બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Whoever fasts on Narak Chaturdashi does not have to go to Hell

આસ્થા / ભગવાન ભોળાનાથને કરો આ રીતે પ્રસન્ન, તો નર્કમાં જવાના બદલે મુક્તિ મળશે, જાણો શુભ મૂહુર્ત

Pooja Khunti

Last Updated: 09:55 AM, 8 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષનું કહેવું છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન નક્કી થયા હતા. જે પણ લોકો નર્ક ચતુર્દશીનું વ્રત કરે છે, તેમણે નર્ક નથી જવું પડતું.

  • નર્ક નિવારણ ચતુર્દશીની વિશેષતા
  • ભગવાન શિવને લવિંગ અર્પણ કરવા જોઈએ  
  • નર્ક નિવારણ ચતુર્દશીનું શુભ મુહૂર્ત

માઘ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી નર્ક નિવારણ ચતુર્દશી કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવની પૂજા-અર્ચના કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે. આ સાથે લોકોને નર્કથી પણ મુક્તિ મળે છે. આ દિવસને માસિક શિવરાત્રી પણ કહેવામાં આવે છે.  આ વર્ષે 24 ફેબ્રુઆરીએ નર્ક નિવારણ ચતુર્દશી છે. 

નર્ક નિવારણ ચતુર્દશીની વિશેષતા 
સનાતન ધર્મમાં ચતુર્દશી તિથિનું વિશેષ મહત્વ છે. એક વર્ષની અંદર 24 ચતુર્દશી હોય છે. આ દિવસે ભગવાન  શિવની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષનું કહેવું છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન નક્કી થયા હતા. જે પણ લોકો નર્ક ચતુર્દશીનું વ્રત કરે છે, તેમણે નર્ક નથી જવું પડતું. આ સાથે તેમણે જણાવ્યું કે, આ દિવસે ગંગા સ્નાનનો વિશેષ મહિમા છે. આ દિવસે ભગવાન શિવને ગંગાજળ, દૂધ, દહીં, ઘી, મધ, ગુલાબ અને બિલી પત્ર અર્પણ કરવા જોઈએ. તેનાથી વિશેષ લાભ મળે છે. આ સાથે તેમણે જણાવ્યું કે જો ભગવાન શિવને લવિંગ અર્પણ કરવામાં આવે તો તેનાથી તમારા દરેક કષ્ટ દૂર થાય છે. 

વાંચવા જેવું: આ 4 રાશિના જાતકોમાં લવમેરેજના યોગ, પ્રેમીના દરેક સપના પૂરા કરવાનું હોય છે જનુન, વફાદારી સૌથી વધારે

નર્ક નિવારણ ચતુર્દશીનું શુભ મુહૂર્ત 
જ્યોતિષના જણાવ્યા મુજબ, 8 ફેબ્રુઆરી 2024 ના સવારે 6:41 વાગ્યે ચતુર્દશીની તિથિ શરૂ થાય છે. જે 9 ફેબ્રુઆરી 7:22 વાગ્યા સુધી રહેશે. આ તિથિની શરૂઆત ઉત્તરાષદા નક્ષત્રમાં થઈ રહી છે. જે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ સાથે માતા પાર્વતીની પૂજા કરવામાં આવે તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ