બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / without hallmarked you can not sell or exchange your gold know the rules

તમારા કામનું / ઘરમાં મૂકેલા સોનાને વેચવા માટે કરવું પડશે આ કામ, નહીંતર વેચાશે જ નહીં, જાણો બદલાયેલા નવા નિયમો

Arohi

Last Updated: 04:27 PM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hallmark Gold: શું તમે ઘરમાં પડેલું સોનું વેચવા માંગો છો? તો આ વાત જાણી લેવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. નહીં તો તમારૂ સોનું વેચી નહીં શકો. જાણો શું છે નિયમ.

  • સોનું વેચવાનું વિચારતા હોવ તો ખાસ વાંચો 
  • નહીં તો નહીં વેચી શકાય સોનું 
  • સરકારે નિયમોમાં કર્યા છે આ ફેરફાર  

1 એપ્રિલ 2023થી સરકારે સોનું ખરીદવા અને વેચવાના નિયમોમાં એક મોટો ફેરફાર કર્યો છે. સોનું ખરીદવા- વેચવા માટે નવા નિયમનું પાલન કરવું અનિવાર્ય છે. એવું નહીં કરનારના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 

સરકારે સોનું ખરીદવા અને વેચવામાં પારદર્શિતા લાવવા માટે હોલમાર્કિંગના નિયમો ફરજીયાત બનાવી દીધા છે. એક એપ્રિલથી બધી ગોલ્ડ જ્વેલરી પર હોલમાર્ક ખાસ ઓળખ સંખ્યા (HUID)નંબર અનિવાર્ય છે. 

6 અંકોના કરવામાં આવ્યા છે હોલમાર્કિંગ 
પહેલા 4 અંકો વાળા હોલમાર્કિંગ હતા. જેને બાદમાં બદલીને 6 અંકોના કરી દેવામાં આવ્યા છે. તમારે તમારા સોનાની જ્વેલરી પર હોલમાર્કિંગ કરવાની રહેશે. જોકે તેના માટે વધારે પૈસા ખર્ચ નહીં કરવા પડે. એક પીસ જ્વેલરી માટે 45 રૂપિયા ખર્ચ કરવાના રહેશે. ત્યાં જ જો તમે એક સાથે 5 પીસના હોલમાર્કિંગ કરાવો છો તો 200 રૂપિયા ફીસ આપવાની રહેશે. 

હોલમાર્કિંગ બાદ તમને એક સર્ટિફિકેટ મળશે. જેને જોઈને તમે જ્યારે ઈચ્છો ત્યારે પોતાની જ્વેલરી વેચી શકો છો. તમે કોઈ પણ BIS માન્યતા પ્રાપ્ત જ્વેલર્સની પાસે જઈને તમારા જુના દાગીનામાં હોલમાર્ક લગાવી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ