બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 10 minutes delivery policy can increase the risk of accidents, a scary report has come out

સર્વે / 10 જ મિનિટમાં ડિલીવરી પોલિસીથી વધી શકે છે અકસ્માતનો ખતરો, સામે આવ્યો ડરામણો રિપોર્ટ

Megha

Last Updated: 03:06 PM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક સર્વેના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં 83%થી વધુ એપ-આધારિત કેબ ડ્રાઇવરો દિવસમાં 10 કલાકથી વધુ કામ કરે છે. આમ છતાં તેની કમાણી ઘણી ઓછી છે.

છેલ્લા ઘણા સમયથી ઘણા અલગ અલગ સર્વે કરવામાં આવી રહ્યા છે. આ સર્વે દ્વારા લોકોની વિચારસરણી શું છે અને એમને કઈ કઈ પરેશાનીઓનો સામનો કરવો પડે એ વિશે જાણી શકાય છે. એવામાં હાલ ગીગ વર્કર્સ એટલે કે ઓનલાઈન પ્લેટફોર્મ અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓની સ્થિતિ પર એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે દિલ્હી, મુંબઈ, લખનૌ, હૈદરાબાદ, બેંગલુરુ, કોલકાતા, જયપુર અને ઈન્દોરમાં કેબ ડ્રાઈવરો અને ડિલિવરી પર્સન વચ્ચે કરવામાં આવ્યો હતો. 

Topic | VTV Gujarati

આ સર્વેના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં 83%થી વધુ એપ-આધારિત કેબ ડ્રાઇવરો દિવસમાં 10 કલાકથી વધુ કામ કરે છે. આમ છતાં તેની કમાણી ઘણી ઓછી છે. આ ડ્રાઇવરો શારીરિક રીતે થાકી જવાની સાથે માર્ગ અકસ્માતના જોખમોનો પણ સામનો કરે છે. ખાસ કરીને 10 મિનિટમાં ડિલિવરી કરવાની પોલિસીને કારણે આ ખતરો વધુ વધી ગયો છે. સર્વેમાં એમ પણ બહાર આવ્યું છે કે 86% ડિલિવરી પર્સનને આ નીતિ 'સંપૂર્ણપણે અસ્વીકાર્ય' ગણાવી હતી. 

આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દિવસમાં 14 કલાકથી વધુ કામ કરવા છતાં, 43% કેબ ડ્રાઈવરોનું કહેવું છે કે ખોરાક, ઈંધણ, વાહનની જાળવણી, EMI વગેરેના ખર્ચને બાદ કર્યા પછી, તેઓ સરેરાશ મહિનામાં 15 હજાર રૂપિયાથી ઓછી કમાણી કરે છે. એપ આધારિત ડિલિવરી કરનારા 34% લોકો પણ દર મહિને 10 હજાર રૂપિયાથી ઓછી કમાણી કરી રહ્યા છે. 72% કેબ ડ્રાઈવરો અને 76% ડિલિવરી પર્સન્સે કહ્યું કે તેઓને ખર્ચને મેનેજ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ફૂડ ડિલીવરી બૉયને લઇ ચોંકાવનારો સર્વે, પાર્સલ તમારે ઘેર આવતા પહેલા... |  Food delivery boy parcel survey

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ગીગ વર્કર્સની ઓછી કમાણી પાછળનું કારણ ઈચ્છા અનુસારના ભાડા, કમિશન રેટ અને એગ્રીગેટર કંપનીઓની કપાત છે. મોટાભાગના એપ આધારિત કેબ ડ્રાઈવરો કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવતા ભાડાથી સંતુષ્ટ નથી. 35% લોકોએ કહ્યું કે કંપનીઓ પ્રતિ રાઈડ 31 થી 40% કમિશન વસૂલે છે જ્યારે સત્તાવાર રીતે કંપનીઓ દાવો કરે છે કે તેઓ 20% કમિશન વસૂલે છે. સાથે જ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ડ્રાઇવરો અને ડિલિવરી પર્સન વધારે કામને કારણે બીમાર પડી રહ્યા છે. 

વધુ વાંચો: અમેઠીથી રાહુલ ગાંધી તો PM મોદીને આ દિગ્ગજ નેતા આપશે ટક્કર, જાણો કેવું હશે કોંગ્રેસનું બીજું સંભવિત લિસ્ટ

રિપોર્ટમાં શું સામે આવ્યું?
- 83% કેબ ડ્રાઇવરો દરરોજ 10 કલાકથી વધુ કામ કરે છે
- 31% કેબ ડ્રાઇવરો દરરોજ 14 કલાકથી વધુ કામ કરે છે
- 43% ડ્રાઈવરોની માસિક આવક 15000 રૂપિયાથી ઓછી છે
- 34% ડિલિવરી પર્સન દર મહિને 10,000 રૂપિયાથી ઓછી કમાણી કરે છે
- ડ્રાઇવર અને ડિલિવરી પર્સન તેમની કમાણી કરતા 76% વધુ ખર્ચ કરે છે
- 99% થી વધુ કેબ ડ્રાઇવરો પગમાં દુખાવો, પાઈલ્સ અથવા હૃદયની સમસ્યાઓથી પીડાય છે.
- 48% જેટલા ડ્રાઈવરો અને ડિલિવરી પર્સન અઠવાડિયામાં 1 દિવસ પણ રજા લઈ શકતા નથી.
- 98% લોકોએ ચિંતા, તણાવ જેવી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓની જાણ કરી
- 79% ડ્રાઇવરો ઊંઘના અભાવથી પીડાય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ