાઢી આપવાની પ્રશંસનીય કામગીરી કરાઈ રહી છે.

Alert! હવે નહીં ચાલે આવા આધાર કાર્ડ, તમે પણ કઢાવ્યા હોય તો વાપરતા નહીં,  UIDAIએ આપી સૂચના | uidai update customers alert pvc aadhaar card from the  open market not acceptable details

કુલ 45 આધાર નોંધણી કેન્દ્ર કાર્યરત કરાયાં
મ્યુનિસિપલ કોર્પોરેશનના સિટી સેન્સસ વિભાગને આધારકાર્ડની કામગીરી માટે નોડલ એજન્સી તરીકે રાજ્ય સરકારના ગુજરાત સામાજિક આંતર માળખાકીય વિકાસ બોર્ડ સોસાયટી દ્વારા નિયુક્ત કરાયો છે. આ કચેરીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિટી સેન્સસ વિભાગ દ્વારા જુદા જુદા વોર્ડમાં કુલ 45 આધાર નોંધણી કેન્દ્ર કાર્યરત કરાયાં છે. આ આધાર નોંધણી કેન્દ્રમાં નાગરિકોનાં નવાં આધારકાર્ડની નોંધણી અને આધારકાર્ડમાં સુધારાની કામગીરી ચાલે છે, જોકે આ તમામ કેન્દ્રોમાં અરજદારોએ પુરાવા લઈને વ્યક્તિગત રીતે જવું પડે છે. 

રૂબરૂ સ્થળપર જઈને કઢાવી આપવાની ચાલી રહી છે કામગીરી
બીજી તરફ શહેરના જુદા જુદા વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝનો પથારીવશ નાગરિકો, દિવ્યાંગો અને હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દી વગેરે સ્વાભાવિક રીતે આધારકાર્ડની કામગીરી માટે આધાર નોંધણી કેન્દ્ર પર જઈ શકે તેમ ન હોય તેવા સંજોગોમાં મ્યુનિસિપલ સેન્સસ વિભાગ દ્વારા પ્રશંસનીય કામગીરી કરાઈ રહી છે, જે હેઠળ આવા નાગરિકોનાં સગાસબંધી દ્વારા સિટી સેન્સસ વિભાગની નવરંગપુરા મલ્ટિલેવલ પાર્કિંગ બિલ્ડિંગમાં આવેલી કચેરીમાં આધારકાર્ડની નોંધણી કે આધારકાર્ડમાં સુધારાની કામગીરી માટે માન્ય પુરાવો હોમ એનરોલમેન્ટના ફોર્મ સાથે રજૂ કરવાથી રૂબરૂ સ્થળ પર જઈને આ નાગરિકોનાં આધારકાર્ડ કઢાવી આપવાની કામગીરી ચાલી રહી છે તેમ મ્યુનિ. સેન્સસ વિભાગના ડિરેક્ટર પ્રશાંત પંડ્યા કહે છે.

ઘર કે હોસ્પિટલ જઈ કાઢવામાં આવે છે આધારકાર્ડ
આવા નાગરિકોનાં સગાંસંબંધીઓ દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓની જે તે ઝોનની કામગીરી સંભાળતા ઝોનલ સુપરવાઇઝર દ્વારા UIDAI ગાઇડલાઇન્સ મુજબ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે. ત્યાર બાદ આ અરજી યોગ્ય જણાય તો અરજદારના જે તે સ્થળે પછી તે ઘર હોય કે હોસ્પિટલ હોય પણ તે સ્થળે લેપટોપ, પ્રિન્ટર તથા અન્ય ઉપકરણો સાથેની પૂરી કિટ ઓપરેટર સાથે લઈ જઈને આધારકાર્ડની કામગીરી કરવામાં આવે છે.

Aadhar Card ને થઈ ગયા 10 વર્ષ? તો આજે જ કરી લો આ કામ, UIDAI કરી રહ્યું છે  આગ્રહ | centre government update aadhar card rule aadhaar issued 10 years  ago

958 આધારકાર્ડ નવા કાઢ્યા/ફેરફાર કરાયા
મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા ઘરે અથવા હોસ્પિટલમાં રૂબરૂ જઈ આધારકાર્ડની કામગીરી કોઈ પણ વધારાનો ચાર્જ લીધા સિવાય કરવામાં આવે છે. છેલ્લાં ચાર વર્ષમાં તંત્રએ ઘરે જઈને 710 અને દર્દીઓનાં 248 મળી કુલ 958 આધારકાર્ડ કાં તો નવાં કાઢ્યાં છે અથવા તેમાં ફેરફાર કર્યા છે તેમ મ્યુનિ. સેન્સસ વિભાગના ડિરેક્ટર પ્રશાંત પંડ્યા વધુમાં કહે છે.

દર્દીઓ માટે PMJAYનો લાભ મેળવવા આધારકાર્ડ જરૂરી
જે તે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દી માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત લાભ મેળવવા માટે આધારકાર્ડ રજૂ કરવાનું થતું હોઈ તેવા દર્દી માટે મ્યુનિ. સેન્સસ વિભાગની આ પ્રકારની કામગીરી વખાણવાલાયક બની છે. 

2020માં કોરોનાકાળ હોઈ સૌથી ઓછાં 55 આધારકાર્ડ નીકળ્યાં
વર્ષ 2020માં કોરોનાકાળના કારણે હોસ્પિટલના એક પણ દર્દીનું આધારકાર્ડ નીકળ્યું નહોતું. તે વર્ષે માત્ર 55 આધારકાર્ડ ઘેર બેઠાં કઢાયાં હતાં. વર્ષ 2021માં ઘેરબેઠાં 224 અને 15 દર્દીનાં મળીને કુલ 239, વર્ષ 2022માં કુલ 483 અને વર્તમાન વર્ષ 2023ની 3 એપ્રિલ સુધીમાં કુલ 181 કાર્ડની કામગીરી કરાઈ છે.

14 હોસ્પિટલના દર્દીઓને સુવિધા અપાય છે
અસારવાની યુએન મહેતા હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, નવી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નવી ‌કિડની હોસ્પિટલ, જૂની કિડની હોસ્પિટલ, જૂની ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિ., નરોડાની જીસીએસ હોસ્પિટલ, એલિસબ્રિજની એસવીપી હોસ્પિટલ, મણિનગરની એલજી હોસ્પિટલ, કૃષ્ણા હોસ્પિટલ, એસએમએસ હોસ્પિટલ, સિફા હોસ્પિટલ અને રાજસ્થાન હોસ્પિટલ એમ કુલ 14 હોસ્પિટલના દર્દીઓને આ સુવિધા પૂરી પાડવામાં આવે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ