બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / A very powerful storm Fabian hit the South Indian Ocean

BIG NEWS / હવે ફેબિયન વાવાઝોડું આવી રહ્યું છે, જાણો કેટલો ખતરો?:બીજી તરફ મોકાના કારણે બંગાળમાં 9, મ્યાનમારમાં 80થી વધુના મોત

Malay

Last Updated: 10:23 AM, 17 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ હિંદ મહાસાગરમાં ખૂબ જ શક્તિશાળી ફેબિયન વાવાઝોડાએ દસ્તક આપી છે. તે ઝડપથી દક્ષિણ હિંદ મહાસાગરના કિનારાની તરફ આગળ વધી રહ્યું છે. જેને લઈને હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી દીધી છે.

  • હવે શક્તિશાળી ફેબિયન વાવાઝોડાનો ખતરો
  • દક્ષિણ હિંદ મહાસાગરમાં ઝડપથી વધી રહ્યું છે આગળ 
  • હવામાન વિભાગે જાહેર કરી ચેતવણી

મ્યાનમારના દરિયાકાંઠે જોરદાર ટક્કર બાદ સોમવારે મોકા વાવાઝોડું પશ્ચિમ બંગાળ અને મિઝોરમ સુધી પહોંચ્યું. આનાથી ભારે પવન અને વાવાઝોડાની સાથે ખાબકેલા વરસાદના કારણે અનેક વૃક્ષો, મકાનો અને થાંભલા ધરાશાયી થયા. આ દરમિયાન કોલકાતા સહિત બંગાળના અન્ય ઘણા જિલ્લામાં કુલ 9 લોકોના મોતના સમાચાર છે. તો બીજી બાજુ મિઝોરમમાં લગભગ 250 મકાનોને નુકસાન થયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજ્યોના લગભગ 6,000 લોકો તોફાનથી પ્રભાવિત થયા છે. મોકા વાવાઝોડું તબાહી મચાવી રહ્યું છે. ત્યાં હવે ફેબિયન વાવાઝોડાએ ચિંતા વધારી દીધી છે.

મોકા બાદ હવે ફેબિયને વધારી ચિંતા
શક્તિશાળી ફેબિયન વાવાઝોડું દક્ષિણ હિંદ મહાસાગરમાં દસ્તક આપી ચૂક્યું છે. તે ઝડપથી દક્ષિણ હિંદ મહાસાગરના દરિયા કિનારાની તરફ આગળ વધી રહ્યું છે. જેને લઈને દરેકને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગની ચેતવણી અનુસાર,  ફેબિયનને દરિયાકાંઠે પહોંચવામાં લગભગ એક સપ્તાહનો સમય લાગી શકે છે, પરંતુ તેની અસર અત્યારથી જ દેખાવા લાગી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ખૂબ જ ખતરનાક ગતિથી આગળ વધી રહ્યું છે. 

અનેક વાહનો પર ધરાશાયી થયા વૃક્ષો
મોકા વાવાઝોડાના કારણે સોમવારે પશ્ચિમ બંગાળમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા. જેના કારણે અનેક કાર અને ટુ વ્હીલર તેની ઝપેટમાં આવી ગયા હતા. વાહનોના દબાઈ જવાના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા. વાવાઝોડાને કારણે અનેર વિસ્તારોનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. વાવાઝોડાને કારણે કોલકાતાથી અનેક ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પણ રદ્દ કરવામાં આવી હતી. કોલકાતા એરપોર્ટ પર 84 કિમી પ્રતિની ઝડપે પવન ફૂંકાતા પાંચ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. 

ટ્રેનોની અવરજવર લાંબા સમય સુધી ખોરવાઈ
ઘણી જગ્યાએ ટ્રેનના પાટા પર વૃક્ષો પડી જવાને કારણે ટ્રેનોની અવરજવર પણ લાંબા સમય સુધી ખોરવાઈ ગઈ હતી. તેજ પવનને કારણે સિયાલદહ અને હાવડા ડિવિઝનના વિવિધ વિભાગોની ટ્રેનની અવરજવરને પણ અસર થઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ