બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / A child who was run over by cattle 6 days ago in Jetpur died during treatment

જેતપુર / ઘર પાસે રમતા રમતા 9 વર્ષીય બાળકને રખડતા ઢોરે લીધો અડફેટે, સારવાર દરમિયાન થયું મોત, કોનો વાંક?

Dinesh

Last Updated: 11:12 AM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: જેતપુરમાં 6 દિવસ અગાઉ ઢોરની અડફેટે આવેલા બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે, સમીર વાળોદરિયા નામના 9 વર્ષીય બાળકે રાજકોટ સિવિલમાં અંતિમશ્વાસ લીધો છે

  • રાજ્યમાં રખડતા ઢોરનો વધતો ત્રાસ 
  • રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો 
  • જેતપુરમાં ઢોરની અડફેટે આવેલા બાળકનું મોત 


ગુજરાતમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. તો બીજી બાજુ તંત્ર આ બાબતને લઇને મૌન સેવી રહ્યું છે. ત્યારે હજુ પણ રસ્તા પર ફરતા પશુઓના કારણે વાહનચાલકો, રાહદારીઓ અને નાના બાળકોથી લઈને વૃદ્ધો સતત તેનો ભોગ બની રહ્યાં છે. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં ક્યાંક ને ક્યાંક કોઇનું આ રખડતા ઢોરના કારણે મૃત્યુ થાય છે. ત્યારે  વધુ એવી જ વધુ ઘટના સામે આવી છે. જેતપુરમાં રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો છે. 

રખડતા ઢોરનો ત્રાસ: સમગ્ર દેશમાં 2.03 કરોડ રખડતા ઢોર, હુમલાથી દરરોજ 3 લોકોના  થાય છે મોત | 3 people dying every day in india due to attack of stray  animals

ઢોરની અડફેટે બાળકનું મોત
જેતપુરમાં 6 દિવસ અગાઉ ઢોરની અડફેટે આવેલા બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. સમીર વાળોદરિયા નામના 9 વર્ષીય બાળકે રાજકોટ સિવિલમાં અંતિમશ્વાસ લીધા છે. ઘર પાસે રમતા બાળકને રખડતા ઢોરે અડફેટે લીધો હતો. બાળકના મોતથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.

અમદાવાદમાં હવે BRTSના રૂટ પર 'રખડતા ઢોર'ની રંજાડ, શહેરમાં માત્ર એક વર્ષમાં  જ 19 હજારથી વધુ પશુઓ ડબ્બે પૂરાયાં | Ahmedabad more than 19000 stray  animals were sheltered in ...

રખડતા ઢોરના ત્રાસથી લોકો તોબા પોકારી ઊઠ્યા 
અમદાવાદમાં રખડતાં ઢોરની રંજાડની સમસ્યા સતત વકરતી જાય છે. આમ તો તંત્ર દ્વારા રખડતાં ઢોરને પકડી ઢોરવાડાના હવાલે કરવાની કામગીરી રાઉન્ડ ધ ક્લોક ચાલતી હોય છે. ખાસ તો નિકોલ, ઓઢવ, કાગડાપીઠ, બોપલ, વાડજ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રખડતાં ઢોરના ત્રાસથી લોકો તોબા પોકારી ઊઠ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ