બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Womens day special heritage walk organized in ahmedabad

ઈનિશિયેટિવ / મહિલા દિવસ નિમિત્તે અમદાવાદમાં ખાસ મહિલાઓ માટે યોજાઈ હેરિટેજ વૉક

Bhavin Rawal

Last Updated: 11:51 AM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની જ એક સંસ્ધા ધ દૂરબીન દ્વારા મહિલા દિવસ નિમિત્તે રવિવારે ખાસ મહિલાઓ માટે હેરિટેજ વૉકનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ ભારતનું  હેરિટેજ સિટી છે, જેને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપ્યો છે. આપણા અમદાવાદમાં જોવાલાયક, માણવા લાયક સંખ્યાબંધ જગ્યાઓ છે. આ જગ્યાઓ એવી છે, જે આપણો વારસો સાચવીને બેઠી છે. આ જગ્યાઓ આપણને આપણા ઈતિહાસથી માહિતગાર કરાવે છે. ત્યારે અમદાવાદની જ એક સંસ્ધા ધ દૂરબીન દ્વારા મહિલા દિવસ નિમિત્તે રવિવારે ખાસ મહિલાઓ માટે હેરિટેજ વૉકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ધ દૂરબીન દ્વારા આયોજિત આ હેરિટેજ વૉકમાં જાણીતા ગાયક મિરાંદે શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા, સાથે જ અમદાવાદની 30થી વધુ મહિલાઓએ પણ આ હેરિટેજ વૉકમાં ભાગ લીધો હતો. અમદાવાદની સ્થાપનાની પહેલી ઈંટ જ્યાં મુકાઈ એવા માણેક બુરજથી શરૂ ખથઈ માણેકચોક સુધી પહોંચેલી આ હેરિટેજ વૉકમાં અમદાવાદના વૈવિધ્યપૂર્વ ઇતિહાસની સાથે અમદાવાદમાં મહિલાઓનું યોગદાન, સ્ત્રીશક્તિકરણ, વુમન હુડ વિશેની પણ માહિતી આપવામાં આવી હતી.

વધુ વાંચો: અમદાવાદની હેરિટેજ જગ્યાઓ: એક એક જગ્યાઓ ચાડી ખાય છે ઐતિહાસિક વારસાની, આટલા રૂપિયામાં ટુર

2 કિલોમીટર લાંબી આ વૉકમાં અમદાવાદના જુદા જુદા મોન્યુમેન્ટ્સ, જાણીતી ઐતિહાસિક જગ્યાઓ, મહિલાઓ માટે લખવામાં આવેલા લેખ સહિત સંખ્યાબંધ જગ્યાઓ વિશે હેરિટેજ વૉકમાં જોડાયેલી મહિલાઓને માહિતગાર કરવામાં આવી હતી.  ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં નાઈટ વૉક, ફૂડ વૉક, હેરિટેજ વૉક જેવી સંખ્યાબંધ વૉક ચાલે છે. જેમાં અમદાવાદીઓ અને આ શહેરની મુલાકાતે આવતા પ્રવાસીઓ અમદાવાદના આત્માને, ઈતિહાસને જાણી શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ