બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 26 11 attack major movie trailer out film major based on major sandeep unnikrishnan

મનોરંજન / 26/11 Attack પર બનેલી ફિલ્મ 'મેજર'નું ટ્રેલર થયું રિલીઝ, જોવા મળશે રૂવાડા ઉભા કરી દે તેવો અભિનય

Arohi

Last Updated: 12:09 PM, 10 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ ફિલ્મ મુંબઈ હુમલામાં શહીદ થયેલા મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનના જીવન પર આધારિત છે.

  • 26 /11 Attack પર બની ફિલ્મ 
  • ફિલ્મ 'મેજર'નું ટ્રેલર થયું રિલીઝ
  • યાદ આવી જશે શહીદ મેજર સંદીપ 

બોલિવૂડ ફિલ્મ મેજરનું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ મુંબઈ હુમલામાં શહીદ થયેલા મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનના જીવન પર આધારિત છે. ફિલ્મનું ટ્રેલર જોયા બાદ 26/11ની ડરામણી તસવીર સામે આવી જશે. આ ફિલ્મમાં મેજર સંદીપના બાળપણથી લઈને મુંબઈ હુમલામાં તેમની શહાદત સુધીની સમગ્ર કહાની દર્શાવવામાં આવી છે. અભિનેતા આદિવી શેષ ફિલ્મમાં મેજર સેન્ડિનનું મહત્ત્વનું પાત્ર ભજવી રહ્યા છે. 

જુઓ ટ્રેલર 


બાળપણથી જ હતું ઓફિસર બનવાનું સપનું 
ટ્રેલરમાં તમે જોઈ શકો છો કે નાનપણથી જ મેજર સંદીપ આર્મી ઓફિસર બનવાનું સપનું જુએ છે અને દેશની સેવા કરવા માંગે છે. મેજરનું પાત્ર ભજવી રહેલા આદિવીએ પોતાના ટેલેન્ટથી આ પાત્રને ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. 

સલમાને શેર કર્યું ટ્રેલર 
ફિલ્મનું ટ્રેલર યુટ્યુબ ચેનલ યોની સોની પિક્ચર ફિલ્મ ઈન્ડિયા પર રિલીઝ કરવામાં આવ્યું છે. સાથે જ સલમાન ખાન અને મહેશ બાબુએ પણ તેમના સોશિયલ એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ દ્વારા ફિલ્મનું ટ્રેલર શેર કર્યું છે. ટ્રેલર ત્રણ ભાષામાં રિલીઝ કરવામાં આવ્યું છે.

આ ફિલ્મનું ડાયરેક્શન શશિ કિરણ ટિક્કાએ કર્યું છે અને આદિવી શેષ ઉપરાંત અભિનેત્રી ધુલીપાલ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. તેણે આ ફિલ્મમાં એક વિદેશી ભારતીય મહિલાનું પાત્ર ભજવ્યું હતું. જે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા 26/11 ની રાત્રના હુમલામાં હોટલની અંદર હતા. અભિનેતા પ્રકાશ રાજ ફિલ્મમાં મેજર સંદીપના પિતાની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મ 3 જૂને મોટા પડદા પર રિલીઝ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ