બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 08:30 PM, 24 February 2024
પૂર્વ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે લોકસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની બેઠકો જીતવાને લઈને સૌથી મોટો દાવો કર્યો છે. પ્રશાંત કિશોરે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 100 પણ બેઠકો મળે તે શક્ય નથી. તેમના કહેવા પ્રમાણે કોંગ્રેસ 100થી નીચે રહેશે. ભાજપને બેઠકો અંગે વાત કરતાં પ્રશાંતે કહ્યું કે ભાજપ માટે પણ 370 સુધી પહોંચવું અઘરું છે. જોકે ભાજપે 370 બેઠકો જીતવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) આ ચૂંટણીમાં 370 બેઠકોને સ્પર્શે તેવી સંભાવના નથી. જોકે, આ વખતે પશ્ચિમ બંગાળમાં પણ તે ખૂબ જ સારું પ્રદર્શન કરી શકે છે. જો બેઠકોની સંખ્યા 50-55 થઈ જાય છે, તો તેનાથી દેશની રાજનીતિ બદલાશે નહીં. કોંગ્રેસ માટે ચૂંટણી પરિણામમાં મને કોઈ સકારાત્મક પરિવર્તન દેખાતું નથી. મોટા ફેરફાર માટે કોંગ્રેસે 100નો આંકડો પાર કરવો પડશે. જોકે તેમણે ઉમેર્યું હતું કે, તેમને નથી લાગતું કે કોંગ્રેસ 100નો આંકડો પાર કરશે. તે આજે ખૂબ જ મુશ્કેલ છે.
ADVERTISEMENT
આવતા ગુરુવારે જાહેર થઈ શકે ભાજપનું પહેલું લિસ્ટ
ભાજપે પણ લોકસભા ચૂંટણીની તૈયારી શરુ કરી દીધી છે. આજે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાની આગેવાનીમાં ભાજપ મુખ્યાલયમાં પાર્ટીની મુખ્ય ચૂંટણી સમિતીની બેઠક મળી હતી અને તેમાં લોકસભા ચૂંટણીમાં યુપીના ઉમેદવારોની ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોનો દાવો છે કે માર્ચની મધ્યમાં એટલે કે 15 માર્ચની આસપાસ લોકસભા ચૂંટણી જાહેર થઈ શકે છે. સૂત્રોનો દાવો છે કે ભાજપ લોકસભાના ઉમેદવારોનું પહેલું લિસ્ટ આવતા ગુરુવારે જાહેર કરી શકે છે. સંભવિત 100 ઉમદવારોની યાદીમાં પીએમ મોદી અને અમિત શાહનું પણ નામ હોઈ શકે છે.
ભાજપની 100 ઉમેદવારોની યાદીમાં પીએમ મોદી-અમિત શાહનું નામ
ભાજપ પોતાની પ્રથમ યાદીમાં 100 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરે તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના વારાણસીથી સાંસદ છે, જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના ગાંધીનગરથી સાંસદ છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક આગામી સપ્તાહે ગુરુવારે યોજાવાની છે, જેમાં ઉમેદવારોના નામની ચર્ચા થશે. આવી સ્થિતિમાં, આ બેઠક પછી, ભાજપ તે જ દિવસે તેના ઉમેદવારોની પ્રથમ સૂચિ જાહેર કરી શકે છે. ભાજપનો દાવો છે કે આ લોકસભા ચૂંટણીમાં એનડીએને 400થી વધુ સીટો મળશે, જ્યારે ભાજપે 370 સીટો જીતવાનો પોતાનો ટાર્ગેટ રાખ્યો છે.
ADVERTISEMENT
13 માર્ચની આસપાસ જાહેર થઈ શકે લોકસભા ચૂંટણીની તારીખો
લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને હવે ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. સૂત્રોના જણાવ્યાનુસાર 13 માર્ચે આ તારીખો જાહેર થઈ શકે છે.
અત્યાર સુધી કોણે લોકસભા ઉમેદવારો જાહેર કર્યાં
અત્યાર સુધી યુપીની સમાજવાદી પાર્ટીએ લોકસભાના 30થી વધુ ઉમેદવારો જાહેર કર્યા છે. તે ઉપરાંત બીજી નાના પ્રાદેશિક પક્ષોએ પણ ઉમેદવારો જાહેર કર્યાં છે. ભાજપ અને કોંગ્રેસ હજુ પોતપોતાના ઉમેદવારો જાહેર કર્યાં નથી. તાજેતરમાં જ બિહારમાં નીતિશકુમારની જેડીયુ અને યુપીમાં જયંત ચૌધરીની આરએલડી ગઠબંધનમાંથી બહાર નીકળીને એનડીએનો હિસ્સો બન્યાં છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે દિલ્હી, ગોવા, હરિયાણા, ગુજરાત વગેરેમાં ગઠબંધન થયું છે, જ્યારે યુપીમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રને લઇને હજુ પણ વાતચીત ચાલી રહી છે.
ચૂંટણી પંચે પણ શરુ કરી દીધી છે તૈયારી
ચૂંટણી પંચના અધિકારીઓ હાલમાં વિવિધ રાજ્યોની મુલાકાત લઈને સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓનો તાગ મેળવી રહ્યા છે. ભૂતકાળમાં પશ્ચિમ બંગાળ, બિહાર જેવા રાજ્યોની મુલાકાત લેવામાં આવી છે, જ્યારે ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર વગેરે બાકી છે. સૂત્રોનું કહેવું છે કે, જ્યારે રાજ્યોની મુલાકાતો પૂરી થઈ જશે, ત્યારે આગામી મહિને 13 માર્ચ બાદ ગમે ત્યારે લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. 2019માં છેલ્લી લોકસભા ચૂંટણીની વાત કરીએ તો 11 એપ્રિલથી 19 મે સુધી સાત તબક્કામાં મતદાન થયું હતું, જ્યારે 23 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.