ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / Yami Gautam reveals the dirty secrets of Bollywood! Told what had to be done in films
ADVERTISEMENT
ADVERTISEMENT
બોલીવૂડ એકટ્રેસ યામી ગૌતમે પોતાની અદાકારીના દમ પર ફિલ્મ ઇંડસ્ટ્રીમાં ખાસ જગ્યા બનાવી છે. આ ઇંડસ્ટ્રીમાં તેનો કોઈ ગોડફાધર નથી, તે છતા આજે તેના કરોડો ફેન્સ છે. આ દરમિયાન તેને બોલીવૂડના તુચ્છ પક્ષ પરથી પરદો ઉઠાવ્યો છે. તેઓ એ કહ્યું કે, બોલીવૂડમાં કામ કરવું તેમના માટે સહેલુ નહોતુ. યામીએ ઘણી એવી ફિલ્મોમાં પણ કામ કરવું પડ્યું જેમાં તે નહોતી જવા ઈચ્છતી.

ADVERTISEMENT
યામી ગૌતમે તાજેતરમાં જ બોલીવૂડને લઈને આ ખાસ ખુલાસો કર્યો છે. તેણે 'બોલીવૂડ હંગામાને આપેલ ઇન્ટરવ્યુંમાં કહ્યું કે, તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવી આવી હતી ત્યારે તેણી સાથે કેવું વ્યવહાર કરવામાં આવ્યું હતું.
એકટ્રેસે જણાવ્યું કે, શરૂઆતમાં તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવતુ હતું. તે છતાં તેઓએ બોલીવૂડમાં પોતાની જગ્યા બનાવી. વધુમાં કહ્યું કે, પહેલી સફળ ફિલ્મ બાદ તેને એવી ફિલ્મો કરવી પડી જે તે નહોતી કરવા માંગતી.
ADVERTISEMENT

યામી ગૌતમે કહ્યું કે, મેં ઘણી ફિલ્મોમાં કામ કર્યુ અને મને યાદ છે કે, હું તેનાથી ખુશ નહોતી. તે એટલા માટે, જ્યારે તમે તમારી ઈચ્છા વિરૂદ્ધ કોઈ કામ કરો છો અને એ પણ ફક્ત એટલા માટે કે, તમને ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવું છે. મને કહેવામાં આવ્યું હતું કે, જો તમે દર્શકોના દિલો-દિમાગથી દૂર થઈ જશો. તે સમયે મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતું. 6-7 વર્ષ પહેલાનો સમય મારી માટે ખૂબજ જ કઠિન રહ્યો.
ADVERTISEMENT
અભિનેત્રીએ કહ્યું કે, તેઓેને ફક્ત અમુક નક્કી કરેલા એક્ટર્સ સાથે જ ફિલ્મો ઓફર થતી હતી અને તે એવી ફિલ્મો જેમા સોંગ વધારે હોય. યામીએ વધુમાં જણાવ્યું કે, મને અમુક નામો સાથે જ કામ કરવાનું કહેવામાં આવ્યું. જો કે મે તે પણ કર્યું પરંતુ તે મારા કોઈ કામ આવ્યું નહી.
ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી યામી ગૌતમે ગત વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ 'એ થર્સડે'માં પોતાની જબરજસ્ત અદાકારી બતાવીને ખૂબ લોકચાહના મેળવી હતી. આ ફિલ્મમાં તેણીથી 16 બાળકોને બંધક બનાવવાવાળી પ્લે સ્કૂલની શિક્ષિકાની પોતાની શાનદાર એક્ટિંગથી લોકોના દિલ જીત્યા હતા. તેઓએ ઘણી સારી ફિલ્મો પણ કરી છે જેમ કે, સનમ રે , બાલા, બદલાપુર, ઉરી - ધ સર્જિકલ સ્ટ્રાઈક,કાબિલ અને ભૂત પુલિસ જેવી ફિલ્મો શામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ