બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup Final Team India Playing eleven can include Ashwin

World Cup 2023 / વર્લ્ડકપની ફાઇનલ મેચમાં કેવી હશે ભારતની પ્લેઈંગ-11? કોઈનું પત્તું કપાય તેવી શક્યતા ઓછી, ઑસ્ટ્રેલિયા તો કન્ફ્યુઝનમાં

Vaidehi

Last Updated: 09:40 AM, 19 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમનાં બેટર અને બોલર આ ટૂર્નામેંટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે. હાર્દિક પંડ્યાનાં ઈજાગ્રસ્ત થયા બાદ નવા સંયોજનો જોવા મળ્યાં જે શ્રેષ્ઠ સાબિત થયાં. જો કે ફાઈનલ મેચનાં પ્લેઈંગ-11નાં સમીકરણો કયાં ખેલાડીને ચાન્સ આપે છે તે જોવાનું રહ્યું.

  • રોહિત શર્મા પ્લેઈંગ-11માં કરી શકે છે ફેરફાર
  • અશ્વિનને ફાઈનલ્સમાં રમવા ચાન્સ આપી શકે છે કેપ્ટન
  • ઑસ્ટ્રેલિયા માટે લાબુશેન ચિંતાનો વિષય

ભારત vs ઑસ્ટ્રેલિયાની ટીમો આજે બ્લૉકબસ્ટર વર્લ્ડકપ 2023 ફાઈનલ મેચ રમવા માટે તૈયાર છે. સ્ટેડિયમમાં બોલિવૂડ સ્ટાર્સથી લઈને અનેક મોટા દિગ્ગજો મેચ જોવા માટે આવવાનાં છે. આ સાથે જ 1.30 લાખ દર્શકો સ્ટેડિયમમાં હાજર રહેશે. આ ધમાકેદાર ઐતિહાસિક મેચને જીતવાનું પ્રેશર ટીમ ઈન્ડિયા પર છે. તેવામાં કેપ્ટન રોહિત શર્મા પ્લેઈંગ-11માં ફેરફાર કરીને પોતાની નવી રણનીતિ અપનાવી શકે છે.

હાર્દિક-શાર્દૂલની જગ્યાએ સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ શમી

ભારતીય ટીમ બેટિંગ અને બોલિંગ બંનેમાં ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. હાર્દિકનાં ઘાયલ થયા બાદ શાર્દૂલનું પણ પત્તું આ ટૂર્નામેંટમાંથી કપાઈ ગયું. જો કે રિપ્લેસમેંટમાં આવેલા ખેલાડીઓએ કેપ્ટનનાં નિર્ણયને સાચો સાબિત કરી દેખાડ્યો છે. હાર્દિક-શાર્દૂલની જગ્યાએ સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ શમીએ જગ્યા બનાવી. શમીએ આવતાંની સાથે જ પોતાનો કમાલ મેદાનમાં દેખાડી દીધો. 

સૂર્યકુમાર પર બધાની નજર
સૂર્યકુમારે ઈંગ્લેંડની સામે લખનઉમાં થયેલ મેચમાં 49 રનની ઈનિંગ રમી હતી. જે બાદ તેમને ઘણાં ઓછા મોકા મળ્યાં અને તે પોતાને સાબિત ન કરી શક્યાં. જો કે તેઓ ફાઈનલમાં તો રમવાનાં જ છે. જો તેમને મોકો મળે છે તો તેઓ આ મેચમાં પોતાનું બેસ્ટ આપીને છવાઈ જવાનો પ્રયાસ કરવા ઈચ્છે. જો કે રોહિત શર્મા પ્લેઈંગ-11માં ફેરફાર કરે તેના ચાન્સ પણ થોડાઘણાં છે.

શું અશ્વિનની થશે વાપસી?
સોશિયલ મીડિયા પર ક્રિકેટ એક્સપર્ટ્સે ટીમ ઈન્ડિયાને ઑસ્ટ્રેલિયા સામે જીતવા માટે રવિચંદ્રન અશ્વિનને મોકો આપવાની વાત કરી છે. અશ્વિન આ વિશ્વકપમાં એક જ મેચ રમ્યાં છે.  તેમને ચેન્નઈમાં ઑસ્ટ્રેલિયાની સામે ભારતની પહેલી મેચ રમવાનો મોકો મળ્યો હતો. તેમણે 34 રન આપીને એક વિકેટ લીધી હતી. ઑસ્ટ્રેલિયન ટીમનાં 2 ઓપનર ડેવિડ વૉર્નર અને ટ્રેવિસ હેડ ડાબા હાથનાં બેટર છે. તેમની સામે અશ્વિન પ્રભાવી સાબિત થઈ શકે છે. સ્ટીવ સ્મિથની સામે પણ તેમનો રેકોર્ડ શાનદાર છે. કહેવામાં આવી રહ્યું છે કે રોહિત શર્મા સિરાજની જહ્યાએ અશ્વિનને પ્લેઈંગ-11માં મોકો આપી શકે છે. જો કે રોહિત શર્મા પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કરવાનાં મૂડમાં નથી લાગતાં.

લાબુશેન રમશે કે માર્કસ સ્ટોઈનિસ
ઑસ્ટ્રેલિયાની ટીમની વાત કરીએ તો તેમની ચિંતા માર્નશ લાબુશેન અને માર્કસ સ્ટોઈનિસમાંથી કોઈ એકને સિલેક્ટ કરવાની હોઈ શકે છે. લાબુશેને આ વિશ્વકપમાં અત્યારસુધી 10 મેચોમાં 304 રન બનાવ્યાં છે. જ્યારે સ્ટોઈનિસે 6 મેચોની 5 ઈનિંગમાં 87 રન બનાવ્યાં છે.  આ આંકડાઓ તેમના જેવા ખેલાડીઓ માટે ઘણાં ખરાબ છે. બોલરમાં પણ સ્ટોઈનિસ 4 જ વિકેટ લઈ શક્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ