બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / why lord shiva keep trishul wear snake around neck know its religious importance

ધર્મ / શા માટે ભગવાન શિવજી ગળામાં નાગ, માથે ચંદ્ર ને હાથમાં કરે છે ત્રિશુલ ધારણ? પાછળ રહેલું છે કંઇક આવું રહસ્ય

Manisha Jogi

Last Updated: 08:39 AM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વાર જોયું હશે કે ભગવાન શિવની જટાઓમાં ગંગા, માથા પર ચંદ્રમા, ગળામાં નાગ, હાથમાં ડમરૂ અને ત્રિશૂલ હોય છે. ભગવાન શિવે આ પાંચ વસ્તુઓ શા માટે ધારણ કરી છે, જાણો તેનું મહત્ત્વ અને કારણ.

  • હિંદુ ધર્મમાં ભગવાન શિવની ઉપાસના
  • ભગવાન શિવની જટાઓમાં ગંગા, માથા પર ચંદ્રમા, જાણો તેનું મહત્ત્વ
  • ચંદ્ર દેવે 12 જ્યોતિર્લિંગમાંથી એક સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના કરી

હિંદુ ધર્મમાં અનેક લોકો ભગવાન શિવની ઉપાસના કરે છે. તમે ઘણી વાર જોયું હશે કે ભગવાન શિવની જટાઓમાં ગંગા, માથા પર ચંદ્રમા, ગળામાં નાગ, હાથમાં ડમરૂ અને ત્રિશૂલ હોય છે. ભગવાન શિવે આ પાંચ વસ્તુઓ શા માટે ધારણ કરી છે અને તેનું શું મહત્ત્વ છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
 
ચંદ્રમાનું મહત્ત્વ- શાસ્ત્રો અનુસાર રાજા દક્ષે ચંદ્રમાને શ્રાપ આપ્યો હતો. આ શ્રાપથી છુટકારો મેળવવા માટે ચંદ્રમાએ ભગવાન શિવની આરાધના કરી હતી અને તેમને પ્રસન્ન કરીને જીવનદાન મેળવ્યું હતું, ઉપરાંત ભગવાન શિવના શીશ પર ધારણ થવાનું સૌભાગ્ય પણ મેળવ્યું. ચંદ્ર દેવે 12 જ્યોતિર્લિંગમાંથી એક સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી. ચંદ્રમાને મનનું કારક માનવામાં આવે છે. આ કારણોસર ભગવાન શિવે મનને નિયંત્રિત કરવા માટે માથા પર ચંદ્ર ધારણ કર્યો. 

ગળામાં નાગનું મહત્ત્વ- ધાર્મિક પુરાણો અનુસાર ભગવાન ભોળેનાથના ગળામાં જે નાગ છે, નાગલોકના રાજા વાસુકી છે. વાસુકી મહાદેવના પરમ ભક્ત હતા, તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને આભૂષણ તરીકે ગળામાં ધારણ કરવાનું વરદાન આપ્યું હતું. આ કારણોસર સમગ્ર નાગલોક ભગવાન શિવનું ઉપાસક માનવામાં આવે છે. 

ત્રિશૂળનું મહત્ત્વ- ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભગવાન શિવે તમામ અસ્ત્ર ચલાવવામાં મહારત હાંસલ કરી છે, તેમને ત્રિશૂળ સૌથી વધુ પ્રિય છે. ત્રિશૂળ રજ, તય અને સતનું પ્રતીક માનવામાં આવે છે, આ ત્રણનું મિશ્રણ થતા ત્રિશૂળનું નિર્માણ થયું. કહેવામાં આવે છે કે, મહાદેવના ત્રિશૂળ સામે સૃષ્ટીની કોઈપણ શક્તિનું અસ્તિત્ત્વ નથી. જે દૈવિક અને ભૌતિક વિનાશનું કારક માનવામાં આવે છે. 

ડમરૂનું મહત્ત્વ- ધાર્મિક કહાનીઓ અનુસાર જે સમયે સૃષ્ટીની રચના કરવામાં આવી, તે સમયે વિદ્યા અને સંગીતની દેવી સરસ્વતીનું અવતરણ થયું, પરંતુ તેમની વાણીથી જે ધ્વનિ ઉત્પન્ન થઈ તેમાં સૂર અને સંગીત નહોતું. તે સમયે ભગવાન શિવે 14 વાર ડમરૂ વગાડ્યું અને તાંડવથી સંગીત ઉત્પન્ન કર્યું. આ કારણોસર ભગવાન શિવને સંગીતના રાજા કહેવામાં આવે છે. જો કોઈ વ્યક્તિના ઘરમાં ડમરૂ હોય તો તેને શુભ માનવામાં આવે છે, જેથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. 

જટાઓમાં ગંગાનું મહત્ત્વ- તમે ભગવાન ભોળેનાથની જટાઓમાં દેવી ગંગાને જોયા હશે. પૌરાણિક કથાઓ અનુસાર પૃથ્વી પર ગંગાનું અવતરણ થયું તે સમયે ખૂબ જ ઉગ્ર હતા, જે સૃષ્ટી માટે સંહારક હતી. દેવી ગંગાને નિયંત્રિત કરવા માટે ભગવાન શિવે તેમને જટાઓમાં ધારણ કરી લીધા. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ