બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / WPL 2024 first time such an event has happened So many records broken

Women's Premier League / ઐતિહાસિક: એક જ ટીમે તોડ્યાં આટલાં બધાં રેકોર્ડ્સ! WPLમાં પ્રથમવાર સર્જાઇ આવી ઘટના, જુઓ વિનર્સ લિસ્ટ

Megha

Last Updated: 09:23 AM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RCB ટીમે WPL 2024નો ખિતાબ જીત્યો છે. આ સાથે જ WPL 2024માં RCBના ખેલાડીઓએ જ પર્પલ કેપ અને ઓરેન્જ કેપ જીતી છે. ચાલો જાણીએ કઈ ટીમ અને કયા ખેલાડીઓને શું મળ્યું.

વિમેન્સ પ્રીમિયર લીગ 2024ની ફાઇનલ મેચ 17 માર્ચે દિલ્હીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મહિલા અને દિલ્હી કેપિટલ્સ મહિલા ટીમ વચ્ચે રમાઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવીને ટ્રોફી પર કબજો કર્યો હતો. 

આ જીત સાથે RCB અને DC પર કરોડો રૂપિયાનો વરસાદ થયો. ચાલો જાણીએ કઈ ટીમ અને કયા ખેલાડીઓને શું મળ્યું.

કઈ ટીમને કેટલી ઈનામી રકમ મળી? 
ખિતાબ જીતનાર આરસીબીને 6 કરોડ રૂપિયા મળ્યા છે. રનર અપ ડીસીને 3 કરોડ રૂપિયા મળ્યા. દિલ્હી કેપિટલ્સ ગત સિઝનમાં પણ રનર્સ-અપ રહી હતી અને તેને 3 કરોડ રૂપિયા મળ્યા હતા. દિલ્હી કેપિટલ્સએ લીગ મેચોમાં 8 મેચ રમી અને 6 મેચ જીતી. ટીમને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આરસીબીએ 8 મેચ રમી, ટીમે 4 મેચ જીતી અને 4 મેચ હારી.

ઓરેન્જ કેપ જીતવા બદલ એલિસ પેરીને શું મળ્યું? 
આ સિઝનમાં પોતાની શાનદાર બેટિંગથી લોકો વચ્ચે ચર્ચામાં રહેનાર એલિસ પેરીએ ઓરેન્જ કેપ જીતી હતી. તે WPL 2024માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતી. આ શાનદાર પ્રદર્શન માટે તેને 5 લાખ રૂપિયા મળ્યા હતા. આ સિઝનમાં પેરીએ 2 અડધી સદી ફટકારી હતી. તેણે 69.4ની એવરેજથી 347 રન બનાવ્યા છે. મેગ લેનિંગ રનના મામલામાં બીજા ક્રમે છે. તેણે 9 મેચની 9 ઇનિંગ્સમાં 36.77ની એવરેજથી 331 રન બનાવ્યા હતા.

પર્પલ કેપ જીતનાર શ્રેયંકા પાટીલને શું મળ્યું? 
આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર શ્રેયંકા પાટીલ હતી. તેણે 8 મેચમાં 13 વિકેટ લીધી હતી. આ શાનદાર પ્રદર્શન માટે તેને 5 લાખ રૂપિયા મળ્યા હતા. આ ખેલાડીએ આ સિઝનમાં 12.07ની એવરેજથી બોલિંગ કરી છે. તેણે આખી સિઝનમાં પોતાની ઘાતક બોલિંગથી તમામ ટીમોને પરેશાન કરી દીધા હતા. RCBની આશા શોભના અને સોફી મોલિનક્સ (12-12) વિકેટના સંદર્ભમાં બીજા અને ત્રીજા સ્થાને છે.

આ સાથે જ મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનો એવોર્ડ મેળવનાર દીપ્તિ શર્માને 5 લાખ રૂપિયા મળ્યા હતા. ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યરનો ખિતાબ જીતનાર શ્રેયંકાના ખાતામાં 5 લાખ રૂપિયા આવ્યા છે. સજીવન સજનાને કેચ ઓફ ધ સીઝનનો એવોર્ડ મળ્યો હતો. તેને 5 લાખ રૂપિયા પણ મળ્યા હતા. આ સિઝનમાં સૌથી વધુ સિક્સર મારનાર શેફાલી વર્માને 5 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું હતું. ફાઈનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બનેલી સોફી મોલિનેક્સને 2.5 લાખ રૂપિયા મળ્યા હતા.

વધુ વાંચો : RCB WPL Champions થતાં જ મીમનો વરસાદ, કોહલી ટાર્ગેટ, જેઠાલાલવાળું પોસ્ટર સૌથી હટકે

WPL 2024 ના તમામ એવોર્ડ વિજેતાઓ: 
વિજેતા (રૂ. 6 કરોડ) - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 
રનર અપ (રૂ. 3 કરોડ) - દિલ્હી કેપિટલ્સ 
ઇમર્જિંગ પ્લેયર (રૂ. 5 લાખ) – શ્રેયંકા પાટિલ (RCB) 
મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર (5 લાખ રૂપિયા) - દીપ્તિ શર્મા (UPW) 
ઓરેન્જ કેપ (રૂ. 5 લાખ) - એલિસ પેરી (RCB) 
પર્પલ કેપ (રૂ. 5 લાખ) – શ્રેયંકા પાટીલ (RCB) 
સૌથી વધુ છગ્ગા (રૂ. 5 લાખ) - શફાલી વર્મા (દિલ્હી કેપિટલ્સ) 
સુપર સ્ટ્રાઈકર ઓફ સિઝન (રૂ. 5 લાખ) - જ્યોર્જિયા વેરહેમ (RCB) 
કેચ ઓફ ધ સીઝન (રૂ. 5 લાખ) - એસ. સજના (MI) 
ફેર પ્લે એવોર્ડ (રૂ. 5 લાખ) - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 
બેસ્ટ પ્લેયર ઓફ ફાઇનલ મેચ (રૂ. 2.5 લાખ) - સોફી મોલિનાઉ (RCB) 
સિઝનનો બેસ્ટ કેચ- સંજના સજીવન (મુંબઈ ઈન્ડિયન્સ) 
સિઝનના સૌથી વધુ સિક્સર- શેફાલી વર્મા (દિલ્હી કેપિટલ્સ) 
WPL 2024 નો સર્વોચ્ચ સ્કોર- હરમનપ્રીત કૌર (મુંબઈ ઇન્ડિયન્સ)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ