બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / 5 candidates will win the election in Arunachal Pradesh even before polling

લોકસભા ચૂંટણી 2024 / આ રાજ્યમાં મતદાન પહેલા જ 5 ઉમેદવાર જીતી જશે ચૂંટણી, 19 એપ્રિલે થશે વોટિંગ

Priyakant

Last Updated: 02:51 PM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: આપણાં દેશમાં એક એવું પણ રાજ્ય છે જ્યાં વિપક્ષને 5 સીટો પર કોઈ ઉમેદવાર મળી શક્યો નથી

Lok Sabha Election 2024 : દેશભરમાં હાલ લોકસભા ચૂંટણીનો માહોલ છે. રાજકીય પક્ષો જીત હાંસલ કરવા માટે સખત મહેનત કરી રહ્યા છે. શાસક પક્ષ અને વિપક્ષ તેમની તૈયારીઓમાં કોઈ કસર છોડવા માંગતા નથી. દરેક સીટ પર મજબૂત ઉમેદવારો ઉતારવાના પ્રયાસો થઈ રહ્યા છે. જોકે આપણાં દેશમાં એક એવું પણ રાજ્ય છે જ્યાં વિપક્ષને 5 સીટો પર કોઈ ઉમેદવાર મળી શક્યો નથી. આ રાજ્ય અરુણાચલ પ્રદેશ છે.

લોકસભા ચૂંટણીની સાથે અરુણાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પણ છે. અહીંના લોકો 19 એપ્રિલે તેમના સાંસદ અને ધારાસભ્યને ચૂંટશે. પરંતુ રાજ્યની 5 બેઠકો પર મતદાન પહેલા જ પાંચ નેતાઓ જીતી જશે. મુખ્યમંત્રી પેમા ખાંડુ અને ભાજપના અન્ય ચાર ઉમેદવારો બિનહરીફ ધારાસભ્ય તરીકે ચૂંટાશે તે નિશ્ચિત છે.બુધવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. તેમની વિધાનસભા બેઠક પરથી અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી નથી. 

60 સભ્યોની અરુણાચલ વિધાનસભા અને બે લોકસભા મતવિસ્તાર (અરુણાચલ પશ્ચિમ અને અરુણાચલ પૂર્વ) માટે 19 એપ્રિલે મતદાન થશે. અરુણાચલ પ્રદેશની બે લોકસભા બેઠકો માટે 15 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે. 

ભાજપના નેતાઓએ શું કહ્યું?
વિધાનસભા ચૂંટણીની મતગણતરી 2 જૂને થશે જ્યારે લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. પેમા ખાંડુએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, પાંચ વિધાનસભા મતવિસ્તારોમાં એક જ ઉમેદવારી પત્ર દાખલ કરવામાં આવ્યું છે. અમે આશા રાખીએ છીએ કે, નામાંકન પરત ખેંચવાના છેલ્લા દિવસ સુધીમાં કેટલીક વધુ (સીટો) ઉમેરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, અરુણાચલ પ્રદેશ દેશનો મિજાજ બતાવવામાં સૌથી આગળ છે. કિરેન રિજિજુએ 'X' પર એક પોસ્ટમાં લખ્યું છે કે, વિધાનસભા ચૂંટણી માટે નામાંકન ભરવાના અંતિમ દિવસે ભાજપે મુખ્યમંત્રી પેમા ખાંડુ સહિત પાંચ ઉમેદવારોની ચૂંટણી સુનિશ્ચિત કરી છે, જે 3-મુક્તો વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર છે. રિજિજુએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશીર્વાદથી રાજ્યમાં જબરદસ્ત વિકાસ થયો છે અને લોકો તરફથી ખૂબ જ સમર્થન અને આશીર્વાદ મળ્યા છે.

વધુ વાંચો: 'મારી પાસે ચૂંટણી લડવાના રૂપિયા નથી', જાણો કેટલી છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ પાસે સંપત્તિ

પેમા ખાંડુ ઉપરાંત જે ચાર ઉમેદવારો જીતશે તેમાં 15 સાગલી વિધાનસભા મતવિસ્તારમાંથી રાતુ તેચી, 20 તાલી વિધાનસભા મતવિસ્તારમાંથી જીક્કે તાકો, 23 તાલિહા વિધાનસભા મતવિસ્તારમાંથી ન્યાતો ડુકોમ અને રોઈંગ વિધાનસભા મતવિસ્તારમાંથી 43 મુંચૂ મીઠીનો સમાવેશ થાય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ