બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / 3 youths become victims 2 killed in Gadhda dumper bike hit

અકસ્માત / 3 યુવાનો કાળનો કોળિયો બની ગયા, ગઢડામાં ડમ્પરે બાઈક અડફેટે લેતા 2ના મોત, જેતપુરમાં એક યુવકને કારે ઉલાળ્યો

Kishor

Last Updated: 07:59 PM, 1 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઢડાના ઢસા ગામ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં બે યુવાનના મોત નિપજયા હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

  • બોટાદ જિલ્લાના ગઢડાના ઢસા ગામ પાસે ગમખ્વાર અકસ્માત
  • ખોડિયાર મંદિર નજીક અકસ્માતમાં 2ના મોત
  • જેતપુરના વાડાસડા ગામે અકસ્માતમાં યુવાનનું મોત

બોટાદ જિલ્લાના ગઢડાના ઢસા ગામનો માર્ગ વધુ એક વખત રાકતરંજીત બન્યો છે. જેમાં ખોડિયાર મંદિર નજીક ડમ્પર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 2 યુવાનના કમકમાટીભર્યા મોત નિપજયા હોવાનું સામે આવત્તા પંથકમાં ગમગીની છવાઈ છે. બેફામ સ્પીડે આવતા ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ડમ્પરે બાઈકને અડફેટે લીધું હતું. જેમાં બાઈક સવાર અનિલ પરમાર અને સુરેશ ઝાપડીયા નામના યુવાનના બનેં યુવાનના મોત નિપજયા હતા. આ મામલે જાણ થતા સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યા મૃતદેહને કબ્જે કરી પી.એમ અર્થે ગઢડા હોસ્પિટલ ખાતે ખસેડવા કાર્યવાહી હાથ ધરી હતી.

જેતપુરના વાડાસડા ગામેં કાર અને બાઇક વચ્ચે અકસ્માત 

અકસ્માતની વધુ એક ઘટના જેતપુરના વાડાસડા ગામેં સામે આવી હતી. કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. જેમાં બાઇક ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઇજાગ્રસ્ત થયેલ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બીજી બાજુ યુવાનને કાળ આંબી જતા જેતપુર તાલુકા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી કાર્યવાહી આગળ ધપાવી હતી.પોલીસે મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ તેજ બનાવી છે.


આ ઉપરાંત અકસ્માતની વધુ એક ઘટનામાં રાજકોટના કુવાડવા ગામનો જયેશ ઉર્ફે ચીકી સવજીભાઇ ગોહેલ (ઉં.વ.10) પોતાના ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ વેળાએ જીજે.03.એચઆર.5584 નંબરની વેગનઆર કારના ચાલકે અડફેટે લેતા જયેશને ગંભીર ઇજા થવા પામી હતી. જ્યા માથા તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ