બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / why do train coaches have red blue and green colors each color has different meaning

જાણવા જેવુ / ભારતની ટ્રેનના ડબ્બા ત્રણ જ રંગના કેમ? કારણ જાણીને કહેશો આ તો ખબર જ નહોતી!

Premal

Last Updated: 12:33 PM, 10 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય રેલવે વિશ્વનું ચોથુ અને એશિયાનુ બીજુ સૌથી મોટુ રેલવે નેટવર્ક છે. મીડિયા રિપોર્ટસ મુજબ, દેશમાં 2167 પેસેન્જર ટ્રેન છે. તો દેશમાં દરરોજ 23 મિલિયન યાત્રી ટ્રેનથી મુસાફરી કરે છે. અહીં ઘણા પ્રકારના ટ્રેન અને ડબ્બા છે.

  • ભારતીય રેલવે વિશ્વનું ચોથુ અને એશિયાનુ બીજુ સૌથી મોટુ રેલવે નેટવર્ક
  • ટ્રેનના ડબ્બાનો રંગ લાલ, વાદળી અને લીલો રંગ કેમ હોય છે?
  • જાણો ટ્રેનના દરેક ડબ્બાના કલરનો શું થાય છે અર્થ

લાલ રંગના કોચનો અર્થ 

જો તમે પણ ક્યારેય ટ્રેનમાં પ્રવાસ કર્યો છે તો જોયુ હશે કે ટ્રેનમાં ઘણા પ્રકારના ડબ્બા હોય છે. જેમાં AC કોચ, સ્લીપર કોચ અને જનરલ કોચ સામેલ છે. ટ્રેનમાં ત્રણ પ્રકારના ડબ્બા જોવા મળે છે. એક ડબ્બો લાલ રંગનો, બીજો વાદળી અને ત્રીજો લીલા રંગનો હોય છે. શું તમે આ રંગનો અર્થ જાણો છો? લાલ રંગના કોચને લિન્ક હૉફમેન બુશ કોચ કહેવામાં આવે છે. આ કોચ જર્મનીથી વર્ષ 2000માં ભારતમાં લાવવામાં આવ્યાં હતા. પરંતુ હવે પંજાબના કપૂરથલામાં બને છે. જેની ખાસિયત છે કે આ એલ્યુમિનિયમથી બનેલા હોય છે અને બીજા કોચની તુલનામાં હલ્કા હોય છે. આ સાથે તેમાં ડિસ્ક બ્રેક પણ આપવામાં આવે છે. પોતાની આ ખાસિયતના કારણે 200 કિમી પ્રતિ કલાકની ઝડપે ભાગ લઇ શકો છો. ઉલ્લેખનીય છે કે આ ડબ્બાનો ઉપયોગ ઝડપથી ચાલતી ટ્રેનો જેવીકે રાજધાની અને શતાબ્દીમાં કરવામાં આવે છે. જો કે, આ બધી ટ્રેનમાં LHB કોચ લગાવવાની યોજના છે. એવામાં ઘણી અન્ય ટ્રેનોમાં પણ તેનો ઉપયોગ થવા લાગ્યો છે. 

વાદળી રંગના કોચનો અર્થ

વાદળી રંગના કોચને ઈન્ટીગ્રલ કોચ કહે છે. ખરેખર, LBHથી વિપરીત આ લોખંડના બને છે અને તેમાં એર બ્રેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનુ નિર્માણ ચેન્નઈમાં સ્થિત ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં કરવામાં આવે છે. પરંતુ ધીરે-ધીરે હવે તેના સ્થાને LBHનો ઉપયોગ કરાઈ રહ્યો છે. પરંતુ આજે પણ મેલ એક્સપ્રેસ અને ઈન્ટરસિટી જેવી ટ્રેનમાં આ ડબ્બા મળી જાય છે. 

લીલા રંગના કોચનો અર્થ

લીલા રંગના ડબ્બાનો ઉપયોગ ગરીબ રથ ટ્રેનોમાં હોય છે. તો ભૂરા રંગના ડબ્બાનો ઉપયોગ મીટર ગેજ ટ્રેનોમાં થાય છે. બિલિમોરા વાઘાઈ પેસેન્જર એક નેરો ગેજ ટ્રેન છે, જેમાં હલ્કા લીલા રંગના કોચનો ઉપયોગ થાય છે. જો કે, તેમાં ભૂરા રંગના કોચનો પણ ઉપયોગ કરવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ