બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / કરોડો સ્માર્ટફોન્સમાં કામ કરવાનું બંધ કરી દેશે આ App, WhatsApp નું મોટું એલાન

ટેક્નોલોજી / કરોડો સ્માર્ટફોન્સમાં કામ કરવાનું બંધ કરી દેશે આ App, WhatsApp નું મોટું એલાન

Bijal Vyas

Last Updated: 05:28 PM, 5 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં WhatsApp સૌથી પોપ્યુલર ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. કંપનીએ એક યાદી બહાર પાડી છે જેમાં જણાવાયું છે કે આ એપ હવે જૂના સ્માર્ટફોન પર કામ કરશે નહીં. તેવામાં તમારે નવો ફોન ખરીદવાની જરૂર પડી શકે છે.

વિશ્વની સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsAppએ જાહેરાત કરી છે કે, તે ચોક્કસ સ્માર્ટફોન પર કામ કરવાનું બંધ કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, કંપની 2026 માં તેની સિસ્ટમ અપડેટ કરી રહી છે, જેના પગલે ઘણા જૂના Android ફોન WhatsApp સપોર્ટથી બહાર થશે.

નોંધનીય છે કે, 8 સપ્ટેમ્બર 2026 થી WhatsApp 6.0 કરતા જૂના એન્ડ્રોઇડ વર્ઝન પર ચાલતા સ્માર્ટફોન પર કામ કરશે નહીં. આનો અર્થ એ થયો કે WhatsApp Android 5.0 અથવા 5.1 પર ચાલતા ફોન પર સંપૂર્ણપણે કામ કરવાનું બંધ કરી દેશે.

આ નિર્ણય અચાનક નથી. નવા ફિચર્સની જાળવણી અને સુરક્ષા વધારવા માટે જૂના ડિવાઇસ માટે સપોર્ટ સમયાંતરે બંધ કરવામાં આવે છે. જૂના ફોન ઘણીવાર નવા અપડેટ્સને સપોર્ટ કરતા નથી અને ઉચ્ચ સુરક્ષા જોખમ પણ ઉભું કરે છે.

whatsapp-banned-final

ક્યા યૂઝર્સનુ WhatsApp બંધ થશે?

  • આ ફેરફારની અસર ખાસ કરીને એવા દેશોમાં જોવા મળે તેવી શક્યતા છે જ્યાં લોકો લાંબા સમય સુધી જૂના ફોનનો ઉપયોગ કરે છે - જેમ કે ભારત. ઘણા યૂઝર્સ હજુ પણ 8 થી 10 વર્ષ જૂના સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે, જે નવીનતમ અપડેટ્સ પ્રાપ્ત કરતા નથી.
  • અહેવાલો અનુસાર, વિશ્વભરમાં લાખો યૂઝર્સ હજુ પણ જૂના એન્ડ્રોઇડ વર્ઝન પર છે અને WhatsAppનો ઉપયોગ કરવા માટે તેમને નવો ફોન ખરીદવો પડી શકે છે.
  • વોટ્સએપે તેના પોર્ટલને પણ અપડેટ કર્યું છે. કંપનીએ જણાવ્યું છે કે, સપ્ટેમ્બર 2026 થી, આ એપ ફક્ત એન્ડ્રોઇડ 6 અને તેના નવા વર્ઝન પર જ કાર્ય કરશે.

કેટલાક જૂના ફોન - જેમ કે Samsung Galaxy S4, Nexus 4, LG G2 પહેલાથી જ અપડેટ્સ મળવાનું બંધ થઈ ગયું છે અથવા ટૂંક સમયમાં તે મળવાનું બંધ થઈ ગયું છે. WhatsApp તેના વપરાશકર્તાઓને આ અંગે સૂચનાઓ પણ મોકલી રહ્યું છે. એપ્લિકેશન ખોલતા જ, એક ડાયલોગ બોક્સ દેખાય છે જેમાં જણાવવામાં આવ્યું છે કે WhatsApp 8 સપ્ટેમ્બરથી એન્ડ્રોઇડના આ ચોક્કસ સંસ્કરણ પર કાર્ય કરવાનું બંધ કરશે.

whatsapp-final

કેમ લેવામાં આવ્યો આ નિર્ણય

  • વોટ્સએપનું કહેવુ છે કે, એપને સુરક્ષિત અને ઝડપી રાખવા માટે આ એક જરૂરી પગલું છે. જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર નવા ફીચર્સયોગ્ય રીતે કાર્ય કરતી નથી. સાથે જ આ સિસ્ટમોને સુરક્ષા અપડેટ્સ પ્રાપ્ત થતા નથી, જેના કારણે હેકિંગ અથવા ડેટા ચોરીનું જોખમ વધે છે.
  • આ કારણથી કંપની હવે ફક્ત Android 6.0 કે તેથી વધુ વર્ઝન ચલાવતા ઉપકરણોને જ સપોર્ટ કરશે. આ એપ્લિકેશનના પરફોર્મન્સમાં સુધારો કરશે અને ખાતરી કરશે કે યૂઝર્સને નવી સુવિધાઓ મળતી રહેશે.

આ પણ વાંચોઃ WhatsApp માં આવતી ગરબડને લઇ સિક્યોરિટી એલર્ટ જાહેર! ફટાફટ કરી દો આ કામ

યૂઝર્સ શું કરે ?

  • જો તમારી પાસે જૂનો ફોન છે, તો તમને ટૂંક સમયમાં WhatsApp તરફથી એક નોટિફિકેશન મળી શકે છે જેમાં જણાવવામાં આવશે કે તમારું ડિવાઇસ હવે સપોર્ટ કરશે નહીં.
  • આ સ્થિતિમાં તમારી પાસે ફક્ત બે જ વિકલ્પો છે. પહેલું, જો તમારો ફોન અપડેટ્સને સપોર્ટ કરે છે, તો તેને એન્ડ્રોઇડ 6 અથવા તેનાથી ઉપરના વર્ઝન પર અપડેટ કરો.
  • જો અપડેટ શક્ય ન હોય, તો તમારે નવો ફોન ખરીદવો પડશે. સાથે જ તમારો ડેટા સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરવા માટે તમારા WhatsApp ચેટ્સનો બેકઅપ લેવો ખૂબ જ જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

whatsapp stop working whatsapp update old android phones
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ