ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / 19 out of 20 ministers of Bhupendra Patel government won

જનાદેશ / ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ જ નહીં, મંત્રીઓનો પણ દબદબો: સરકારના 20માંથી 19 મંત્રીઓની ભવ્ય જીત, જુઓ CMને કેટલાં લાખની લીડ

Published By: Malay

Last Updated: 11:46 AM, 9 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે ભાજપે તમામ જૂન રેકોર્ડ તોડી દીધા છે. ભૂપેન્દ્ર સરકારના 20 મંત્રીઓમાંથી માત્ર એક જ કાંકરેજના ઉમેદવાર કીર્તિસિંહ વાઘેલા ચૂંટણી હારી ગયા છે. જ્યારે 19 મંત્રીઓ જીતી ગયા છે.

ADVERTISEMENT

 

  • ભૂપેન્દ્ર પટેલ સરકારના 20 મંત્રીમાંથી 19 મંત્રીની જીત
  • CM ભૂપેન્દ્ર પટેલને સૌથી વધુ 1.92 લાખની લીડ
  • કાંકરેજના ઉમેદવાર કીર્તિસિંહ વાઘેલા ચૂંટણી હારી ગયા

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે ભાજપે તમામ જૂન રેકોર્ડ તોડી દીધા છે.  ભાજપને 156 બેઠક મળી છે તેમજ કોંગ્રેસને 17 અને આમ આદમી પાર્ટીને 5 તેમજ અન્યના ખાતામાં 4 બેઠક ગઈ છે.  ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસને પણ કંઈ ઓછું નુકસાન નથી વેઠવું પડ્યું. કોંગ્રેસ ફક્ત 17 બેઠકો પર સમેટાઈ ગઈ છે . તો 182 બેઠકો પર ઉમેદવારો ઉતારીને જીતીને ગુજરાતમાં સરકાર બનાવવાનું સપનું જોઈ રહેલી આમ આદમી પાર્ટી ભાજપની આંધીમાં એવી તો ઉડી ગઈ કે ઊભી થાય તેવી હાલતમાં રહી નથી. 

ભૂપેન્દ્ર પટેલની સરકારના 20માંથી 19 મંત્રીઓ જીત્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના 20 મંત્રીમાંથી 19 મંત્રી જીતી ગયા છે.  ભૂપેન્દ્ર સરકારના 20 મંત્રીઓમાંથી માત્ર એક જ કાંકરેજના ઉમેદવાર કીર્તિસિંહ વાઘેલા ચૂંટણી હારી ગયા છે. જ્યારે 19 મંત્રીઓ જીતી ગયા છે. જેમાં જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણશ મોદી, રાઘવજી પટેલ, કનુ દેસાઈ, કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, અર્જુનસિંહ ચૌહાણ, હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, જીતુ ચૌધરી, મનીષબેન વકીલ, મુકેશ પટેલ, નિમિષાબેન સુથાર, કુબેર ડિંડોર, ગજેન્દ્રસિંહ પરમાર, વિનુ મોરડિયા અને દેવા માલમનો સમાવેશ થાય છે. 

રૂપાણી સરકારના પણ બે મંત્રીઓ હાર્યા
તો આ અગાઉના મંત્રીમંડળ એટલે કે વિજય રૂપિયાણીના મંત્રીમંડળના બે મંત્રીઓ હારી ગયા છે. માણાવદરથી જવાહર ચાવડા અને ચાણસ્માથી દિલીપ ઠાકોર હારી ગયા છે. 

જુઓ CMના 18 મંત્રીઓ કેટલા માર્જિનથી જીત્યા 

નામ મળેલા મત માર્જિન
ભૂપેન્દ્ર પટેલ 2,12,480 1,92,263
જીતુ વાઘાણી 851,188 41,922
ઋષિકેશ પટેલ 87,803 34,572
પુર્ણેશ મોદી 1,22,886 104,637
રાઘવજી પટેલ 79439 47500
કનુ દેસાઈ 1,21,968 97164
કિરીટસિંહ રાણા 80,391 23,003
નરેશ પટેલ 1,31,116 93,166
અર્જુનસિંહ ચૌહાણ 1,08,541 45604
હર્ષ સંઘવી 1,33,335 1,31,675
જીગદીશ પંચાલ 92,798 54,496
જીતુુ ચૌધરી 90,999 32,968
મનિષા વકીલ 1,30,705 98,597
મુકેશ પટેલ 1,38,566 85,826
નિમિષા સુથાર 81897 48,877
કુબેર ડિંડોર 47,822 14,492
ગજેન્દ્રસિંહ પરમાર 81,165 50,367
વિનુ મોરડિયા 1,20,505 64,627
દેવા માલમ 55,802 4208

ભૂપેન્દ્ર પટેલ સરકારના 5 મંત્રીઓની કપાઈ હતી ટિકિટ
અત્રે ઉલ્લેખનીય છે કે,  ભૂપેન્દ્ર પટેલ સહિત સરકારમાં 25 મંત્રી હતા. જેમાંથી આ વખતે પાંચ મંત્રીની ટિકિટ કાપી નાખવામાં આવી હતી, જેમાં રાજેન્દ્ર ત્રિવેદી, અરવિંદ રૈયાણી, પ્રદીપ પરમાર, બ્રિજેશ મેરજા અને સુરતની મહુવા સીટના ધારાસભ્ય અને મંત્રી રાઘવ મકવાણાની ટિકિટ કાપી નાખવામાં આવી. 2022માં 20 મંત્રીને ફરીવાર ટિકિટ આપવામાં આવી હતી. આ પરીક્ષામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ફૂલ્લી પાસ થયા છે, તેમાના 20 મંત્રીઓમાંથી 19 મંત્રીઓ ચૂંટણી જીતી ગયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bhupendra Patel CM bhupedra patel Gujarat elections 2022 government won ગુજરાત ચૂંટણી ભૂપેન્દ્ર પટેલના મંત્રીઓ પાસ gujarat election result

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ