બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / why not offer tulsi to lord shiva what curse was given by vishnu know very interesting

ધર્મ / જાણો ભગવાન શિવને કેમ તુલસી નથી અર્પણ કરાતી, તેની પાછળ જોડાયેલ શ્રાપ કનેક્શન

Manisha Jogi

Last Updated: 08:19 AM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી હરિને તુલસીના પાન ખૂબ જ પ્રિય છે. પરંતુ ભગવાન શિવ અને ગણેશને ભૂલથી પણ તુલસીના પાન ન ચઢાવો.

  • હિંદુ ધર્મમાં ભગવાન શિવની પૂજાનું મહત્ત્વ.
  • ભગવાન શિવને તુલસીના પાન અર્પણ કરવામાં આવતા નથી. 
  • જાણો તેની પાછળ જોડાયેલ શ્રાપ કનેક્શન.

હિંદુ ધર્મમાં ભગવાન શિવની પૂજાનું મહત્ત્વ રહેલું છે. માનવામાં આવે છે કે, ભગવાન શિવની સાચા મનથી પૂજા કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપા રહે છે. ભગવાન પર શિવ પર જળાભિષેક અને બિલી પત્ર ચઢાવવાથી ખુશ થઈ જાય છે અને કૃપા વરસાવે છે. શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી હરિને તુલસીના પાન ખૂબ જ પ્રિય છે. પરંતુ ભગવાન શિવ અને ગણેશને ભૂલથી પણ તુલસીના પાન ન ચઢાવો.

પૌરાણિક કથા
પૌરાણિક કથા અનુસાર તુલસીનું પૂર્વ જન્મમાં નામ વૃંદા હતું અને તે જાલંધર નામના રાક્ષસની પત્ની હતી. જાલંધકર ભગવાન શિવનો અંશ હતો, પરંતુ તેના ખરાબ કર્મોને કારણે તેનો જન્મ રાક્ષસ કુળમાં થયો હતો. જાલંધરને તેન વીરતા પર ખૂબ જ ઘમંડ હતું અને તમામ લોકો તેનાથી પરેશાન હતા. તેની પત્ની પતિવ્રતા સ્ત્રી હોવાને કારણે કોઈ તેની હત્યા કરી શકતું નહોતું. 

રાક્ષસ જાલંધરના મૃત્યુ માટે વૃંદાનો પતિવ્રતા ધર્મ ખતમ થવો જરૂરી હતો. જાલંધરના અત્યાચાર વધવાને કારણે, તે જનકલ્યાણ માટે ભગવાન વિષ્ણુએ રાક્ષસ જાલંધરનું રૂપ ધારણ કર્યું અને વૃંદાનું પતિવ્રતા ધર્મ તોડી નાખ્યું હતું. વૃંદાને આ વાતની જાણ થતા તેણે ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો. 

ભગવાન વિષ્ણુએ શ્રાપ આપ્યો
વૃંદાના શ્રાપથી રુષ્ઠ થઈને ભગવાન વિષ્ણુએ જણાવ્યું કે, તેઓ રાક્ષસ જાલંધરથી લોકોને બચાવી રહ્યા છે અને વૃંદાને લાકડી બનવાનો શ્રાપ આપી દીધો. વૃંદાનું પ્રતિવ્રતા ધર્મ નષ્ટ થતા ભગવાન શિવે રાક્ષસ જાલંધરની હત્યા કરી દીધી. ભગવાન વિષ્ણુના શ્રાપથી વૃંદા તુલસી બની ગઈ. કહેવામાં આવે છે કે, તુલસી શ્રાપિત છે અને ભગવાન શિવે તેના પતિની હત્યા કરી,  કારણોસર શિવ પૂજામાં તુલસી ચઢાવવામાં આવતી નથી. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ