ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / વિશ્વ / VIDEO : 17 વર્ષ બાદ ખાલિદા જિયાનો પુત્ર બાંગ્લાદેશ આવ્યો, ઢાકા એરપોર્ટ પર પહોંચ્યાં લાખો લોકો

વિશ્વ / VIDEO : 17 વર્ષ બાદ ખાલિદા જિયાનો પુત્ર બાંગ્લાદેશ આવ્યો, ઢાકા એરપોર્ટ પર પહોંચ્યાં લાખો લોકો

Published By: Ajitsinh Jadeja

Last Updated: 04:16 PM, 25 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dhaka News: બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન 17 વર્ષ પછી દેશમાં પાછો ફર્યો છે.

ADVERTISEMENT

Dhaka News: બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન 17 વર્ષ પછી દેશમાં પાછો ફર્યો છે. ઢાકા એરપોર્ટ નજીક તેના સ્વાગત માટે તેની પાર્ટી બીએનપીના કાર્યકરો એકઠા થયા હતા.

ધરપકડથી બચવા માટે રહેમાન 2008 માં લંડન ભાગી ગયો હતો. તે સમયે હસીના સરકાર દરમિયાન તેમની સામે ભ્રષ્ટાચારના અનેક કેસ ચાલી રહ્યા હતા. આવતા વર્ષે 12 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. શેખ હસીનાની પાર્ટી અવામી લીગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરિણામે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ચૂંટણી જીતવા માટે મુખ્ય દાવેદાર છે.

બીએનપીના પ્રમુખ ખાલિદા ઝિયાની ઉમર 80 વર્ષ થઇ છે. અને ખૂબ બીમાર છે. તેથી એવું માનવામાં આવે છે કે રહેમાન આગામી પીએમ પદ માટે દાવેદાર હોઈ શકે છે. યુનુસના પ્રેસ સેક્રેટરીએ જણાવ્યું હતું કે તારિકનું પરત આવવાથી રાજકીય શૂન્યાવકાશ ભરાશે.

vtv app promotion

મુખ્ય સલાહકાર યુનુસના પ્રેસ સેક્રેટરી શફીકુલ આલમે જણાવ્યું હતું કે બીએનપી નેતા તારિક રહેમાનનું પરત આવવાથી બાંગ્લાદેશમાં રાજકીય શૂન્યાવકાશ ભરવામાં મદદ મળશે. તેમણે કહ્યું, "અમે તારિકનું સ્વાગત કરીએ છીએ. તેઓ બાંગ્લાદેશના સૌથી મોટા પક્ષના નેતા છે, અને તેમના પાછા ફરવાનો સકારાત્મક પ્રભાવ પડશે. દેશમાં ખરેખર રાજકીય શૂન્યાવકાશ છે, અને તેમના આગમનથી તેને ભરવામાં મદદ મળશે."

તારિકની સુરક્ષા વિશે પૂછવામાં આવતા, શફીકુલે કહ્યું કે બીએનપી તેનું નિરીક્ષણ કરી રહી છે અને સરકાર શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહી છે.

આ પણ વાંચોઃ 17 વર્ષના વનવાસ બાદ બાંગ્લાદેશની રાજનીતિમાં 'કાઉન પ્રિન્સ'ની રિએન્ટ્રી, કોણ છે તારિક રહેમાન?

બીએનપીના કાર્યકરોએ કહ્યું, "લીડર વાપસ આ રહા હૈ."

તારિક રહેમાનના પાછા ફરવાની સાથે શહેરના વિવિધ ભાગોમાં રસ્તાના કિનારે બેનરો લગાવવામાં આવ્યા છે. તેમની પાર્ટી, બીએનપીના કાર્યકરોએ કહ્યું, " લીડર વાપસ આ રહા હૈ."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dhaka News Tariq Rahman Bangladesh News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ