ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Women arrested in the Maldives for wearing a bikini

કાયદો / દુનિયાનો આ સૌથી સુંદર બીચ પર જાવ તો આ વાતનું ધ્યાન રાખજો, નહીં તો જેલ થશે!

Published By: Kashyap

Last Updated: 10:03 PM, 14 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માલદીવ એક પરફેક્ટ રોમેન્ટીક ડ્રીમ આઇલેન્ડ છે, તે પોતાના બીચની સુંદરતા માટે દુનિયાભરમાં મશહુર છે. સમયાંતરે બોલિવુડ સેલિબ્રીટીઝની માલદીવ્સમાં રજાઓ માણવાની તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થતી રહે છે.

ADVERTISEMENT

‘વીઝા ઓન અરાઇવલ’ની સુવિધાના કારણે ભારે સંખ્યામાં ભારતીય સહેલાણીઓ રજાઓ માણવા માટે માલદીવ આવે છે. અહીં અત્યંત સ્વચ્છ બીચ પર કલાકો સુધી બેસીને સનબાથિંગની સાથે સ્વિમિંગ, વોટર સ્પોર્ટસ અને કેટલીયે અંડર વોટર એક્ટિવિટીઝમાં સામેલ થાય છે. જો તમે પણ માલદીવ્સ જવાનું પ્લાનિંગ કરતા હોય તો આ ન્યુઝ તમારે વાંચવા જોઇએ. 

તાજેતરમાં માલદીવમાં બિકીની પહેરવા પર મહિલાની ધરપકડ કરાઇ હતી. જાણકારી અનુસાર માલદીવના માફુશી નોન રિસોર્ટ દ્વીપથી એક મહિલાની બિકીની પહેરવાના કારણે ધરપકડ થઇ હતી. આ ઘટનાનો વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. તેમાં એક મહિલા ત્રણ પોલીસ અધિકારીઓ સાથે સંઘર્ષ કરતી દેખાય છે, જે તેને ટોવેલથી ઢાંકવાની કોશિશ કરી રહ્યા છે. જોકે ત્યાંના અધિકારીઓનું એવુ કહેવુ હતુ કે તે મહિલા નશામા હતી.

માલદીવના પોલીસ સર્વિસ કમિશ્નર મોહમ્મદ હમીદે મહિલાની ધરપકડ બાદ જાહેરમાં માફી માંગી હતી. વિડિયોમાં મહિલા બ્રિટિશ અંદાજમાં બુમો પાડી રહી છે કે તમે મારું યૌન શોષણ કરી રહ્યા છો. સાચી વાત એ છે કે બિકીની પહેરવી બીચ પર ગેરકાયદે નથી, પરંતુ હોલિડે રિસોર્ટ સહિતના તમામ ક્ષેત્રો પર તેની સખત મનાઇ છે. માલેની રાજધાની સાથે સાથે સ્થાનિક બીચ પર બિકીની પહેરવી પ્રતિબંધિત છે. માત્ર પ્રાઇવેટ બીચ કે સ્થાનિક રિસોર્ટમાં જ બિકીની પહેરવાની અનુમતિ છે. આ એક ઇસ્લામિક દેશ હોવાના કારણે કેટલાક કડક કાયદાઓ પણ છે. સ્થાનિક કાયદાઓનું ઉલ્લંઘન કરવા પર જેલની સજા પણ થઇ શકે છે.

ઇસ્લામ સિવાય અહીં કોઇ પણ ધર્મનું પાલન કરવા પર પ્રતિબંધ છે. માલદીવની યાત્રા કરનાર લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સ્થાનિક પરંપરાઓ, રીતિ-રિવાજો, કાયદાઓ અને ધર્મનું સન્માન કરે અને સુનિશ્વિત કરે કે તેમના કોઇ પણ કામથી સ્થાનિક લોકો નારાજ ન થાય. તેમાંય જ્યારે વાત કપડાંની આવે છે તો માલદીવના લોકો વધુ સંવેદનશીલ હોય છે. ખાનગી બીચ રિસોર્ટ્સ સહિત દેશના તમામ ભાગમાં ન્યુડિઝમ અને ટોપલેસ સનબાથિંગની અનુમતિ નથી. જો તમે માલદીવ જવાનુ પ્લાનિંગ કરી રહ્યા હો તો સ્થાનિક નિયમો અંગે જાણકારી જરુર રાખો.

સંકળાયેલા મુદ્દાઓ

Maldives Police arrested law માલદીવ Law

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ