બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / 30 new Dhanvantari Raths have been started, total of 51 testing domes

મહામારી / ગુજરાતના અડધો અડધ કેસ અમદાવાદમાં નોંધાતા તંત્રએ શરૂ કરી દીધી આ સુવિધા

Kiran

Last Updated: 09:24 PM, 31 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના અડધો અડધ કેસ અમદાવાદમાં નોંધાતા મુખ્યમંત્રીના આદેશના પગલે ૩૦ નવા ધન્વંતરિ રથ શરૂ કરાય છે જ્યારે શહેરમાં 51 ટેસ્ટિંગ ડોમ ઊભા કરાયા છે

  • અમદાવાદમાં આજે 317 કેસ નોંધાયા 
  • અમદાવાદમાં કુલ 51 ટેસ્ટિંગ ડોમ ઊભા કરાયા 
  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 654 નવા કોરોનાના કેસ

ગુજરાતના શહેરોમાં કોરોના બેકાબૂ બનતો જાય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 654 નવા કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં આજે 317 કેસ નોંધાયા છે. રાજ્યમાં અમદાવાદમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ જોવા મળી રહ્યું છે. જેને લઈને લોકોમાં થોડો ઘણો ગભરાટ ફેલાયો છે, જોકે હજુ પણ જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું કે સોશિયલ ડિસ્ટ‌ન્સ જાળવવાનું મોટા ભાગના લોકો પસંદ કરતા નથી, જેના કારણે  ૧પ જાન્યુઆરી, ર૦રર સુધીમાં શહેરમાં રોજના કોરોનાના નવા પ૦૦ કેસ નોંધાય તો પણ નવાઇ પામવા જેવું નહીં રહે. 

અમદાવાદમાં કુલ પ૧ ટેસ્ટિંગ ડોમ ઊભા કરાયા 

રાજ્યમાં ફેલાતા કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે હવે આરોગ્ય તંત્ર સાબદું બન્યું છે જેને લઈ કોરોના સામે લડત આપવા માટે મ્યુનિ. તંત્ર પણ હરકતમાં આવ્યું છે. કોરોના અને તેના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને ઝડપથી ઓળખી લેવા માટે તંત્ર શહેરમાં વધુ ને વધુ ટેસ્ટિંગ ડોમ ઊભા કરી રહ્યું છે. તંત્રની આ નવી રણનીતિ મુજબ શહેરીજનો માટે હવે અમદાવાદમાં કુલ પ૧ ટેસ્ટિંગ ડોમ ઊભા કરાયા છે. આ ટેસ્ટિંગ ડોમનો મહત્તમ લોકો લાભ લે તે પણ હાલના કોરોનાના મહાવિસ્ફોટને જોતાં જરૂરી બન્યું છે. અમદાવાદના સેટેલાઇટ, મકરબા, જોધપુર અને જોધપુર ગામ સાયન્સ સિટી, નારણપુરા, ચાંદખેડા, વિજય ચાર રસ્તા વગેરે પશ્ચિમ અમદાવાદના વિસ્તારો ગઈ કાલે કોરોનાના હોટસ્પોટ બન્યા હતા. આમ પણ કોરોનાએ પશ્ચિમ અમદાવાદના બોડકદેવ, થલતેજ, નવરંગપુરા, આંબલી, ગોતા, ઓગણજ સહિતના વિસ્તારોમાં વધુ ને વધુ હાહાકાર મચાવવા લીધો છે. 

કોરોનાનો અજગરી ભરડો ફેલાયો 

અગાઉ કોરોનાની લહેર વખતે જમાલપુર, દાણીલીમડા, બહેરામપુરા વગેરે વિસ્તારો તેનાં એપી સેન્ટર બન્યા હતા, પરંતુ આ વખતે કોટ વિસ્તાર સહિત મધ્ય ઝોન, દક્ષિણ ઝોન, પૂર્વ ઝોનમાં કોરોના કે ઓમિક્રોનનો આતંક ઓછો રહ્યો છે. પશ્ચિમ અમદાવાદમાંથી અનેક લોકો દિવાળીના તહેવારોમાં બહારગામ ફરવા ગયા હોઈ તેમજ આ વિસ્તારમાં ‌વેપાર-વાણિજ્યની પ્રવૃત્તિ વધુ હોઈ કોરોનાનો અજગરી ભરડો ફેલાયો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, જોકે કોરોનાના સતત વધતા જતા કેસની વચ્ચે મ્યુનિ. તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે.

વધુ ૩૦ ધન્વંતરિ રથ અમદાવાદમાં ફરતા કરાયા 

તંત્ર દ્વારા પાંચ દિવસ પહેલાં પશ્ચિમ અમદાવાદમાં ફેલાયેલા કોરોનાના પ્રકોપને ધ્યાનમાં રાખીને બોડકદેવ, આંબલી, ન્યૂ ગોતા, ઓગણજ અને ચાંદલોડિયામાં નવા ટેસ્ટિંગ ડોમ શરૂ કરાયા હતા. હવે વધુ નવ ટેસ્ટિંગ ડોમનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, જેમાં પૂર્વ ઝોનના નવા પાંચ અને પશ્ચિમ ઝોનના નવા ચાર ડોમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના આદેશના પગલે વધુ ૩૦ ધન્વંતરિ રથ અમદાવાદમાં ફરતા કરાયા છે. કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા માટે સ્લમ અને સ્લમ જેવા વિસ્તારમાં વસતા ગરીબોની આરોગ્ય સુખાકારી જાળવવાનું કામ ધન્વંતરિ રથ કરે તેવી સૂચના પણ મુખ્યપ્રધાન પટેલે મ્યુનિ. તંત્રનું આપી છે.

કોવિડ કેસોની સ્થિતિ દર્શાવતું પ્રેઝન્ટેશન પણ રજૂ કરાયું 

ગઈ કાલે રિવરફ્રન્ટ હાઉસ ખાતે મુખ્યપ્રધાનના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસના સંદર્ભે સમીક્ષા કરાઈ હતી, જેમાં મ્યુનિ. કમિશનર લોચન સહેરા દ્વારા મુખ્યપ્રધાન પટેલ સમક્ષ કોરોનાને લડત આપવા તંત્ર દ્વારા કરાતી કામગીરી જેવી કે ટેસ્ટિંગ, વેક્સિનેશન, સારવાર, નવા ઓક્સિજન પ્લાન્ટ તેમજ કોવિડ કેસોની સ્થિતિ દર્શાવતું પ્રેઝન્ટેશન પણ રજૂ કરાયું હતું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શહેરમાં લોકોનું મહત્તમ ટેસ્ટિંગ, તમામ લોકોનું વેક્સિનેશન તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય અને માસ્કનો વધુ ને વધુ ઉપયોગ થાય તે બાબત પર ભાર મૂક્યો હતો.

નવરંગપુરાની મ્યુનિ. માર્કેટ ખાતે ટેસ્ટિંગ ડોમ

તંત્ર દ્વારા સીજીરોડ પરની મ્યુનિ. માર્કેટ ખાતે ટેસ્ટિંગ ડોમ શરૂ કરાયો છે. આ ઉપરાંત ચાંદખેડાના મોટેરા ગામમાં બળિયાબાપાના મંદિર અને ન્યૂ સીજીરોડ તેમજ ન્યૂ રાણીમાં દિગ્વિજય ગુજરાતી શાળાની બાજુમાં આવેલા સન રિયલ હોમ્સ ખાતે પણ ટેસ્ટિંગ શરૂ કરાયા છે તેમજ પૂર્વ ઝોનના રામોલ ખાતે બે, નિકોલ, નિકોલ, અમરાઇવાડી અને વસ્ત્રાલમાં એક-એક ડોમ ચાલુ થયો છે વાડજ અને સારંગપુર AMTS ડેપો ખાતે પણ ટેસ્ટિંગ ડોમ શરૂ કરાયા છે AMTS સત્તાવાળાઓએ પણ વાડજ અને સારંગપુર ડેપો ખાતે પેસેન્જર્સ કોરોના ટેસ્ટિંગ કરાવી શકે તેવા આશયથી નવા બે ડોમ શરૂ કર્યા છે તેમજ કંડક્ટર્સને પેસેન્જર્સનાં વેક્સિન સર્ટિફિકેટ તપાસવાની નવેસરથી તાકીદ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ