બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / સ્પોર્ટસ / Cricket / Why the axar before Karthik? These are the five main reasons for India's defeat

T-20 / કાર્તિક પહેલાં અક્ષર શા માટે? આ છે ભારતની હારનાં મુખ્ય પાંચ કારણ

MayurN

Last Updated: 04:48 PM, 13 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ટીમનું પ્રદર્શન એકદમ કંગાળ જોવા મળી રહ્યું છે ત્યારે હવે સવાલ ઉઠે છે કે આ બધાની હારની પાછળ કોને જવાબદાર ઠેરવવા.

  • ભારતીય ટીમનું ટી-20 મેચમાં કંગાળ પ્રદર્શન 
  • ટીમના 100 રન પહેલા અડધી ટીમ પેવેલિયનમાં 
  • ટોપના બોલરોનું પણ રહ્યું ખરાબ પ્રદર્શન

કોની ભૂલથી હાર્યા મેચ 
દક્ષિણ આફ્રિકા સામે બીજી ટી-20 મેચમાં ગઈકાલે ભારતે હારનો સામનો કરવો પડ્યો. મહેમાન ટીમે એક સમયે 11 ઓવરમાં 100 રન બનાવવા હતા. તેના ટોચના બેટ્સમેન આઉટ થઈ ચૂક્યા હતા, આમ છતાં દ. આફ્રિકાની ટીમે 10 બોલ બાકી હતા ત્યારે મેચ પોતાના નામે કરી લીધી. હવે સવાલ એ ઊઠે છે કે ભારતના પરાજયમાં ભૂલ કોની હતી? ટીમ ઇન્ડિયાની ભૂલ ક્યાં થઈ? આજે અહીં હારના મુખ્ય પાંચ કારણ પર એક નજર કરી.

1. સારી શરૂઆતનો ફાયદો ઉઠાવી ના શક્યા
ટીમ ઇન્ડિયાએ ભલે પ્રથમ ઓવરમાં જ ઋતુરાજ ગાયકવાડની વિકેટ ગુમાવી દીધી હોય, આમ છતાં ઈશાન કિશન 34 (21 બોલ) અને શ્રેયસ ઐયર 40 (35 બોલ)એ ટીમને સારી શરૂઆત અપાવતા સ્કોર 50 રનની નજીક પહોંચાડી દીધો હતો. અહીં આગળ 100 રનના સ્કોર સુધી પહોંચતાં પહોંચતાં ભારતની અડધી ટીમ પેવેલિયનમાં પાછી ફરી ચૂકી હતી.

2. મધ્યક્રમે નિરાશ કર્યા
ગઈ કાલની મેચમાં દક્ષિણ આફ્રિકાને જીત માટે 149 રનનું આસાન લક્ષ્ય મળ્યું હતું. આનું મુખ્ય કારણ બન્યું ટીમ ઇન્ડિયાના મધ્યક્રમનું નિષ્ફળ રહેવું. ઋષભ પંત માત્ર પાંચ રન બનાવીને આઉટ થઈ ગયો. હાર્દિક પણ માત્ર નવ રન જ બનાવી શક્યો.

3. અક્ષરને શા માટે છઠ્ઠા ક્રમે બેટિંગમાં મોકલાયો ? 
દિનેશ કાર્તિક ગઈ કાલની મેચમાં રેગ્યુલર બેટ્સમેન તરીકે રમી રહ્યો હતો. વિકેટકીપર તરીકેની જવાબદારી ઈશાન કિશને સંભાળી હતી. સસ્તામાં ટોચના બેટ્સમેનો આઉટ થયા બાદ આશા હતી કે કાર્તિક મેદાનમાં આવશે અને ટીમને સ્થિર આપશે, પરંતુ કેપ્ટન પંતે અક્ષર પટેલને કાર્તિકની પહેલાં બેટિંગ માટે ઉતાર્યો, જેના કારણે કાર્તિકને ઓછા બોલ રમવાની તક મળી. જોકે કાર્તિકે બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 21 બોલમાં અણનમ 30 રન બનાવીને ભારતને 148 રનના સ્કોર સુધી પહોંચાડ્યું.

4. ભુવીને કોઈનો સાથ ના મળ્યો
149 રનના આસાન લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ માટે ભુવનેશ્વરકુમારે શરૂઆતમાં જ મુશ્કેલી ઊભી કરી દીધી. માત્ર 29 રનના સ્કોર મહેમાન ટીમના ટોચના ત્રણ બેટ્સમેનોને ભુવીએ પેવેલિયનમાં મોકલી આપ્યા હતા. ભુવીએ કુલ ચાર વિકેટ ઝડપી, પરંતુ હર્ષલ પટેલ, આવેશ ખાનનો સહયોગ નહીં મળવાને કારણે દ. આફ્રિકાએ મેચમાં વાપસી કરી.

5. યુઝી-અક્ષરનું કંગાળ પ્રદર્શન
સામાન્ય રીતે યુઝવેન્દ્ર ચહલ અને અક્ષર પટેલ પાસેથી એવી આશા રાખવામાં આવે છે કે તેઓ એક ટી-20 મેચની સાતથી પંદરમી ઓવરમાં હરીફ ટીમની વિકેટ ઝડપે અને તેમના રનની ગતિ પર કાબૂ રાખે. ચહલ અને અક્ષર આ જવાબદારી સંભાળવામાં નિષ્ફળ રહ્યા. ચહલે ચાર ઓવરમાં એક વિકેટ ઝડપી, પરંતુ 49 રન લૂટાવી દીધા. આ જ રીતે અક્ષરે એક ઓવરમાં 19 રન ખર્ચી નાખ્યા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ