બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / 50 deaths in Manipur so far, curfew relaxed today, CM holds all-party meeting, know how is the situation now

અપડેટ / મણિપુરમાં હવે કેવા છે હાલ? અત્યાર સુધી 50 લોકોના મોત, કર્ફ્યૂમાં ધીમે ધીમે રાહતની શરૂઆત, આર્મી-પેરા મિલિટ્રીની પ્રશંસનીય કામગીરી

Megha

Last Updated: 12:20 PM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મણિપુરમાં ભડકેલી ભીષણ હિંસા બાદ હવે ઇમ્ફાલ શહેર અને અન્ય સ્થળોએ મોટાભાગની દુકાનો અને બજારો ખુલ્લી રહી હતી જો કે દરેક જગ્યાએ મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.

  • મણિપુરમાં ભીષણ હિંસામાં 54 લોકોના મોત બાદ સેનાનું કડક નિયંત્રણ
  •  સેનાની ભારે હાજરી વચ્ચે ઇમ્ફાલ ખીણમાં જીવન ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યું છે
  • મણિપુરના સીએમ એન બિરેન સિંહે શનિવારે સર્વપક્ષીય બેઠક યોજી હતી

મણિપુરમાં ભડકેલી ભીષણ હિંસામાં 54 લોકોના મોત બાદ સેનાની ભારે હાજરીમાં ઇમ્ફાલ ઘાટીમાં જનજીવન ધીમે ધીમે પાટા પર આવી રહ્યું છે. જણાવી દઈએ કે દુકાનો અને બજારો ફરી ખુલી ગયા છે અને રસ્તાઓ પર કાર દોડી રહી છે. મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં લાદવામાં આવેલા કુલ કર્ફ્યુમાં લોકોને ખોરાક અને દવા જેવી આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવાની સુવિધા આપવા માટે રવિવારે સવારે 7 થી સવારે 10 વાગ્યા સુધી ત્રણ કલાક માટે રાહત આપવામાં આવી છે. આર્મી, રેપિડ એક્શન ફોર્સ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની વધુ ટુકડીઓના આગમનને કારણે સુરક્ષાને મજબૂત બનાવતા તમામ મુખ્ય વિસ્તારો અને રસ્તાઓ પર સાફ જોઈ શકાય છે.

જણાવી દઈએ કે ઇમ્ફાલ શહેર અને અન્ય સ્થળોએ મોટાભાગની દુકાનો અને બજારો ખુલ્લી રહી હતી અને લોકોએ શાકભાજી અને અન્ય આવશ્યક વસ્તુઓની ખરીદી કરી હતી. જો કે દરેક જગ્યાએ મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. મણિપુરના સીએમ એન બિરેન સિંહે શનિવારે રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક દરમિયાન, રાજ્યમાં શાંતિની અપીલ સાથે, તમામ નાગરિકોને આવી કોઈપણ કાર્યવાહીથી બચવા માટે કહેવામાં આવ્યું હતું, જેનાથી વધુ હિંસા થઈ શકે. બીજી તરફ, મણિપુરના એક બીજેપી ધારાસભ્ય, ડિંગંગલુંગ ગંગમેઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે જેમાં મેઈટી સમુદાયને અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો આપવાના હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે.

મણિપુરમાં હિંસાથી પ્રભાવિત લગભગ 13,000 લોકોને બચાવીને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવ્યા હતા. તેમાંથી કેટલાકને આર્મી કેમ્પમાં મોકલવામાં આવ્યા હતા. સેનાએ ચુરાચંદપુર, મોરેહ, કાકચિંગ અને કાંગપોકપી જિલ્લાઓને પોતાના કડક નિયંત્રણ હેઠળ લઈ લીધા છે. ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમ જિલ્લાઓમાં અગ્નિદાહની છૂટાછવાયા બનાવો અને અસામાજિક તત્વોને રોકવાના કેટલાક પ્રયાસો સિવાય, રાજ્યમાં હાલમાં કોઈ હિંસક પ્રવૃત્તિ જોવા મળી નથી. રાજ્યના બે મુખ્ય સમુદાયો વચ્ચેની લડાઈમાં 54 લોકો માર્યા ગયા અને 100 જેટલા ઘાયલ થયા. જોકે પોલીસ આ વાતની પુષ્ટિ કરવા તૈયાર નહોતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ