બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / 2 more people die due to heart attack in Rajkot, 34-year-old Rashid Khan dies

હાર્ટ એટેક.. / રાજકોટમાં રાત્રે સૂતા બાદ 34 વર્ષનો યુવક ઉઠ્યો જ નહીં, 45 વર્ષના આધેડ વાડીમાં જ બેભાન, બંનેના મોત

Dinesh

Last Updated: 10:26 PM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News : રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મોતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં આજે વધુ બે વ્યક્તિના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે

  • રાજકોટ હાર્ટ એટેકના કારણે વધુ 2 વ્યક્તિના મોત
  • રાશીદ ખાન નામના 34 વર્ષના યુવકનું મોત
  • રાજેશ ભૂત નામના 45 વર્ષના યુવકનું મોત


વર્તમાનમાં હૃદય ધબકારા ચુકી જવાના કિસ્સા વધી રહ્યાં છે. હવે એવુ લાગે છે કે આ શબ્દનો ઉપયોગ વારંવાર કરવો પડે અને એ પણ મોટેભાગે અજુગતી ઘટનામાં. નાની ઉમરે હૃદયના ધબકારા બંધ થઈ જાય અને કોઈ વ્યક્તિ અચાનક ચિર નિંદ્રામાં પોઢી જાય. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક સ્થળોએ એવા કિસ્સા બન્યા કે જેમાં યુવાન વયે હૃદય થંભી ગયું હોય અને વ્યક્તિનું મૃત્યુ થયું હોય. કોઈ ગરબાની પ્રેક્ટિસ દરમિયાન અચાનક ઢળી પડે છે, કોઈ ક્રિકેટ રમતા રમતા બેભાન થઈ જાય છે. તો કોઈ ઓફિસ કે કારખાનામાં કામ કરતા કરતા હૃદયરોગના અચાનક હુમલાથી મૃત્યુને ભેટે છે. ત્યારે આજે રાજકોટમાં વધુ બે વ્યક્તિઓના હાર્ટ એટેકથી મોત થયા છે. 

હાર્ટ એટેકના કારણે બેના મોત
રાજકોટમાં હાર્ટ એટેકના કારણે વધુ 2 વ્યક્તિના મોત થયા છે. રાશીદ ખાન નામના 34 વર્ષના યુવકનું મોત થયું છે તો રાજેશ ભૂત નામના 45 વર્ષના યુવકનું હર્દય થંભી જવાથી મોત થયું છે. રાત્રે સૂતા બાદ રાશીદ ખાન સવારે ન ઉઠ્યા જ ન હતાં. રાજેશ ભૂત ખોરાણા ગામ ખાતે વાડીએ બેભાન હાલતમાં મળ્યા હતા.

હૃદયરોગના દર્દીઓ વધ્યા
ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં હૃદયરોગના દર્દીઓ પણ વધ્યા છે. વર્તમાન સમયનો તણાવ કહો કે જીવનશૈલી પરંતુ હૃદયરોગના હુમલાઓનું વધતું પ્રમાણ આજની પેઢી માટે ચિંતાજનક છે તે વાતનો ઈન્કાર ન થઈ શકે. આવી તકલીફનું સમાધાન શું?, જીવનશૈલીમાં બદલાવ કઈ રીતે લાવવો, શું બદલાવ લાવવો, તમારી અંદર રહેલો તણાવ કઈ રીતે દૂર કરવો જોઈએ 

હાર્ટ એટેક આવે તે પહેલા શરીરમાં થવા લાગે છે આ બદલાવ, આ વસ્તુઓ નોટીસ કરતા  રહેજો | These changes seem to take place in the body before a heart attack,  keep noticing

હૃદય ધબકારો કેમ ચૂકી જાય છે?
છેલ્લા બે દાયકામાં નાની વયે હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધ્યું છે.  ચરબી જામી જવી હૃદયરોગના હુમલા પાછળનું કારણ છે.  ચરબી જામવાથી નળી સાંકડી થાય છે જે સરવાળે હાર્ટ અટેકમાં પરિણમે છે.  નવી પેઢી આરોગ્ય પ્રત્યે સભાન પરંતુ તણાવ વધ્યો. બહારનો ખોરાક લેવાનું પ્રમાણ વધ્યું. તેમજ  ધૂમ્રપાનનું પ્રમાણ યુવા પેઢીમાં વધ્યું છે.  હૃદયને લોહી પહોંચાડતી નળી તણાવને કારણે ખરબચડી બની શકે છે.  કસરત કરવાની પરાકાષ્ઠા આવે ત્યારે ચોક્કસ હોર્મોન સક્રિય થતા હોય છે. આવા હોર્મોન્સ સ્ટ્રેસ માટે પણ જવાબદાર હોય છે જેથી હાર્ટ અટેક આવી શકે છે.  ખોરાકમાં ટ્રાન્સફેટનું પ્રમાણ નુકસાનકારક સાબિત થાય છે. એકના એક તેલમાં તળેલી વસ્તુ નુકસાનકારક સાબિત થાય છે. ટ્રાન્સફેટ ચરબીના થર જમાવી દે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ