બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Which country has the most gold in the world? India, formerly known as the gold rush, is also included in the list, but the number is shocking

GOLD / દુનિયામાં સૌથી વધારે સોનું કયા દેશ પાસે છે? પહેલા સોનાની ચીડિયા કહેવાતો ભારત દેશ પણ લિસ્ટમાં સામેલ, પણ નંબર ચોંકાવનારો

Pravin Joshi

Last Updated: 11:19 PM, 8 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક સમય હતો જ્યારે ભારતને સોનાનું પક્ષી કહેવામાં આવતું હતું, પરંતુ આજે એ જ ભારત સોનાના સંગ્રહ દેશોમાં ટોપ 5માંથી બહાર છે.

  • સૌથી વધુ સોનું ધરાવતા દેશોમાં અમેરિકા નંબર વન 
  • ભારતની વાત કરીએ તો આ યાદીમાં ભારત 9મા સ્થાને 
  • બીજા નંબર પર જર્મની,ત્રીજા નંબર પર ઇટાલી 

એક સમય હતો જ્યારે ભારતને સોનાનું પક્ષી કહેવામાં આવતું હતું, પરંતુ આજે એ જ ભારત સોનાના સંગ્રહ દેશોમાં ટોપ 5માંથી બહાર છે.

Tag | VTV Gujarati

વિશ્વમાં સોનાની કિંમત હંમેશા ઊંચી રહી છે. જો આપણે આજે સૌથી વધુ સોનું ધરાવતા દેશોની વાત કરીએ તો તેમાં અમેરિકા નંબર વન છે. તેની પાસે 8,133.47 ટન સોનું છે.

Topic | VTV Gujarati

બીજા નંબર પર જર્મની છે. જર્મની પાસે 3,359.09 ટન સોનાનો ભંડાર છે. એટલે કે ગોલ્ડ હોલ્ડિંગના મામલે જર્મની બીજા સ્થાને છે. એવું કહેવાય છે કે જર્મની શરૂઆતથી જ સોનાને લઈને ઉત્સુક છે, એટલે જ આજે આ દેશમાં ઘણું સોનું છે.

સોના ભાવમાં ચમક: રાષ્ટ્રીય, આંતરાષ્ટ્રીય તેમજ વાયદા બજારમાં ગોલ્ડન પિરિયડ,  જાણો લેટેસ્ટ રેટ I Gold Silver price today: On september 18 gold price  increased by 150 rupees in India

ત્રીજા નંબર પર ઇટાલી છે. ઇટાલી પાસે 2451.84 ટન સોનું છે. ઈતિહાસ પર નજર કરશો તો ખબર પડશે કે આ દેશના રાજાઓએ કેવી રીતે લૂંટફાટ અને હુમલા કરીને પોતાની તિજોરી ભરી હતી.

લગ્નગાળામાં સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત તેજી, બની શકે છે નવો રેકૉર્ડ, જાણો  આજના ભાવ | price hike in gold and silver and its latest rate

જો આપણે ચોથા નંબરની વાત કરીએ તો ફ્રાન્સ આ નંબર પર છે. ફ્રાન્સ પાસે 2436.35 ટન સોનું છે. એક સમયે સમગ્ર વિશ્વ પર ફ્રાન્સનું વર્ચસ્વ હતું.

સોનું થયુ સસ્તું તો ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો, જાણો કેટલા થયા ભાવ | gold  silver price today gold dipped and silver also down by 600 rupees on 16 dec  2021 check

રશિયા પાંચમા નંબરે છે. રશિયા પાસે 2298.53 ટન સોનું છે. તમને જણાવી દઈએ કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રશિયા અને અમેરિકા જ સત્તાના બે કેન્દ્રો હતા.

ભારતની વાત કરીએ તો આ યાદીમાં ભારત 9મા સ્થાને છે. એક રિપોર્ટ અનુસાર, ભારત પાસે 743.83 ટન સોનાનો ભંડાર છે. જો કે, ઇતિહાસમાં એક સમય એવો હતો જ્યારે ભારત એવો દેશ હતો કે જેની પાસે સોનાનો ભંડાર હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ