બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / when is coronavirus third wave likely in india expert vaccine lockdown

કોરોના વાયરસ / આવનારા 6-7 મહિનામાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, આ રીતે બચી શકાશે

Dharmishtha

Last Updated: 08:32 AM, 6 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની ત્રીજી લહેરને લઈને એક્સપર્ટસે ચિંતા વ્યક્ત કરતા કેટલાક સૂચનો કર્યા.

  • નવી લહેર યુવાનોને પ્રભાવિત કરશે
  • આ ઠંડીમાં આવવાની શક્યતા
  • એક મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવું પડશે

ત્રીજી લહેર ક્યાં સુધીમાં આવશે તે અંગે કંઈ ન કહી શકાય- એક્સપર્ટ

કોરોનાની બીજી લહેર કહેર વર્તાવી રહી છે. ત્યારે હવે ત્રીજી લહેરને લઈને એક્સપર્ટનું માનવું છે કે તે આવશે. પરંતુ તે ક્યાં સુધીમાં આવશે તે અંગે કંઈ ન કહી શકાય.  કેન્દ્ર સરકારના પ્રિંન્સિપલ સાયન્ટિફિક એડવાઈઝર પ્રોફેસર વિજય રાધવને બુધવારે કહ્યુ કે બીજી લહેર બાદ ત્રીજી લહેર આવશે. પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે ત્રીજી લહેર આવશે ક્યારે આવશે અને કેટલી ખતરનાક હશે તે  ન કહી શકાય. કોરોના સતત વેરિએન્ટ બદલી રહ્યો છે ત્રીજી લહેર માટે તૈયાર રહેવુ પડશે. તેમણે કહ્યુ કે રસી અસરકારક છે પણ તેને અપગ્રેડ કરવા પર કામ કરાયી રહ્યું છે.

આ ઠંડીમાં આવવાની શક્યતા

ત્રીજી લહેર અંગે બેંગ્લુરુ સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થમાં મહામારી વિશેષજ્ઞ ડો. ગિરિધર બાબૂ કહે છે કે આ ઠંડીમાં આવવાની શક્યતા છે. નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરની શરુઆતમાં. આ માટે આ સંક્રમણમાં જેમને સૌથી વધારે સંકટ છે તેમને જલ્દીમાં જલ્દી રસી આપવી જરુરી છે.  તેમણે કહ્યુ નવી લહેર યુવાનોને પ્રભાવિત કરશે. ગિરિધર કર્ણાટકમાં નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સના મેમ્બર અને એડવાઈઝર પણ છે.

આ રીતે રોકી શકાશે નવી લહેરને

ડો. ગિરિધરે એમ પણ કહ્યુ કે ત્રીજી લહેર 3 ફેક્ટર પર નિર્ભર કરે છે. પહેલા તો તે ડિસેમ્બર સુધી આપણે કેટલાનું રસીકરણ કરીએ છીએ. બીજુ આપણે સુપર સ્પેડર ઈવેન્ટને કેટલી રોકી શકીએ છીએ અને ત્રીજુ કેટલી જલ્દી નવા વેરિએન્ટને ઓળખી શકીએ છીએ.  ત્રીજી લહેરમાં શું થઈ શકે એ અંગે વાત કરતા મૈથમેટિક મોડલ એક્ટપર્ટ પ્રોફેસર એમ. વિદ્યાસાગર કહે છે કે હાલ મોટી સંખ્યામાં લોકો સંક્રમિત છે જેમાં એ સિમ્ટોમેટિક છે. તેમનામાં 6 મહિના સુધી ઈમ્યુનિટી રહેશે પછી નબળી પડશે. એટલે મોટા પ્રમાણ રસીકરણ વધારવુ જોઈએ.

એક મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવું પડશે

ડો. બાબૂ કહે છે કે એક્સપર્ટની સલાહ પર ધ્યાન રાખી તૈયાર રહેવાની જરુર છે.  તેમજ એક મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવું પડશે.  સરકારની આંકડા મુજબ 16.24 કરોડ લોકોને રસી લાગી છે. ભારતમાં અત્યાર સુધી 11 ટકા વસ્તી એવી છે જેમને વેક્સિનનો 1 ડોઝ લાગ્યો છે. આંકડા ઘણા નાના છે.  રોજ 40થી 50 લાખ લોકોનું રસીકરણ થવું જોઈએ જે રસીની અછતને લીધે નથી થઈ રહ્યુ. ત્યારે કોરોનાની બીજી લહેરના 7 મે સુધી પીક પર આવવાનો અંદાજો લગાવાઈ રહ્યો છે. આ બાદ તેમાં ઘટાડો થઈ શકે છે. અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમયે પીક આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ