બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / આરોગ્ય / 5 side effects of using too much air conditioner

ચેતજો.! / ACમાં જ રહેવાની આદત છે ખતરનાક, માથાના દુખાવા સહિત બની શકો છો આ 5 પરેશાનીઓનો શિકાર

Bijal Vyas

Last Updated: 10:08 PM, 17 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ACનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. કેટલાક લોકોને AC ના કારણે માથાનો દુખાવો થઈ શકે છે, તો કેટલાક લોકો શુષ્ક ત્વચાની ફરિયાદ કરે છે.

  • સતત એસીમાં રહેવાથી તેની આદત પડી જાય છે
  • એસીના કારણે ડિહાઈડ્રેશન અને સ્કિન ડ્રાયનેસની સમસ્યા થઈ શકે છે
  • એસીનો વધુ ઉપયોગથી માઇગ્રેન થઇ શકે છે

5 Major Side Effects of AC:ગરમીમાં એર કંડિશનર (AC) માં બેસવુ દરેકને પસંદ હોય છે. ACની ઠંડી હવા દરેક ઉંમરના લોકોને આકર્ષિત કરે છે. કેટલાક લોકો કારથી ઓફિસ અને ઓફિસથી ઘર સુધી આખો સમય એસીમાં જ રહે છે. આવા લોકોને થોડા સમય પછી એર કંડિશનરની આદત પડી જાય છે અને તેમને એસી વગર ગમતું નથી. જ્યારે પણ તેઓ એસીમાંથી બહાર નીકળે છે ત્યારે તેમની તબિયત ખરાબ થવાનો ભય રહે છે. શું તમે જાણો છો કે તમારી આ આદત ખતરનાક સાબિત થઈ શકે છે. એસીના વધુ પડતા ઉપયોગથી શરીરને અનેક મોટા નુકસાન થાય છે.

એક રિપોર્ટ મુજબ, નબળા વેન્ટિલેશનવાળા એર કંડિશનરનો વધુ પડતો ઉપયોગ માથાનો દુખાવો, ઉધરસ, ઉબકા અને શુષ્ક ત્વચા સહિત આરોગ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે. એર કન્ડીશનિંગની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. AC પ્રત્યે થોડી બેદરકારી તમને બીમાર કરી શકે છે. ખાસ કરીને જે લોકો આખો સમય AC નો ઉપયોગ કરે છે, તેમને તેનાથી થતા નુકસાન વિશે જાણવું જ જોઈએ. આવો જાણીએ એસીના વધુ પડતા ઉપયોગથી થતી 5 મોટી સમસ્યાઓ વિશે...

દરરોજ ACમાં સૂઈ રહેવાથી શરીરને થાય છે અઢળક સમસ્યાઓ, બચવું હોય તો આટલું જાણી  લેજો | Sleeping in AC every day causes many problems to the body, if you  want to avoid

એસીનો વધુ પડતો ઉપયોગ કરવાથી થાય છે આ નુકશાન 
1. એર કંડિશનર ભેજ ઘટાડવા અને રૂમને ઠંડુ કરવા માટે રૂમમાંથી ભેજ ખેંચે છે. આ તમારી ત્વચામાંથી પાણી ખેંચી શકે છે અને તમે ડિહાઇડ્રેશનનો શિકાર બની શકો છો. એસીના કારણે ડિહાઈડ્રેશન અને સ્કિન ડ્રાયનેસની સમસ્યા થઈ શકે છે.

2. કેટલાક અભ્યાસો સૂચવે છે કે, જે લોકો વાતાનુકૂલિત ઇમારતોમાં કામ કરે છે તેઓને શ્વસન સંબંધી સમસ્યાઓ જેમ કે વહેતું નાક અને શ્વાસ લેવામાં તકલીફ થવાની શક્યતા કુદરતી વેન્ટિલેશનવાળી ઇમારતોમાં કામ કરતા લોકોની તુલનામાં વધુ હોય છે.

3. જાણકારોનું માનીએ તો, ઉનાળામાં એર કંડિશનરનો વધુ પડતો ઉપયોગ માથાનો દુખાવો અથવા માઇગ્રેનનું જોખમ વધારી શકે છે. જે લોકોને માઈગ્રેનની સમસ્યા છે, તેમણે એસીનો વધુ ઉપયોગ ન કરવો જોઈએ, નહીં તો માઈગ્રેન થઈ શકે છે.

4. વૈજ્ઞાનિકોના મતે, એર કન્ડીશનિંગમાં વધુ સમય વિતાવવાથી લોકો માટે ગરમ તાપમાનનો સામનો કરવો મુશ્કેલ બને છે. જો તમે લાંબા સમય સુધી AC માં રહો છો, તો તમારા શરીરની ગરમી ટોલરેન્સ કરવાની ક્ષમતા ઓછી થઈ જશે, જેના કારણે તમને અન્ય ગરમ સ્થળોએ ઘણી તકલીફ પડશે.

side effects of sleeping in ac

5. વાતાનુકૂલિત સ્થળોએ ભેજનો અભાવ છે, જેના કારણે તમારી આંખોમાં શુષ્કતાની સમસ્યા ઉભી થઈ શકે છે. આ સિવાય આંખોમાં ખંજવાળ અને બળતરા થઈ શકે છે. આટલું જ નહીં, લાંબો સમય ACમાં રહેવાથી દ્રષ્ટિ પણ ઝાંખી પડી શકે છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ