બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / What is in America? Why is the craze of illegal entry increasing? Risk of life with a life like hell

મહામંથન / શું છે અમેરિકામાં? ગેરકાયદેસર રીતે ઘુસવાનો કેમ વધી રહ્યો છે ક્રેઝ? દોજખ જેવી જિંદગી સાથે જીવનું જોખમ

Vishal Khamar

Last Updated: 09:24 PM, 25 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશ જવાની ઘેલછામાં લોકો હવે ગેરકાયદેસર રીતે અમેરિકા જઈ રહ્યા છે. ફ્રાન્સે માનવ તસ્કરી કરી અમેરિકા જઈ રહેલા લોકોની અટકાયત કરી તેઓને પરત ભારત મોકલ્યા છે. કે લોકો જીંદગીને જોખમમાં મુકતા નથી અચકાતા તે એક પ્રશ્ન છે.

એક સમય હતો કે દેશમાંથી કોઈ પરદેશમાં ગયું હોય, ત્યાં સ્થાયી થયું હોય તેને સૌ કોઈ વધુ પડતા સન્માનની નજરે જોતા હતા. ફિલ્મોમાં પણ વિદેશનો ઉલ્લેખ ગર્વ સાથે થતો અને તેના માટે વિલાયત એવો શબ્દ પણ મોભા સાથે વપરાતો. છેલ્લા 10 વર્ષમાં એવી ઘટનાઓ બની કે જેમાં હવે વિદેશ જવા ઈચ્છુક વ્યક્તિને ન માત્ર વિદેશી પરંતુ દેશવાસી પણ શંકાની નજરે જોવા લાગે. અમેરિકા અને કેનેડામાં ભારતીયોની ગેરકાયદે ઘૂસણખોરીના કિસ્સા અનેક ગણા વધ્યા છે. તાજેતરનો મામલો વધુ ચોંકાવનારો છે જેમાં બોગસ વીઝા એજન્ટની સાથે-સાથે માનવ તસ્કરીનો પણ એંગલ હોય એવી પૂરી શક્યતા છે. 

  • અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીના પ્રયાસના કિસ્સા વધ્યા
  • ઈમિગ્રેશન માફિયાઓનું નેટવર્ક વધુ ફૂલ્યુંફાલ્યું
  • વિદેશ જવા કોઈપણ જાતનું જોખમ ખેડતા ભારતીયોની સંખ્યા વધી

હવે કબૂતરબાજી તો થાય છે પણ આ કબૂતરબાજી તો મસમોટા જૂથમાં થાય છે. ફ્રાંસના વેટ્રી એરપોર્ટ ઉપર 300 જેટલા પ્રવાસી પકડાયા જેઓ નિકારગુઆથી પનામાના જંગલોમાં થઈને મેક્સિકો સરહદેથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાના હતા. આપણા સૌ માટે ચોંકાવનારી વાત એ છે કે જે પ્રવાસી પકડાયા એમા 96 જેટલા ગુજરાતીઓ હતા. મોટાભાગના લોકો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગરના હતા. હાલ CID ક્રાઈમ તમામ સ્તરની તપાસ કરી રહી છે. ભારતીય દૂતાવાસ પણ રાજદ્વારી રીતે આગળ વધી રહ્યો છે. પણ ભારતથી દુબઈ, અને દુબઈથી નિકારગુઆના રસ્તે જે રીતે ગેરકાયદે પ્રવેશ વધી રહ્યો છે તે દરેક ભારતીય અને ખાસ તો ગુજરાતી માટે ચિંતાની વાત છે. 

અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીના પ્રયાસના કિસ્સા વધ્યા હતા.  ઈમિગ્રેશન માફિયાઓનું નેટવર્ક વધુ ફૂલ્યુંફાલ્યું હતું.  વિદેશ જવા કોઈપણ જાતનું જોખમ ખેડતા ભારતીયોની સંખ્યા વધી છે.  કબૂતરબાજીની સાથે માનવ તસ્કરીનું નેટવર્ક હોવાની પણ શંકા છે.  અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ મેળવવા લોકો લાખો રૂપિયા ખર્ચે છે. 96 ગુજરાતી સહિત 303 પ્રવાસી પકડાયા છે. 

  • કબૂતરબાજીની સાથે માનવ તસ્કરીનું નેટવર્ક હોવાની પણ શંકા
  • અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ મેળવવા લોકો લાખો રૂપિયા ખર્ચે છે
  • 96 ગુજરાતી સહિત 303 પ્રવાસી પકડાયા

મામલો કઈ રીતે સામે આવ્યો?
દુબઈથી નિકારગુઆ જતી ફ્લાઈટને ફ્રાન્સમાં ઉતારવામાં આવી છે.  ફ્લાઈટ પેરિસ એરપોર્ટ ઉપર ફ્યુઅલ ભરવા ઉતારાઈ હતી. ફ્રાંસની માનવ તસ્કરી વિરોધી એજન્સી બાતમીના આધારે પહોંચી હતી.  ફ્લાઈટમાંથી 303 પ્રવાસી પકડાયા હતા.  પ્રવાસીઓમાં 96 જેટલા ગુજરાતી પ્રવાસીઓ પણ હતા. શશી રેડ્ડી નામનો દિલ્લીનો એજન્ટ તમામને અમેરિકા પહોંચાડવાનો હતો. ફ્લાઈટમાં 21 મહિનાથી લઈને 17 વર્ષની ઉમરના અવયસ્ક લોકો પણ હતા. 13 બાળક એવા હતા જેની સાથે કોઈ વાલી પ્રવાસ કરતું ન હતું. ભારતીય દૂતાવાસ તમામ સાથે સંપર્કમાં છે. 3 લોકો એવા છે જેની ફ્રાંસની સરકારે અટકાયત કરી છે.

વ્યક્તિદીઠ કેટલી રકમ વસૂલાતી હતી?

  • 70 થી 80 લાખ રૂપિયા

કઈ રીતે અમેરિકા પહોંચાડાતા હતા?
પહેલા ફ્લાઈટ મારફતે દુબઈ પહોંચાડવામાં આવતા હતા. દુબઈથી ખાનગી વિમાન મારફતે નિકારગુઆ લઈ જવાતા હતા. નિકારગુઆથી મેક્સિકો સુધીનો રસ્તો પગપાળા કે વાહન મારફતે કાપવો પડે. મેક્સિકો સરહદથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવામાં આવતી હતી. 

  • દુબઈથી નિકારગુઆ જતી ફ્લાઈટને ફ્રાન્સમાં ઉતારવામાં આવી
  • ફ્લાઈટ પેરિસ એરપોર્ટ ઉપર ફ્યુઅલ ભરવા ઉતારાઈ હતી
  • ફ્રાંસની માનવ તસ્કરી વિરોધી એજન્સી બાતમીના આધારે પહોંચી

ગુજરાતીઓ મુખ્યત્વે ક્યા જિલ્લાના?
CID ક્રાઈમે 22 લોકોના પરિવારને કરી અપીલ કરા છો. તેમજ પરિવારને CID ક્રાઈમ સાથે સંપર્ક સાધવા અપી કરી છે.  22 લોકો મુખ્યત્વે પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણાના રહેવાસી છો.  મહેસાણામાં મુખ્યત્વે આખજ, લાંઘણજ, વડસ્મા ગામના લોકો છે. 

2011-2012

ગેરકાયદે પ્રવેશ કરનારા ભારતીય
642
 
2019-2020
19883
 
2020-2021
30662
 
2021-2022
63927
 
2022-2023
96917
  • 13 બાળક એવા હતા જેની સાથે કોઈ વાલી પ્રવાસ કરતું નહતું
  • ભારતીય દૂતાવાસ તમામ સાથે સંપર્કમાં છે
  • 3 લોકો એવા છે જેની ફ્રાંસની સરકારે અટકાયત કરી છે

આ વર્ષે કેટલા ભારતીયો પકડાયા?
અમેરિકા-કેનેડા સરહદે 30 હજારથી વધુ ભારતીય પકડાયા છે.  અમેરિકા-મેક્સિકો સરહદે 41 હજારથી વધુ ભારતીય પકડાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ