બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / 5 reasons why you must avoid drinking cold water in summer

Cold Water Side Effects / ફ્રિજના ઠંડા પાણીના 5 નુકસાન: જાણી લેશો તો ભરઉનાળે પણ પીવાનું નામ નહીં લો, હેલ્થ પર પડે છે આવી અસર

Bijal Vyas

Last Updated: 07:24 PM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળાની ઋતુમાં તરસ છીપાવવા માટે લોકોને ઠંડુ પાણી બેસ્ટ લાગે છે. એમાં કોઈ શંકા નથી કે ઠંડુ પાણી જ રાહત આપવાનું કામ કરે છે. પરંતુ જાણો નિષ્ણાંતો શું કહે છે? આ વિશે

  • દિવસમાં ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવું જરૂરી છે
  • ઠંડા પાણીની સીધી અસર વેગસ નર્વ પર પડે છે
  • ગરમીથી સીધા આવ્યા પછી ઠંડુ અથવા બરફનું પાણી પીવાથી માથાનો દુખાવો થઈ શકે છે

Cold Water Side Effects: કાળઝાળ ગરમીમાં ફ્રિજનું ઠંડું પાણી શરીરને જીવ રેડવાનું કામ કરે છે. ઉનાળામાં પાણીની ઉણપ ના થાય, તેથી લોકો લસ્સી, છાશ, જ્યુસ, નારિયેળ પાણી, આમ પન્ના વગેરે સહિત વિવિધ પ્રકારના પીણાં પીવે છે. નિષ્ણાતોના મતે, દિવસમાં ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. જો કે, તે નોર્મલ પાણી પીવાની સલાહ આપે છે, જેથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય.

ઉનાળાની ઋતુમાં તરસ છીપાવવા માટે લોકોને ઠંડુ પાણી બેસ્ટ લાગે છે. એમાં કોઈ શંકા નથી કે ઠંડુ પાણી જ રાહત આપવાનું કામ કરે છે. પરંતુ તડકામાંથી આવ્યા પછી ઠંડુ પાણી પીવું, કસરત કરવી કે ખોરાક ખાવાથી શરીરને નુકસાન થાય છે. આયુર્વેદ પણ ઠંડા પાણીને સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાવે છે. ખાસ કરીને ફ્રિજમાંથી બહાર આવેલું ઠંડું પાણી ન પીવાની સલાહ આપવામાં આવે છે.

Topic | VTV Gujarati

ફ્રિજનું ઠંડુ પાણી પીવાના શું ગેરફાયદા છે?
1. પાચનને નુકસાન પહોંચે છે

આયુર્વેદ માને છે કે, ઠંડુ પાણી અથવા પીણું પાચનને નબળું પાડે છે. પાચનને અગ્નિ માનવામાં આવે છે અને આ ઠંડી પ્રક્રિયાને રોકવાનું  કામ કરે છે. આયુર્વેદ અનુસાર, પાચનની સમગ્ર પ્રક્રિયા માટે ગરમીની જરૂર છે, જે મોંથી શરૂ થાય છે અને આંતરડા પર સમાપ્ત થાય છે. ઉપરાંત, કેટલાક સંશોધનો પણ સૂચવે છે કે ઠંડુ પાણી રક્તવાહિનીઓને સંકોચે છે. જેના કારણે પાચન સંબંધી સમસ્યાઓ થવા લાગે છે.

2. ગળામાં દુખાવો થાય છે
જ્યારે તમે ફ્રિજમાંથી ઠંડુ પાણી પીવો છો, ત્યારે તે લાળ ઉત્પન્ન કરે છે, જેના કારણે ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આનાથી ગળું, લાળ, શરદી અને ગળામાં સોજો આવી શકે છે.

3.હૃદયના ધબકારા પર અસર કરે છે
ઠંડા પાણીના સેવનથી શરીરમાં હૃદયના ધબકારા ધીમા પડી જાય છે. સંશોધન મુજબ ફ્રિજનું વધુ ઠંડુ પાણી પીવાથી દસમી ક્રેનિયલ નર્વ (વેગસ નર્વ) ઉત્તેજિત થાય છે. ચેતા શરીરની અનૈચ્છિક ક્રિયાઓને નિયંત્રિત કરવા માટે કામ કરે છે. ઠંડા પાણીની સીધી અસર વેગસ નર્વ પર પડે છે, જેના કારણે ધબકારા ઘટી જાય છે.

શિયાળામાં ક્યારે, કેટલું અને કેવું પાણી પીવું જોઈએ? જાણો પાણી પીવાની સાચી  રીત વિશે | When, how much and how to drink water in winter? Learn about the  correct way to drink

4. માથાનો દુખાવો થઈ શકે છે
ગરમીથી સીધા આવ્યા પછી ઠંડુ અથવા બરફનું પાણી પીવાથી માથાનો દુખાવો થઈ શકે છે. ઠંડુ પાણી પીવાથી કરોડરજ્જુની ઘણી ચેતા ઠંડી પડે છે, જેનાથી મગજ પર અસર થાય છે અને માથાનો દુખાવો થાય છે. આ સ્થિતિ સાઇનસથી પીડિત લોકો માટે સમસ્યા બની શકે છે.

5. વજન વધી શકે છે
જે લોકો વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેઓએ ઠંડુ પાણી બિલકુલ ન પીવું જોઈએ. ઠંડા પાણીને કારણે શરીરમાં રહેલી ચરબીને બાળવી મુશ્કેલ બની જાય છે. શરીરની ચરબી ઠંડા પાણીથી સખત થઈ જાય છે, જે તમારા માટે વધુ મુશ્કેલ બનાવી ઉભી કરી શકે છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ