બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Your child likes to be alone, isn't he a victim of bullying somewhere? These habits of parents make children irritable.

લાઈફ સ્ટાઈલ / તમારું બાળક એકલા રહેવાનું કરે છે પસંદ, ક્યાંક બુલિંગનું તો નથી ને શિકાર?, પેરેન્ટ્સની આ આદતોથી બાળકો થઇ જાય છે ચીડચીડિયાં

Vishal Khamar

Last Updated: 11:50 PM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુલિંગ એક એવો શબ્દ છે, જે કોઇ ને પણ પરેશાન કરી શકે છે. તેનો અર્થ છે કોઇ પણ વ્યક્તિને પરેશાન કરવા કે પછી કોઇ પણ રીતે ઇજા પહોંચાડવી. સ્કૂલમાં સરખી ઉંમરનાં બાળકો હંમેશાં એકબીજાને પરેશાન કરે છે, તેને ‘બુલી’ કહેવાય છે.

  • સ્કૂલમાં સરખી ઉંમરનાં બાળકો હંમેશાં એકબીજાને પરેશાન કરે છે
  • કેટલીક વાતોથી બાળકોને બુલી મહેસૂસ કરાવી શકે
  • ઇમોશન બુલિંગ દરમિયાન પેરેન્ટ્સ બાળકોને ચિડાવે છે

 બાળકો હોય કે મોટા દરેક વ્યક્તિને આ બાબતથી પરેશાની થઇ શકે છે. પેરેન્ટ્સ પોતાનાં બાળકોને ખૂબ પ્રેમ તો કરે છે, પરંતુ તેઓ જાણતાં નથી કે અજાણતાં તેઓ પોતાની કેટલીક વાતોથી બાળકોને બુલી મહેસૂસ કરાવી શકે છે અથવા તો પરેશાન થઇને બાળકો ચીડચીડિયાં બની જાય છે અને એકલા રહેવાનું પસંદ કરે છે. પેરેન્ટ્સને એ વાતનો અંદાજ પણ હોતો નથી કે તેઓ પોતાના બાળકોને બુલી કરી રહ્યા છે.
બાળકોને ડરાવવાં
ઇમોશન બુલિંગ દરમિયાન પેરેન્ટ્સ બાળકોને ચિડાવે છે અથવા તો તેમની મજાક ઉડાવે છે. તેમને ધમકાવે છે તો કેટલાક પેરેન્ટ્સ બાળકોને શરમનો અનુભવ કરાવે છે. પેરેન્ટ્સ જો બાળકો સાથે આમ કરે છે તો તેમના આત્મસન્માનને ઠેસ પહોંચે છે.
બાળકોની ફીલિંગને ન સમજવી
જો તમારું બાળક દુઃખી રહે છે તો તેમનામાં કોન્ફિડન્સની કમી છે તો સમજી લો કે ઉછેરમાં થોડી કમી રહી જાય છે. જો તમે તમારા બાળકને શું કરવું અને શું ન કરવું એવું સમજાવી રહ્યા છો તો તેમને પણ બોલવાનો મોકો આપો અને તેમની લાગણીઓને પણ સમજો.
ખોટી રીતે ડિસિપ્લિન શીખવવી
પેરેન્ટ્સ ઇચ્છે છે કે તેમનું બાળક દરેક વ્યક્તિ સામે સારી રીતે વર્તે. આજ કારણ છે કે તેઓ નાનપણથી જ બાળકોને સંસ્કાર આપવાના શરૂ કરી દે છે. બાળકોને ડિસિપ્લિન આપતી વખતે કેટલાક પેરેન્ટ્સ ખોટી રીત અપનાવતા હોય છે. ખાસ કરીને બુલિંગ પેરેન્ટ ફિઝિકલ ફોર્સ અને વાયોલન્સનો ઉપયોગ કરે છે. તેમાં બાળકોને લડવુ, થપ્પડ મારવી, ખેંચવા કે ધક્કો મારવો સામેલ છે. આ બાળકોને ડિસિપ્લિન શીખવવાની યોગ્ય રીત નથી. બાળકો સાથે હંમેશા પ્રેમથી વર્તો. તેઓ તમારી સામે તો બાળક જ છે અને હંમેશા રહેશે, તે વાત કદી ન ભુલો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ